હાઇકુ -વર્કશોપ- ચિમનભાઇ પટેલ

 

>>>સાહિત્ય સરિતાના સભ્ય મિત્રો <<<

આમતો આપણે મહિને એક વાર કોઇ સભ્યના નિવાસસ્થાને મળી, સાહિત્ય રચનાઓનો રસાસ્વાદ માણીએ છીએ.મને થયું કે ‘વીક એન્ડ વર્કશોપ’ નીચે, ‘હાઇકુ’ જેવી ટૂંકી રચના ઘેર બેઠા શિખીએ તો?

ન નિવાસસ્થાનની ચિંતા ન પકવાનની પીડા! ઘેર બેઠા ગુજરાતીની ગંગા!!

સ્પષ્ટતાઃ *આ પ્રવૃતિ (જો ચાલે તો) સાહિત્ય સરિતાનો જ એક અંશ રહેશે/બનશે.

દરેક શનીવારે કે રવિવારે રચના સૌને (રસ ધરાવનાર સભ્યોને) મોકલવામાં આવશે અને એ પછીના શનીવારે કે રવિવાર સુઘીમાં પરત મને કરવાની રહેશે. પછી,એને સૌને મોકલી સૌની એક પ્રસંગીનો હાર પહેરાવી, સૌને જાણ કરી, ચર્ચા કરીને જ્ઞાન વધારીશું.

ચાલો ત્યારે કરીએ શુભ શરુઆત નીચેની રચના સાથેઃ

હાઇકુઃ(નંબર-૧)

એની નજર , (૫)

ચીરી ગઇ દિલને-(૭)

X X X X X (૫)

ત્રીજી લીટી માટે શબ્દગુચ્છ નિચે આપ્યા છે એ, કે તમારી સૂઝ પ્રમાણે લઇ, હાઇકુ પુરું કરો અને મને મોકલો.

[બાણ વગર, શસ્ત્ર વગર, દર્દ વગર, દુખાવ્યા વિના ,આપી અશાન્તિ,મચ્યું તોફાન, વગેરે વગેરે

લંબાઇ રાત!, મૂકીને  સ્વપ્નો! જાગી યુવાની! જગાડી મને! હતું જે સુપ્ત!! ,પ્રેમ પ્રકોપ!

ચિત્ર માં હાઇકુ

હાઇકુ- ચિમન પતેલ

 

 

 

 

 

Chimanbhai writes ( Date 12/18/2013)

FY reading pleasure-read below.

 • Those who have good command on English can write ‘Haiku’ in English. I don’t.
 • Lovers burned,
  now wiser,
  but still hopeful
 • This idea can be used in our work shop for a Gujarati one.
 • Wait till I forward Devikaben’s good write up on the Haiku back ground with some good examples. This is on my next mail from home.

