શીખી લઈએ- રોહિત કાપડિયા

let-us-learn

પ્રેમ, લાગણી અને સંવેદના જ્યાં દિન-પ્રતિદિન ઘટતાં જાય છે. સુખ જ્યાં ચપટી જેટલું અને દુઃખ જ્યાં સૂંડલા જેટલું છે ત્યાં ખુશ રહેવાં માટે પહેલાં તો હસતા રહેવાનું શીખવું જરૂરી છે.

શીખી લઈએ 

   દુઃખ, દર્દ ,વેદના તો જીવનમાં આવતાં જ રહેશે,

 ચાલો, હર હાલમાં હસતાં રહેવાનું શીખી લઈએ.

 ચપટી જેટલાં સુખ સામે દુઃખ ભલે હો સૂંડલા જેટલાં ,

 થોડાને ઘણું માની, હસતાં રહેવાનું શીખી લઈએ.

 ફૂલોની જેમ કંટકોને પણ દિલથી અપનાવી લઈએ,

 ચાલો નફરત ભૂલીને, હસતાં રહેવાનું શીખી લઈએ.

  ભેગું કરેલું બધું જ આખરે અહીંયા જ રહી જવાનું,

  ચાલો, ત્યાગનાં રસ્તે હસતાં રહેવાનું શીખી લઈએ.

   જીવન મળ્યું છે તો શાને ઝિંદાદિલીથી ન જીવવું,

 ચાલો, મોતને ભૂલીને  હસતાં રહેવાનું શીખી લઈએ.

                                                                                                             રોહિત કાપડિયા

Posted in કાવ્ય, ગમતાનો ગુલાલ | Leave a comment

જીવન સ્મિતનું ઝૂલતું ઝરણું આનંદ-જીતેન્દ્ર પાઢ

Jitendra Padhજીતેન્દ્ર પાઢ

મહાન ચિંતક ઓશો (રજનીશજી )નું  કહેવું  છે કે:- “ખુબ (વધારેમાં વધારે )ભોળા ,ઓછાં જ્ઞાની અને બાળક જેવાં બનો ,જીવનની મજા (આનંદ ) માણીએ   કારણ કે સાચા અર્થમાં આ  જીવન  છે  ..” માનવના જીવનમાં અમુક તત્ત્વો ,ગુણો  ખુબ જરૂરી અને લાભકારક હોય છે અને તેનાથી આંખ આડા   કાન કરવાથી  અનર્થ કે નુકસાન સંભવે  છે ,કારણકે તે પોષક હોય છે  ! પૂરતી ઊંઘ , સમતોલ ખોરાક , સદ્દગુણ , નીતિમત્તા , સ્વચ્છતા ,આજીવિકા અર્થે શ્રમ ,સમાજ માટે ,જ્ઞાતિમાટે  હાજરી સાથેનું શક્ય તેટલું કલ્યાણ કાર્ય   વગેરે કર્મો કરવા જરૂરી  બને છે , આ  સાથે સંઘર્ષ  કરવો પડે ,ક્યારેક  ગમો ક્યારેક અણગમો,  ફરજ ,કર્તવ્ય  બજાવવું જ પડે ,  બાંધ છોડ દરેક વખતે ના  ચાલે   ..માણસ ખુશી ,આનંદ મેળવવા પ્રયાસ કરે ,જ્યાં  અને જ્યાંથી તે મળે  પ્રાપ્ત કરી   જીવનને ખીલતું રાખવા કોશિશ કરે  છે  તેમાં  આનંદનું જીવનમાં મોટું  સ્થાન છે ,તેના વિના  જીવન શક્ય નથી   માનવીએ  જાત સાથે   સમાધાન કરીને પણ ,ખુશી  આનંદ મેળવતાં રહેવું જોઈએ .માનસિક શાંતિ મેળવવાનો આ એક માર્ગ છે

