આજે ગમેલી ગઝલ

ગમો અને અણગમો બંને છે પ્રેમાભિવ્યક્તિ
હાસ્ય  રુદન સમી વહેતી અંતરાભિવ્યક્તિ-વિજય શાહ

મારા વગર તું એટલીયે એકલી ન થાય,
જેવી તું ગઈ કે તારી પૂંઠે મોકલ્યું સ્મરણ.- રવિન્દ્ર પારેખ

પારસમણિ વિના રે જે પથરા મળે રે, તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે, તેણે કાંઈ જીવપણું નવ જાય. – અખો

અબોલા કહાનથી લીધા રાધાએ બસ ત્યારથી
મહત્તા મૌનને લાધી પ્રીતિના અર્થભારથી.- ગીતાબેન પરીખ

2 Responses to આજે ગમેલી ગઝલ

 1. prekshak1 says:

  Priya vijaysaheb, sadar naman america thi.
  I am glad to see your site and hope youare sontinuing your good work on spreading the knowledge of gujarati literature. Thanks for that.
  I am writing to find out if i can somewhow get- buy-borrow-the dediacted CD of GaniDhaivala chacha’s published by GSSF, baroda ( See below in gujarati the wirteup that gave me a hint)??? i am an avid collector and listener – ( small writer) and lover of guj. geet- ghazal-nazm, kavita, live recordings of mushayro, etc. I would love to have Chacha’s this cd colelction you folsk published that time. is there anyway I can find out its availability – where, how . With much respect and sincere thanks,
  —raj sangoi – 0012013155240 -nj-USA., e-mail: sangoiraj@gmail.com .

  ગયા શનિવારે (જાન્યુ. 17) વડોદરાનાં ચં.ચી. મહેતા ઓડિટોરિયમમાં ગની દહીંવાળાનાં જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સુગમ સંગીત ફાઉંડેશન દ્વારા સુગમ સંગીત સમારોહનો સ્વરાબ્ધિનાં મોતી નામનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી જયદેવ ભોજકને સંગીત સેવા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ (લેખક: જયદેવ ભોજક) અને ‘ગની’ની મહેંક (લેખક: બકુલેશ દેસાઇ) નામનાં બે પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગનીચાચાનાં કાવ્યોની સુંદર સ્વર-મહેફિલ જામી હતી.
  ગુજરાતી સુગમ સંગીત ફાઉંડેશન દ્વારા આ શનિ અને રવિવારે (જાન્યુ. 24-25) પણ અમદાવાદનાં અંધજન મંડળના આંગણે એકમેકના મન સુધી નામનો બે દિવસનાં કવિ-સંમેલનનો કાવ્યોમહોત્સ્વ-2009 યોજવામાં આવ્યો છે; જેના વિશે સવિસ્તાર માહિતી અહીંથી મળી રહેશે.
  ખાસ આ કાર્યક્રમ નિમિત્તે ગનીચાચાનાં થોડા ગીતો અને ગઝલોની ઓડિયો-સીડી પણ બનાવવામાં આવી છે જેનું વિમોચન પણ આ કાર્યક્રમમાં થશે. આ ઓડિયો સીડીમાંથી લીધેલી એક ગઝલને આજે આપણે અહીં સાંભળીએ અને આ વર્ષનાં કાવ્યોમહોત્સવ માટે ગુજરાતી સુગમ સંગીત ફાઉંડેશન સંસ્થાને આપણે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ… તો ચાલો મિત્રો માણીએ, ગનીચાચાની આ ગઝલને અને એનાં ચાર સંગીતબદ્ધ અશઆરને.

 2. Sukhdev Patel says:

  Akhane ” Kho ” nahin aapi shakay.

Thanks for Inspiring me by your gracefull visit