સ્વાગત

 

 

ગુજરાતી સહિત્ય સરિતાની નૂતન વેબ સાઇટ ઉપર આપનુ સ્વાગત

 હ્યુસ્ટ્ન ના ગુજરાતી ભાષાનાં ગુજરાતી સાહિત્ય અને લલિત કલાઓ જેવીકે લોકસંગીત્,નાટ્ય અને ગુજરાતી પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રીત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારમાં સક્રીય છે. માતૃભાષાનાં અમર વારસાને આમ છેલ્લા પાંચ વર્ષથી તેઓ જીવંત રાખવા પ્રયત્નશીલ છે.   

ગુજરાતી સાહિત્ય સરિતાનાં હેતુઓ    .

ઉચ્ચકક્ષાનાં કવિ કે લેખક્ને આમંત્રણ આપી સ્થાનીક કવિ અને લેખકોનુ સર્જન સ્તર ઉંચુ લાવવા પ્રયત્નશીલ રહેવુ

૨.સ્થાનીક લેખન, યોગદાન કે સિધ્ધિ ને પ્રચલીત કે પ્રસિધ્ધ કરવા.

૩.લલિત કલાનાં કાર્યોમાં સહયોગ અને સહકાર આપવો

૪.સ્થાનીક અનુભવી કવિ અને લેખકોનો નવોદીત સર્જકોને લાભ મળે તેવુ ફલક આપવુ.  

દરેક મહીનાના પહેલા શનિવારે નિયમિત રીતે મળતા આ ગૃપમાં લગભગ ૩૫ જેટલા સક્રીય સર્જકો અને બીજા એટલાજ શ્રોતા છે. આ ગૃપમાં દાખલ થવા માટે એક મોટી જરુરીયાત છે અને તે ગુજરાતી ભાષા માટેનૉ પ્રેમ. 

વધુ વિગતો માટે સંપર્કઃ  

દીપક ભટ્ટ૨૮૧-૪૯૧-૬૬૮૩  deepak_bhatt@GujaratiSahityaSarita.com

રસીક મેઘાણી૮૩૨-૩૪૨-૧૧૩૧ rasik_meghani@GujaratiSahityaSarita.com

રસેશ દલાલ ૨૮૧-૮૫૬-૮૫૭૭  rashesh_dalal@GujaratiSahityaSarita.com

ચીમન પટેલ ૨૮૧-૪૯૫-૬૫૩૪   chiman_patel@GujaratiSahityaSarita.com 

વિશ્વદીપ બરાડ ૨૮૧-૪૬૩-૨૩૫૪VB_Barad@GujaratiSahityaSarita.com

વિજય શાહ ૨૮૧-૫૬૪-૫૧૧૬vijay_shah@GujaratiSahityaSarita.com

11 Responses to સ્વાગત

 1. hari barad says:

  you all are doing great job,

  keep it up,

  wish you all the best,

  Regards,

  Harisinh Barad
  Gujarat

 2. vishwadeep says:

  ધમ ધમતી ધરતી પર,સરકતી સરિતાના નીર ધીંગા-મસ્તી કરતા હોય્,
  ખેતરના ખોળામાં લીલોછમ પાક લહેરાતો હોય્,
  ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

  ચમકતી ચાંદની ચુંદડી પે’રી,લહેરાતા સાગરને લોભાવતી હોય્,
  મોજાની મદ મસ્તી સાથે રેતી રણજણતી હોય,
  ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

  વસંતી વાયરા કોયલનું કુંજન લઈ, પ્રેમીઓને પાગલ કરતા હોય્,
  કળીઓની મહેંકમાં યૌવનની અધીરાઈ હોય,
  ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

  શિખરોના શંખનાદ ટાણે, સૂરજ સંધ્યાને સોડમાં લઈ ઢળતો હોય,
  પંખીડાઓ ગીત-ગાતા ,વ્રુક્ષમાં વિસામો લેતા હોય,
  ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

  વરસાદ વરસી-વરસી થાકે ને સૂરજ કિરણ ડોકીયા કરતું હોય,
  નવરંગ વસ્ત્રપે’રી મેઘ-ધનુષ મન મુકી મહાલતો હોય,
  ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.

  પારણે બાળ ઝુલતું ને મા મધુર, મધુર ગીત ગાતી હોય,
  પ્રભુ મળવાની આશ લઈ ઘડપણ ગોથા ખાતું હોય,
  ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.

 3. Kadakia Pravina Avinash says:

  એક વ્યક્તિનું આ નથી કામ
  સમુહનું જુઓ શુભ પરિણામ

  ગુજરાતી સાહિત્ય સરિતાનો
  સાદ સુણો આપો પ્રતિસાદ

 4. jjkishor says:

  ખુબ જ આશાસ્પદ કામગીરી છે. અહીં એક મુક્તક [મોટેભાગે ઉ.જોશીનું] મુકવાનું મન છે :

  પાંચ આંગળી જેવા હતા પાંચ પાંડવ,
  વળી જે મુક્કી તે કિન્તુ, દ્રૌપદીના પ્રભાવથી.

  સૌને અભિનંદન !

 5. chetu says:

  હાર્દિક અભિનંદન..

 6. kapil dave says:

  khub khub abhinandan ane tamaru group joint karavu hoy to shu karvanu e jarur thi janavsho

 7. Harshawadan Shah says:

  Dear Sir,

  Your web link was sent to me by a friend from Houston on August 22, 07 when I was in U.S. and since than I am reading your articles with a lot of interest.

  I am a retired (from my own business house at Rajkot) engineer and have been writing Gujarati gazals since 2003 after my daughter in law encouraged me. My son and hi wife stay at Santa Clara ,California and we visit them every year.

  I took this opportunity to write to you since this was very similar to your sphere of activities.

 8. dineshjk says:

  અહીં આજે જ આવવાનું બન્યું કારણકે Blog of the Day (http://gujaratibloggers.com) ઉપર આના વિશે આજે વાંચ્યું. અહીં જે વાંચ્યું તેથી લાગ્યું કે અહીંનો ફેરો સફળ રહ્યો. ખાસ કરીને ચિંતનીય વિભાગ ખૂબ ગમ્યો. ગુજરાતી ભાષા વિશેના વિચારો જાણે મારાં પોતાનાં જ હોય તેવું લાગ્યુ.

  ફરી આવીશ, સમય મળ્યે આવતો રહીશ.

  અભિનંદન, આભાર, શુભેચ્છા સહ,

  દિનેશ કારીઆ
  અનુસ્નાતક ગણિતશાસ્ત્ર વિભાગ
  સરદાર પટેલ યુનિવર્સીટી
  વલ્લભ વિદ્યાનગર

 9. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

Thanks for Inspiring me by your gracefull visit