if you  want to truly  enjoy your life ,you must  be at  peace with your self  …..
આનંદ એ અંતઃકરણની પ્રસન્ન સ્થિતિ છે ભગવદ્ગોમંડલ  શબ્દકોશમાં આનંદ  પાંચ પ્રકારના ગણાવ્યા છે ,આત્માનંદ ,બ્રહ્માનંદ ,વિષયાનંદ , વિદ્યાનંદ અને  યોગાનંદ   તેમાં એક વધુ ઉમેરાય તે  વિજયાનંદ છે आनंद परंम सुखमं –મોટામાં મોટું સુખ આનંદ છે ,  પરમાત્મા ખુદ આનંદ સ્વરૂપ છે  ..તેથી તે તમામ માનવીને આનંદ આપવા માટે તક ,અને બુદ્ધિ પણ આપતા રહે છે , યોગ ,તક કે સંજોગ જે ગણો તે  મન જેમાં પ્રસન્ન રહે તે આનંદ નું ઉત્પત્તિ  સ્થાન  ગણાય , જીવન સ્મિતનું  ઝૂલતું ઝરણું  તે  આનંદ !  તમારો જન્મ માત્ર પૈસા કમાવવા થયો નથી  ,ખુશી આનંદ સાથે જિંદગીની તમામ પળો માણવા થયો છે , ગમ ,વિપત્તિનો વંટોળ    ક્ષણભરનું વાવાઝોડું છે ,તે સમય આવે   સમી , થંભી  જશે  ..વાલ્મિકી રામાયણમાં પણ કહેલ છે  :-જે વ્યક્તિ નિરંતર શોક કરતો રહે છે ,તેને જીવનમાં કયારેય સુખ મળતું નથી  ……માનવીની બધી દોડ આંનંદ અને ખુશી  તેમજ સુખ માટેની હોય છે ,,,યાદ રાખજો  રાત્રિ સવારની રાહ જોતી  નથી ,સુગંધ કદી મોસમની વાટ જોતી નથી  .જે કૈંક આનંદ મળે  કે ખુશી મળે તે મેળવી લો , કારણ જિંદગી કદી સમયની વાટ જોતી નથી તે તો ઘડિયાળના 24 કલાકના કાંટે ગતિ કરતી રહે છે ,પળ ને પામવાની હોય ,સમયને માણવાનો હોય અને લિજ્જતને ચાખતા રહેવાની હોય  તો જીવનમાં સદા આનંદ ખુશી તમારા  આંગણે  …લટકતા રહેશે   .

સર્કસની એક વાત યાદ આવે છે -એક સર્કસમાં જૉકર પોતાના રમુજી કરતૂતો કરતો  બધાને હસાવતો ,તે જિંદગીના દર્દને ભુલાવી દેતો ક્ષણ ભાર પ્રેક્ષકોને ખુબ હસતા કરી તાળીઓના ગડગડાટ સાથે પ્રસન્નતા ભરી  દાદ પામતો પછી હળવેકથી તે એક જૉક -ટૂચકો બધાને સંભળાવતો  બધા હસી  પડતાં  હાસ્યથી માહોલ ગાજતો , બીજીવાર એ જ જૉક કહેતો થોડાંક હસતાં અને ત્રીજીવારે કોઈ હસતું નહીં  ત્યારે તે કહેતો ,,,પ્રિય સજ્જનો સંન્નારીઓ   એકને એક  ખુશીને લઈને તમે વારંવાર ખુશ થઈ શકતા નથી ,તો  એક  ગમ ને લઈને તમે …..વારંવાર કેમ  રડો છો ?,,,,,,,,એનો ઉત્તર છે– માણસ મકાન  પોતાની મરજી મુજબનું બદલે છે નવા અને સારા દેખાવા ફેશન પ્રમાણે કપડાં બદલે છે ,અનુકૂળ ન થાય તેવા સંબંધો બદલે છે ,ન ગમતી વાત બદલી નાંખે છે , પણ સુખ ,શાંતિ કે ખુશી  મેળવવા  સ્વભાવ  બદલવો તેને ગમતો નથી, ત્યાં  તેનો અહંમ  તેને નડે છે  .  માન્યતાઓ બદલાવી પડે તો જ વાતાવરણ પરિવર્તન પામે ,ગાંધીજીએ ખરું જ કહ્યું છે કે :-“તમારી માન્યતાઓ તમારા વિચારો બની જાય છે ,તમારા વિચારો શબ્દો બની જાય છે ,તમારા શબ્દો  તમારા  કાર્યો બની જાય છે ,  તમારા કાર્યો તમારી  આદતો   બની જાય છે  ,તમારી આદતો તમારી કિંમતો બની જાય છે  અને તમારી કિંમતો તમારું નસીબ બની જાય છે ”  , ખુશી  આનંદને  માણવા ને પામવા માટે  પ્રત્યન તો કરવો પડે , હા ,કેટલી ખુશી ઓચિંતી અને અનાયાસે પણ પ્રાપ્ત થાય છે  તેને માનવી ઈશ્વરનો આશીર્વાદ ગણે છે   .

