અનુક્રમણીકા..નિવૃત્તિની પ્રવૃતિ

 • નિવૃત્તિની વ્યાખ્યા નિવૃત્તિ એટલે અર્થ ઉપાર્જન નો વિરામ મનગમતી પ્રવૃતિ માં પ્રવૃત થવાનો સમય. 

 • પ્રવૃતિ મનગમતી હોય તેથી ઉંઘ ઘટે તે સ્વાભાવીક છે.સ્ફુર્તી વધે તે પણ સ્વાભાવીક છે.

 • સ્વ નવીકરણ રોજ એક કલાક ગમતુ પણ અગાઉ ના કર્યુ હોય તેવુ કરો. જેમ કે સારા પુસ્તક વાંચો,ધ્યાન કરો કે વ્યક્તિત્વ વિકાસનુ પુસ્તક વાંચો કે ડાયરીમાં ફરી વાંચવુ ગમે તેવા સારા પ્રસંગો લખો. 

 • હાસ્ય નાનુ બાળક દિવસમાં ૫૦૦ વખત હસે છે અને પુખ્ત માણસ ભાગ્યે જ હસે છે.ગમતી વાતો હાસ્ય જન્માવે.ખુલ્લા મને અરીસા સામે ખડખડાટ હસો કે હસાવો.હાસ્ય મનને પ્રફુલ્લીત કરી શરીરના રસાયણોને સમતુલીત કરી તણાવ હલકા કરે છે. 

 •  કુટુંબ સમય અને સબંધો રવિવાર એટલે કુટુંબ સમય જો ઘર જુદા હોય તો સંપ જાળવવો અને દરેક્ના સુખ દુઃખની ભાળ રાખોમાંગે તો જ માર્ગદર્શન આપો નહીં તો ખાલી કાન આપો .ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું તે શીખવું ખુબ જ જરુરી.

 •    દરેક પગલા ગણી ગણીને ચાલો  ખાલી મગજ એટલે શયતાન નુ ઘર તેને કેન્દ્રીત અને સાબુત રાખવા દરેક પગલા ગણી ગણીને ચાલોશાંત અને સ્થિર મગજ નિષ્ફળતાને ડારે છે.ઉતાવળિયો આગળ જઇને પાછો પડે છે. 

 • સંકલ્પ શક્તિ   કહે છે ન્યુટન સ્થિર મગજથી કલાકો સુધી ધાર્યા રસ્તે ચિંતન કરી શકતો મન એ ચંચળ મરકટ છે એને માલીક બનવુ ગમતુ હોય છે પણ તે નોકર જ રહેવુ જોઇએ તેની કુદાકુદ નુકશાન ન પહોંચાડે તે હેતુથી તેનુ બુધ્ધીજન્ય રીતે નિયંત્રણ જરુરી છે.આ નિયંત્રણને સંકલ્પ શક્તિ પણ કહે છે. 

 • કુટુંબની અંગત વાતો જેવીકે સંપતિ,તબીયત અને મનદુઃખો ઘરની બહાર ન જાય તે ખુબજ જરુરી શીસ્ત છે 

 •  પહેલુ સુખ તે જાતે નર્યાએ સ્વસ્થ નિવૃતજીવનની આરસી છેજમ્યા પછી ખુલ્લા પાર્કમાં અડધો કલાક ચાલો. 

 • જીવનસાથી એ જિંદગીનો ભાગીદાર છે  તેનો આદર તેને સાચો પ્રેમ અને તેની ભાવનાનુ ઉન્નત બહુમાન એ જીવન જીવવાની કળા છે. 

 • ફળાહારી અને ઉણોદરી બનો .તાજા ફળો અને તેના રસપાનથી તબીયત સારી રહે છે. ઘણુ બધુ પાણી પીઓ જાપાનમાં આયુષ્ય લાંબુ છે અને તેના મુખ્ય કારણોમાં તેમનો હલકો ખોરાક જેવો કે ભાત સુપ અને ઘણુ બધુ પાણી તેઓ પીએ છે. (લગભગ ૧૨ ગ્લાસ પાણી) 

 • જુના ઇતિહાસ અને નવી ભૂગોળ વડિલોને એમ લાગે છે કે ખરે ટાણે તેમની સાથે નથી હોતા જ્યારે યુવા પેઢી એમ વિચારે છે કે તેમની સેવાઓની અને તેમને પડતી માનસીક અને શારિરીક તાણની કદર થતી નથી.બન્ને પેઢીઓ દુભાય છે જેમા કોઇનોય વાંક નથી.આ પરિસ્થિતિ જુદી જુદી રહેણી કરણી અને જુના ઇતિહાસ અને નવી ભૂગોળમાંથી જન્મી છે.

 • વાતાવરણ નો નહીં વિચારધારા નો દોષ-

 • ગ્રહદશા નહીં આગ્રહ દશા નડતી હોય છે ગુણવંત શાહ અનેકાંતવાદનો અર્થ હું સાચો પણ તુ પણ સાચો એવો છે જ્યારે વધતી ઉંમરે હું જ સાચો બીજો સાચો હોઇ ન શકે તે “આગ્રહ દશા”

 • સુખ અને દુઃખ મનમાં છે  મનને કેળવવુ તે આપણા વશમાં છે હકારત્મક જીવન જીવવા ટેવાયેલા સુખને શોધી શકે છે બાકી દુઃખ તો શોધવા જવાનુ હોતુ જ નથી 

 • મ્રુત્યુ અને તેનો ભય મારું માનવું એવું છે કે જ્યારે જન્મ થયો ત્યારે એ નવ મહીનાનાં ગર્ભવાસ દરમ્યાન જેમ માતા ઉપર ભરોંસો મુકેલ હતો તે જ વિશ્વાસ કુદરત ઉપર જે મુકી શકે છે તેને મૃત્યુનો ભય નડતો નથી. કારણ કે ગર્ભવાસ દરમ્યાન તમારા હાથમાં કંઇ નહોંતુ તેજ રીતે મૃત્યુ સમયે પણ તમારા હાથમાં કંઇ જ હોતુ નથી

 • આરોગ્ય માહીતિ
 • પ્રેરણાદાયી લેખ્
 • email

Thanks for Inspiring me by your gracefull visit