નિવૃત્તિમાં પ્રવૃત્તિ-“ઓપ્શન” ની પ્રારંભિક જાણકારી

ઓપ્શન (1)

ગુજરાતી લેક્ષીકોન શબ્દ કોશમાં “ઓપ્શન” નો અર્થ થાય છે પસંદગી, પસંદ કરવું તે, પસંદ કરવાનો હક, પસંદગીની છૂટ, વિકલ્પ, અમુક શરતોએ અમુક સમયે વેચવા ખરીદવાનો ખરીદેલો હક, મરજીયાત, વૈકલ્પિક, ઐચ્છિક.

 આપણે જે અત્યારે ચર્ચા કરીયે છે તે નિવૃત્ત માણસ ને આવક અને પ્રવૃત્તિ અપાવતા વ્યવસાયની વાત કરીયે છે શેર બજારની એક  પ્રણાલીની વાત કરીયે છે.આ પ્રણાલી નાં નામ સાથે સાથે સંભળનાર નાં મગજમાં પહેલી અસર એ પડે કે ઓછે પૈસે વધુ જોખમી કામ એટલે સટોડીયાનાં સટ્ટાનું ખતરનાક કામ.

જરા થંભો!

જો સમજીને કરાય તો આ એક મોટેલ જેવું કામ છે જેમાં નિયત સમયનું ભાડૂ તો મળે અને તે સમય પુરો થાય એટલે મુડી પાછી આવે. નાણા જગતનાં પંડીતો આને રોકાણ સામે વિમો પણ કહે છે. આ પુસ્તિકાનો હેતૂ આ વિષયે પ્રવર્તતી ગેર સમજો દૂર કરવા ઉપરાંત નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરવાનો પણ છે.

મહદ અંશે ડૉક્ટર અને એન્જીનીયર તરીકે નિવૃત્ત થયેલાને બુધ્ધિજન્ય અને કાયમ સક્રિય રહેવું ગમે તેવી આ પ્રવૃત્તિ છે. જેમ દરેક ઉદ્યોગોમાં હોય તેવા લાભ અને નુકસાનો આ ઉદ્યમમાં પણ છે.એટલે ક્ષીર અને નીરનો વિવેક તો રાખવોજ રહ્યો આટલી આગોતરી વાત કરી આશિષ કાપડીયાનાં ઉદાહરણ સાથે હું મારી વાત શરુ કરીશ.

આશિષ કાપડીયા એક જ વાત જાણતા હતા કે ઓપ્શન માં પુરે પુરી મૂડી જતી પણ રહી શકે.તેથી તેઓ તે જ્યાં સુધી પ્રવૃત્ત હતા ત્યાં સુધી કશું કરતા નહીં.. પણ હવે ૬૫ વર્ષે નિવૃત થયા. તબિયત સારી અને તેમના ૪૦૧ કે માં મીલીયન ઉપર પૈસા હતા તેથી તેમના નાણાકિય સલાહકારને પુછ્યું

“ઓપ્શનમાં પૈસા ના જાય તેવો કોઇ રસ્તો ખરો?”

“ હા ઘણાં રસ્તા છે જેમાં પૈસા તો  ના જાય પણ તે બેઠી આવકો આપે તેવું પણ બને”

એમની માન્યતાનાં ગઢમાં પહેલો કાગરો તુટ્યો. એટલે નાણાકિય સલાહકારને મળવા ઉપડ્યા.

નાણાકિય સલાહકાર આસુતોષ દલાલ ને આશિષ કાપડીયા વર્ષોથી ઓળખતા તેથી તેમને એક ચોપડી આપતા કહ્યું આ પુસ્તક આજે આપણે જે વાતો કરીએ છે  તેની કાયદાકીઅ નોંધ છે જે અમારે દરેક ખાતુ ખોલાવનારને આપવી પડતી હોય છે.

આશિષે ચોપડી હાથમાં લીધી અને પુછવા માંડ્યો પ્રશ્નો એક પછી એક

ઓપ્શનમાં મારા પૈસા જતા રહે ખરા?

હા.

ઓપ્શનમાં મારા શેરો જતા રહે ખરા?

હા.

“તો મને સમજાવ કે મારે શું કામ આવું કામ સમજવું કે જેમાં નુકશાન થઇ શકે?”

“જો ખરેખર ઓપ્શન એ બ્રોકરેજ હાઉસની કમાણી માટેનું સાધન છે જ્યાં તેમને વધુ દલાલી મળતી હોય છે. આ ગણિતને જો વ્યવસ્થિત સમજે તો તે રોકાણકારની પણ કમાણીનું પણ સાધન બને છે અને સમય પસાર કરવા માટેનું યોગ્ય બહાનુ પણ. અત્રે એક વાત વારંવાર સમજવાની છે કે આ કામ માટે નિષ્ણાતો પધ્ધતી (સ્ટ્રેટેજી ) આપતા હોય છે .અને તે પધ્ધતિને સમજીને વળગીને ચાલવું પડતું હોય છે.”

“ હા તો  મને સમજાવો સ્ટ્રેટેજી.” આશિષ ભાઇએ રસ બતાવ્યો

પહેલા આ વિજ્ઞાનનાં પાયાનાં પથ્થરો સમજો

શેર અને તેને લગતા હક્કો

શેર વેચવાનો હક્ક એટલે પુટ

શેર ખરીદવાનો હક્ક એટલે કૉલ

હવે વહેવારમાં એક શેરનું પણ ખરીદ કે વેચાણ થાય તેજ રીતે તેનાં હક્કનું પણ ખરીદ કે વેચાણ થાય

હવે આ વેચાણ જ્યાં થાય તેને ઓપ્શન બજાર કહેવાય.