જીવનનું સાચું ટૉનિક આનંદ છે , તે વિસ્તરે ત્યારે જીવનકાશમાં નવા ઉમંગોના રંગોની રંગોળી સર્જાય છે , શબ્દો આવી પળે મૌન બને કે  સરી  પડે   માત્ર અનુભૂતિની લહેરખી ખીલતી રહે ,આનંદનું અવતરણ -આગમન ચિત્તમાં ચેતનાની સ્ફૂર્તિ  પ્રસરાવે છે ,કોઈપણ જાતના આવરણ વિના શુદ્ધ આસ્વાદ  માનવાની ક્ષણો પણ અદ્ભૂત હોય છે  જીવનને અપેક્ષાશૂન્ય અસલ સ્વરૂપમાં નિરખવાની તક આનંદ આપે છે   .આનંદનો જન્મ કયારે અને કઈ ક્ષણે  કેવી રીતે   થશે તે નિશ્ચિત  હોતું નથી ,આનંદ ઓચિંતી ક્ષણે ઝબકારાની સાથે  પ્રકટી જાય છે અર્થાત આનંદ એ આકસ્મિક આવિષ્કાર છે
આનંદના અસ્તિત્વની ખાસિયત એ છે કે આનંદ કયારેય છૂપો રહી શકતો નથી ,આંખમાં તેજ બનીને નયન ઝરૂખામાંથી  તે ડોકાઈ જાય અથવા સ્મિતના નર્તનમાં હોઠો ઉપર ઝૂમતાં શબ્દના ફૂલ બની ખીલી ઉઠે  . બળવાન બાહુ નાજુકાઈથી ફેલાઈને વિશ્વને બાથમાં લેવા ઉત્સુક બને   . આનંદની અવધિ  ચરણને ગતિવાન બનાવે – નવા સ્વપ્નાઓ સજાવે ,દુઃખ ,ગ્લાનિ ,અસંતોષ ,વેદના ,વ્યથા અને ન ગમતા પદાર્થોને  તે દૂર કરે છે ,સાથોસાથ એ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી ખરી કે આનંદ  કદી ઉછીનો મળતો નથી  કે ખરીદી  શકાય તેવી જણસ નથી ,માનવીના જીવન માં  જન્મ સાથે સ્વયં સ્ફુરિત પ્રાપ્ત  થતી  ઘટના આનંદ છે   .

આનંદ  સુખ આપે છે તો પરસ્પર વિરોધી સ્વજનોને ,દુશ્મનોને ,શત્રુઓને તે દુઃખી પણ કરે છે ,વધુ પડતો આનંદ તમને આળસુ પણ બનાવે છે  .અથવા તો તમારી શક્તિ બહારના કાર્યો કરવા,વધુ પડતા દિવાસ્વપ્ન  જોતાં  પણ કરી શકે છે  ..આનંદ વિહોણો માનવી કલ્પવો મુશ્કેલ છે ,કારણ કે જાણતા અજાણતા  કાર્યથી કે બીજાના શુભ ઈરાદાઓની ફલશ્રુતિ રુપે  , કોઈના આશીર્વાદ થી ,કે સહજતાથી થઇ ગયેલાં સેવા કાર્યથી કે નાના બાળકોના નિઃસ્વાર્થ હાસ્યથી ,કે પ્રસંગોના સફળ આયોજનોમાં તૃપ્તિના ઘૂંટ બની આનંદનો  ભેટો થાય છે  ઍટલૅ જ કહેવાનું મન થાય કે ખુશીનું બીજું નામ આનંદ છે  …..
કેટલાંક માણસોનો સ્વભાવ  બળતણ  હોય છે  તેઓ વાતવાતમાં વાંધા વચકા કાઢતાં હોય છે ,અથવા તો સારું જોવાની આદત હોતી નથી  .. પોતાનો કક્કો ખરો માને છે, એવાં લોકો ઉપજાવી કાઢેલી કથાઓ માં માહેર હોય છે ,પોતાની વાત ખોટી હોય ,બીજાને રસ ના હોય  તો પણ મમત્વ છોડતાં નથી ,,આવા હઠીલા માણસોને આનંદ પ્રાપ્ત થતો નથી  .તેઓ આનંદની ક્ષણો આવે તો પણ તેને સમજી શકતા નથી આવી વ્યક્તિઓ લાંબા ગાળે જીવનને રોગનું ઘર બનાવી  મૂકે છે  નિરાશાવાદી અને નકારાત્મક વલણ ધરાવતા   જીવો માનસિક રોગી બનતા હોવાના કિસ્સા  નોંધાયેલા હોવાનું  મનોચિકિત્સક .ડૉકટરો જણાવે છે
આનંદ એ  તો નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિ બની સુખ આપે છે , સમાજ સેવા આનંદ આપેછે ,તમારો શોખ રુચિ ,ગમતીલું કામ  આનંદ આપે છે ,જીવનમાં હસતા લોકો પોતે સુખી થાય છે અને બીજાને સુખી કરે છે અને  માને છે :– ” મારી જિંદગી સદા બહાર છે ,જે કઈ મળ્યું મને એ  ગજા બહાર છે ” આપણે ખુશી આનંદ પામવા જોઈએ અને એ યાદ રાખીએ કે —