with regards,

ચિમનભાઇ,
સૌથી પહેલાં તો હાયકુ વિષે ઈમેઇલ વર્કશોપ ચાલુ કરવા માટે અભિનંદન. તમારો એ વિષેનો રસ જાણીને આનંદ થયો. સાહિત્યનો સાચો અભ્યાસ અને પ્રગતિ આ રીતે જ થઈ શકે. શરુઆતમાં ઓછાં પણ સાચી લગનવાળા  સર્જકો પ્રયત્નો કરશે. પછી કદાચ ઘણા જોડાશે. હાઇકુની જેમ ગઝલ પણ ખુબ જ રસપ્રદ અભ્યાસ છે. આજે તો હું હાઈકુ વિષે જ થોડી, મારી સમજ અને જાણ પ્રમાણે વાત કરીશ.
સાહિત્યના કોઈપણ કાવ્યસ્વરૂપને શીખતા પહેલાં તેનું મૂળ, ઉદ્ભવ,સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જાણવું ખુબ જરૂરી છે. સામાન્ય રીતે દરેક કાવ્યપ્રકારના અંતર્ગત અને બાહ્ય સ્વરૂપ હોય છે. બાહ્યસ્વરૂપ માત્ર જે તે કાવ્યપ્રકારનુ માળખું સમજાવે છે. પણ ખરું કાવ્ય તત્વ અને ખૂબી આંતરસ્વરૂપમાં છે. માત્ર ૫-૭-૫ ના માળખામાં શબ્દો ગોઠવી દેવાથી એ કાવ્ય બનતું નથી એ યાદ રહે.
હાઈકુ એ મૂળ જાપાનનો કાવ્યપ્રકાર છે.. હાઈકુ શબ્દનું મૂળ ‘હોક્કુ’ છે. તેનો અર્થ થાય છે ‘પ્રારંભિક કડી’.હોક્કુને માટે ‘હાઇકાઈ શબ્દ પણ પ્રયોજાતો. કોઈ અંગ્રેજી સાહિત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે,’સ્ટોપ-શોર્ટ’. Stop-short”  ! અર્થાત અહીં જ અટકો.  ત્રણ પંક્તિમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પૂર્ણતાને પામી જાય છે ! જો કે ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ પ્રબળતાથી ભાવકચિત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જી દે તે રીતે હાઈકુના સત્તર અક્ષર પૂરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે.  ત્રણ પંક્તિઓ જ વામનનાં વિરાટ ત્રણ પગલાં જેવી સાબિત થઈ.
હાઈકુ એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. કાવ્યવિશ્વમાં એ સૌથી નાનું સ્વરુપ છે. છતાં એમાં અપાર શક્તિ રહેલી જણાય છે.
તો આમ તેનું બાહ્યસ્વરૂપ છે, ત્રણ પંક્તિ- ૧૭ અક્ષર- ૫-૭-૫.
આંતરસ્વરૂપ- માત્ર ત્રણ જ લીટીમાં,  સત્તર અક્ષરોમાં, જાણે પીંછીના એક જ લસરકે ચિત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ઈમેજ દ્વારા વિશ્વની કોઈ એક અજાયબી મનોજગતમાં સ્થાપી દેવાની !! એમ બને ત્યારે જ એ સાચું કાવ્ય ગણાવી શકાય.
આટલી મર્યાદિત અક્ષરસંખ્યામાં આખી કાવ્યકૃતી સર્જી દેવી  એ બહુ સંયમ અને વિવેક માગી લેનારી બાબત છે. હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ નહિ. શબ્દોના ભાવસ્પર્શથી પંચેન્દ્રિયોની  દ્વારા અનુભુત ચિત્રો ઊભા થવા જોઈએ.
સ્નેહરશ્મિનાં હાઈકુસંગ્રહમાંથી વીણી વીણીને સુંદર હાઈકુઓ અત્રે મૂક્યા છે.તેમના હાઈકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુ જાણે સંગ્રહનું ઉદ્ઘાટન કરતું હોય તે :
હિમશિખરે
ફૂટે પરોઢ : અહો !  
સૂર્ય હાઈકુ !”  
સ્નેહરશ્મીના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઈકુમાં થાય છે. તેઓની કવિસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઈકુ જુઓ :

નાજુક તારી
આંગળી ચૂંટે ફૂલ
ઘવાય નેણ
ચઢે  આકાશે
ચંન્દ્ર: પર્ણે ઝીલાતી
  ચાંદની  કૉળે        [પાંદડાં  પર  ચારુતાનું દર્શન

પર્ણ વિનાની
ડાળીઓમાં  સૂરજ
ટીંગાતો જાય    

(પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચિત્રો )
 ઊડી ગયું કો
 પંખી કૂજતું : રવ
 હજીયે  નભે
ઝૂંપડીઓના
ધૂમાડે  નંદવાયાં
રવિકિરણો          (ધુમાડાની ગતિલીલા)
ચડતી  પ્હાડે 
ગાડી : નીચે ખેતર
ચગતાં  રાસે             ( ગતિ)
વીજ ગોખમાં
ચીતરી  ગૈ  ટહુકો
કોક  અદીઠો          (કાન-આંખ/ધ્વનિ-રંગોનું સંયોજન)
સ્નેહરશ્મિ પછી કેટલાંકે હાઈકુમાં યત્કિંચિત સર્જન કર્યું છે. આધુનિક સમયમાં પન્ના નાયકે ઘણાં સુંદર હાઈકુ સર્જ્યા છે. તેમનો ‘અત્તર અક્ષર’ ખુબ મનભાવન સંગ્રહ બન્યો છે.
મારા ખુબ ગમતાં તેમના હાઇકુ જુઓઃ
પવન કરે
વાતો,બેવડ વળી
ડાળીઓ હસે..
ઊડ્યું એક
પંખી ને કંપી ઊઠ્યું,
આખુંયે વૃક્ષ..
ગાઢા વનમાં
સળવળી,સ્મૃતિની
લીલી સાપણ.
શયનખંડે
અંધારું અજવાળે
શબ્દોના દીવા..
કેટકેટલાં સ્પંદનો છે,ચિત્રો છે, બેહદ ભાવો છે.
 
ઉપરની બધી વાતો થોડી મારી સમજણ,વાંચન  અને  થોડાં સાહિત્યકારોના  સંકલનમાંથી લખી છે. આશા છે તમને અને અન્ય કવિતાપ્રેમીઓને ઊપયોગી થઈ પડશે..
 
દેવિકા ધ્રુવ

3 Responses to હાઇકુ -વર્કશોપ- ચિમનભાઇ પટેલ

 1. girish says:

  પ્યાસ અધુરી

 2. હાઇકુઃ(નંબર-૧)

  એની નજર , (૫)

  ચીરી ગઇ દિલને-(૭)

  ચતુરાઈથી

  રમેશ પટેલ(આકાશદીપ)

Thanks for Inspiring me by your gracefull visit