દરેક સોદામાં જેમ શેર ખરીદનાર હોય તેની સામે વેચનાર પણ હોય આ સોદો સંપૂર્ણ ત્યારે કહેવાય જ્યારે શેર લેનાર શેર ખરીદે અને શેર વેચનાર તે શેર વેચે જેની નોંધ શેરબજારમાં થાય તેને સોદો કહેવાય જેમકે રોકાણકાર “અ” તેના ૧૦૦ એઓએલનાં  શેર વેચે છે તેનો બ્રોકર ટીડી અમેરીકા ઓપ્શન માર્કેટમાં નોંધાવે તેની સામેનો બ્રોકર મોરગન સ્ટેનલી ઓપ્શન માર્કેટ માં તે શેરો  રોકાણકર “બ” માટે ખરીદેલા ગણાવે છે.

એકદમ સીધી ભાષામાં ટીડી અમેરીટ્રેડ રોકાણ્કાર “અ” નાં શેર પતવણા નાં દિવસે શેર્બજારનાં ક્લીયરીંગ વિભાગને આપે છે જે શેર નાં ૧૨૫નાં બાહ્વે ૧૨૫૦૦ ડોલર મોર્ગન સ્ટેનલી રોકાણકાર “બ” પાસેથી લૈને ક્લીયરીંગ હાઉસમાં આપે છે પતવણા વખતે ક્લીયરીંગ હાઉસ શેરો રોકાણકાર બને આપે છે અને ૧૨૫૦૦ ડોલર રોકાણકાર “અ” ને આપે છે.

આ થયો સાવ સાદો વ્યવહાર કે સોદો અને તેની પતાવટ.

(ઉપરની ઘટનામાં બ્રોકરોનું કમિશન કે શેર બજારના ખર્ચાઓ નો ઉલ્લેખ સમજણ ખાતર કરેલો નથી)

 

“અ” ૧૦૦ AOL નાં શેરો ૧૨૫ નાં ભાવે વેચે છે

ટીડી અમેરીટ્રેડ પોતાનો બ્રોકરેજ બાદ કરીને એટલેકે ૧૨૫૦૦-૫૦ ડોલર કાપીને ૧૨૪૫૦ આપશે

જ્યારે મોર્ગન સ્ટેનલી રોકાણકાર બને ૧૨૫૦૦+૫૦= ૧૨૫૫૦ લઈને શેર આપશે

હવે આ સોદામાં “બ” ધારે તો AOLલનાં શેરમાં કૉલ લખે તો તે તેની આવક થાય

હવે જેના કારણે “બ” અને “ક”ને પ્રવૃત્તિ મળે છે તે છે AOLનાં ભાવોની વધઘટ જોવાની અને પોતાને થતો નફો નુકસાન સોદો થતા પહેલા જોવાની મઝા કે સજા જે નીચે મુજબ છે

  • જો ભાવ ૧૨૦ થાય તો “બ”ને ૨.૫ ડોલર પ્રીમીયમ મળ્યુ પણ શેર જો વેચવા જાય તો નુકસાન થયું કહેવાય.પણ જો તે ન વેચે તો ખરીદ કિંમત ૨.૫ ડોલર નીચી ગઈ જ્યારે “ક”ને તો ૨.૫ ડોલર ચોક્ખુ નુકસાન તેનો હક્ક જતો રહે.
  • જો ભાવ છેલ્લા દિવસે ૧૨૫ રહે તો “બ” ને ફાયદો પ્રીમીયમ જેટલો થાય પણ દલાલીનો માર પડે જ્યારે “ક”નું આપેલું પ્રીમીયમ અને દલાલીનું નુકસાન થાય. જો તે શેરો ૧૨૫૦૦રુપિયા આપીને ખરીદી લે તો ઉંચાભાવે લેણ થાય.
  • જો ભાવ ૧૩૦ થાય તો “ બ”નું નુકસાન થાય તેને “ક” ૧૨૫૫૦ ડોલર ચુકવીને ૧૩૦૦૦નાં ભાવે “ક” નફો લઈ લે.

 

 

AOL નો ભાવ “બ” “ક”
૧૨૦ થાય, નુકસાન નુકસાન
૨.૫

ડોલર

૨.૫ ડોલર
કે ૧૨૫ થાય ફાયદો નુક્સાન
૨.૫

ડોલર

૨.૫ ડોલર
કે ૧૩૦ થાય નુકસાન ફાયદો
2.5 ડોલર 2.5 ડોલર

બહુ શાંતિ થી વિચારશો તો આ પ્રકારનાં સોદામાં ફાવે છે કોણ?

  • જેની સ્ટ્રેટેજી સ્થિર હોય.
  • અને બ્રોકર જે બે બાજુ એક સોદા ઉપર દલાલી કમાય છે.

 

  • અત્રે “બ”ની સ્ટ્રેટેજી એવી હોય કે તે શેર લાંબો સમય રાખવાનો હોય અને વેચાણ એવી રીતે કરે કે તે  તે સોદો એક્ષીક્યુત ન થાય પણ એક્ષ્પાયર થાય. “ક” ને જાણકારી હોવી જોઇએ કે તે સોદામાં તે કંપની નો ભાવ ટુંકા સમયમાં વધતો હોવો જોઇએ