ये भी एक दुवा है  खुदासे ,

किसीका दिल न दुखे मेरी वजह से

ये खुदा कर दे कुछ  अयसी ईनायत मुझे ,

की खुशियां ही मिले सबको मेरी वजह से

બીજાને  કંઈ આપી જાણો ,

જે મળ્યું તે  માણી જાણો ,

આનંદ ખુશી અવસર આવશે આંગણે ,

વાત સરળ છે સમજી જાણો ,

ટોનિક છે હાથ તમારે ,

આનંદને બસ  પીતાં જાણો  ………..

 જીતેન્દ્ર પાઢ /રાલે સિટી /નોર્થ કેરોલિના /અમેરિકા /17/9/16/શનિવાર /રાતે -8-21/

Posted in આજનો વિચાર, ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, જીવનક્ષણોની સુંદરતા | Leave a comment

મિચ્છામી દુક્કડમ- મુકુલ ચોક્સી

14188171_1758248131092219_2601817929168144466_o

 

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કાવ્ય | Comments Off on મિચ્છામી દુક્કડમ- મુકુલ ચોક્સી

દર્પણ સાચવે (કવિતા )

Women-looking-in-the-mirror

 

 

 

 

 

દર્પણ  ખુશીનો વૈભવ અંગત સાચવે
મિત્ર  સખા થઈ  દરદ  અંગત સાચવે

એકાંતના અંધારે સાવ શૂન્ય લાગે  તો –
સવારે સૌંદર્યની સાથ સંગત સાચવે

ખીલેલાં સુંદરરૂપ વદન  ને નિરખી
ચાંદ ,ચાંદની ,પૂનમની રંગત સાચવે

ઊગે ગુસ્સાનો સૂર્ય સામને તો તરત
પ્રહાર ઝીલીને મરવાનો વખત સાચવે

છટા ની  વળ ખાતી  અંગડાઈએ ભીની
મહોબતની પ્રથમ મુલાકાત સાચવે

બગડો જૂઓ તો દર્પણે છગડો બને
તો એ સત્યની  સદા સંગત સાચવે

સખ્ત  છે ,છતાં છે ,દિલે સાવ નાજૂક
તૂટે ,એકેક ટુકડે છબી ખંડિત સાચવે

પુરુષ હો ,સ્ત્રી હો ,કે હોય   રૂપ સુંદરી
હર સ્પર્શે સંવેદન દોલત સાચવે

ના ભેદ ભાવ કે ના ઉચ્ચ નીચ લગારે
સમાન દૃષ્ટિએ એક પંગત સાચવે

મઢો સુવર્ણ ,ચાંદી કે વુડન ફ્રેમે
ચૂપ થૈ કર્મ પોતાનું સ્વગત સાચવે
***************************************
જિતેન્દ્ર પાઢ /રાલે સિટી /નોર્થ કેરોલિના /અમેરિકા /30/8/16/ સાંજે -6/

દર્પણ નાં વિવિધ કાર્યને બખુબી દર્શાવ્યા છે

વાહ કવિ તમારા કાવ્ય કર્મને,,,,

Posted in કાવ્ય | Comments Off on દર્પણ સાચવે (કવિતા )

સપનાં નાં વાવેતર- સંકલન – વિજય શાહ

Sapana na vavetar: Gujarati Ekanki Natya Sanagrah

  Compiled by Vijay Shah , Authored by Ramesh Shah, Authored by Vijay Shah, Authored by Capt Narendra Fanse, Authored by Fatehali Chatur, Authored by Rahul Dhruva, Authored by Pragna Dadbhawala

List Price: $10.00

6″ x 9″ (15.24 x 22.86 cm)
Black & White on White paper
192 pages
ISBN-13: 978-1532928628 (CreateSpace-Assigned)
ISBN-10: 1532928629
BISAC: Drama / Asian

collection of Stageable mono act in Gujarati

CreateSpace eStore: https://www.createspace.com/6231679

Posted in નાટક, માહિતી, રમેશ શાહ, વિજય શાહ, સમાચાર, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on સપનાં નાં વાવેતર- સંકલન – વિજય શાહ

હસ્તરેખામા ખીલ્યું આકાશ -અર્ચિતા પંડ્યા

Hastarekhama Khilyu Aakash: Sahiyari Gujarati Navalakatha (BW)

 Authored by Archita Pandya, Authored by Rekha Shukla, Authored by Bhumi Machhi, Authored by Rajul Kaushik, Authored by Vijay Shah, Authored by Nita Shah, Authored by Divya “Divyata” Soni, Authored by Niranjan Mehta, Authored by Pragna Dadbhawala, Authored by Pravina Kadakia

List Price: $9.99

6″ x 9″ (15.24 x 22.86 cm)
Black & White on White paper
142 pages
ISBN-13: 978-1537155944 (CreateSpace-Assigned)
ISBN-10: 1537155946
BISAC: Family & Relationships / General

This is a story of Kamya who boldly cam out from Wrong wed lock

Hastarekhaama Khilyu Aakash: Gujarati Novel

Authored by Archita Dipak Pandya, Authored with Pravinaa Kadakia, Authored with Rekha Shukal, Authored with Bhumi Machi, Authored with Rajul Kaushik Shah, Authored with Vijay Shah, Authored with Nita Shah, Authored with Divya Soni ” Divyata”, Authored with Nirnajan Mehta, Authored with Pragna Dadabhawala

List Price: $35.00

6″ x 9″ (15.24 x 22.86 cm)
Full Color on White paper
142 pages
ISBN-13: 978-1530783113 (CreateSpace-Assigned)
ISBN-10: 1530783119
BISAC: Family & Relationships / General

This is Archita Pandya’s debut novel ,

CreateSpace eStore: https://www.createspace.com/6171528

Posted in હસ્તરેખામા ખીલ્યુ આકાશ | Comments Off on હસ્તરેખામા ખીલ્યું આકાશ -અર્ચિતા પંડ્યા

નામ મારું ટહુકાતું જાય છે- કિશોર મોદી

Kishor Modi 1 Kishor Modi 2

નામ મારું ટહુકાતું જાય છે,.

સ્મિતની લહર પારખું છું હું,

જાતને જરીક જાળવું છું હું.

લાભ શુભતણી  લીલી વાતનું,

રોજ નવ્ય ભળભાંખળું છું હું.

એક નિર્ઝરતી એવી વાવ છું,

બુંદબુંદ શિવ કાલવું છું હું.

તાજ્જુબીની શણગારું વારતા,

ચિત્તથી અજબ આળખું છું હું.

નામ મારુ ટહુકાતુ જાય છે,

બહારનું બ્યુગલી માળખું છું હું.

મુ. કિશોરભાઇની અહી ઓળખાણ મારા મિત્ર હર્ષદ મહેતા દ્વારા થઈ. સારાભાઇ કેમિકલ્સ નાં ૧૯૭૬ નાંસમયે રીસર્ચમાં બધા સાથે…અમેરિકામાં તેઓનું કવિ કર્મ બહુ ઉજળું તેથી વાતો જ્યારે પણ થાય ત્યારે ખાસી લાંબી થાય. હજી ઓટોબરમાં પ્રસિધ્ધ થનારું પુસ્તક હાથમાં આવ્યું અને તરત વંચાવા લાગ્યું. કવિતા અંકે ૧૦૦ માણવા માટે લગભગ એટલા દિવસો તો જોઇએને!.. ચાલો આજથી  શરુ કરીએ પહેલી કવિતા..

પ્રત્યેક શેરમાં નવીન તાજગી જેટલી વખત વાંચીએ તેટલી વખત નવા સંદર્ભો  ” લાભશુભનું તણી લીલી વાત” ” નવ્ય ભળ ભાંખ્ળું”” બુંદ બુંદ શિવ કાલવું” ” તાજ્જુબીની શણગારુ વાર્તા”અને બહારનું બ્યુગલી માળખું” વાહ! કવિ! સાવ સરળ લાગતી વાતોમાં કેટલુ બધું સહજ અને ઉત્તમ  કવિ કર્મ!

સંપર્ક: kishoremodi@gmail.com

 

Posted in કવિ વિશે માહીતિ, કાવ્ય, કાવ્ય રસાસ્વાદ | Comments Off on નામ મારું ટહુકાતું જાય છે- કિશોર મોદી