સ્નેહનો ઉજાસ

fikku-fas.gif

સ્નેહનો ઉજાસ

પુસ્તક સ્વરુપે વાંચવા આ લીંક ક્લીક કરો

ભાગ – 1 :   (વિજય શાહ) 

નામ એનુ ચારુલ ભટ્ટ પણ અમે તેને ચાલુવધારે કહેતા કારણ તેને કોઇ વિષયમાં અટકવુપડે તેવુ કદી ન સમજાય અને  જો તેને કોઇ છોકરી ની સામે વટ પાડવો હોય તો ખાસ.. એનીસ્વપ્ન સુંદરી હતી હીના. જ્યારે તે બાર વર્ષનો હતો ત્યારે.. એક જ પોળ અને એક જ ખડકીએટલે તેનો નિત્યક્રમ પાછલા બારણે દંત મંજન નાં બહાને કલકો સુધી હીનાનાં ઘરનુંબારણું જોયા કરવાનુ. શક્ય છે તે બાર વરસનાં ચારુને દસ વરસની હીના કલાકે એકાદ વખતનજરે પડી જાય. જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેના મિત્રો તેનાથી મોટા જ બનતા અને તેમિત્રોની શેરી વાતોમાં તેના મનમાં તે વાત ઘર કરી ગઇ કે તે રાજ કુમાર જેવો ગોરો છેઅને દુનિયામાં ધારે તે છોકરી સાથે તે વાત કરી શકે છે.. પણ કોણ જાણે હીનાની વાત આવેઅને તેના પગ પાણી પાણી થઇ જતા કેમકે  તે માઉંટ કાર્મેલ જેવી અંગ્રેજી સ્કુલમાંભણતી.પેલી ચિબાવલી કામિની તો તેને ચીઢવતી પણ ખરી કે મજાલ હોયતો હીનાને સ્કુટર્ ઉપરલીફ્ટ આપી જો તો જાણું.ચારુલ ત્યારે રુઆબ મારવા હીનાનાં ઘર પાસેથી સ્કુટર પર નીકળે તો ખરો પણ..હીનાનેત્યાં જુએ તો તેના પગમાં પાણી ભરાઇ જાય. કામિની,મીના, મધુ અને રત્ના સાથે પોળમાંધમાલ કરતા કરતા તેને તે પણ સમજાઇ ગયુ હતુ કે દરેક્ની સંયમ રેખા રેતીની પાળ જેવી છે.સહેજ અડપલુ કરે અને દરેક જણ ની તે પાળ ક્ષણ માત્રમાં કડડ ભુસ.બધીઓને સ્કુટર પરબેસાડી ગામ આખામાં રુઆબ મારતો પણ ચારુલને હીના અકળ ભુલ ભુલામણી લાગતી.કામિનીએ જ્યારથી ચેલેંજ મારી ત્યારથી એને થઇ ગયું હતુ કે હવે તો ઇજ્જતનો સવાલ થઇગયો છે ત્યારે તેણે વિચાર્યુ કે આજે તેની સ્કુલેથી તેને લીફ્ટ ના આપુ તો મારુ નામચારુલ નહીં. સ્કુલ છુટી ત્યારે સ્કુલનાં દરવાજા નજીક જાણે સ્કુટરનો પ્લગ સાફ કરતોહોય તેમ મશીન ખોલીને હીનાની રાહ જોતો ઉભો રહ્યો. તેનુ મન તેને સતત કહેતુ હતુ કેજીસકી જવાનીમેં કહાની ન હો વો જવાની કીસ કામકી? અને મનને પગમાં પાણી આવતા રોકવાપ્લગ લગાડી કિક મારવા લાગ્યો..ત્યાં હીના દેખાઇ અને મશીનને બંધ કરી એંની હિંમત એકઠીકરીને કહ્યુ હીના ચાલ હું ઘરે જ જઉ છું. અને મારકણા પણ નિર્દોષ સ્મિત સાથે હીનાપાછળની સીટ ઉપર બેસી ગઇ.ચારુલે ગીયર બદલ્યું અને સ્કુટર 30ની ગતિએ થોડુ ચાલ્યુ હશેને પેલુ પગમાં પાણીઆવવા માંડ્યુ અને ધડામ દઇને મશીનનું ઢાંકણું  ઉડ્યુ. હીનાએ ચીસ પાડી અને ચારુલનો પગપરાવર્તી ક્રીયા વશ બ્રેક ઉપર જોરથી દબાયો. હીના ચારુલને અથડાઇ પણ તે અથડાટ ચારુલનેસમજાય તે પહેલા તો સ્કુટર ઉભુ રહી ગયુ અને પાછળ આવતી કારને તે ઢાંકણું ધડામ અવાજસાથે અથડાયુ.હીના ગભરાતે અવાજે બોલી ચારુલભાઇ શું થયુ?’ ચારુલને સમજાયુ કે હીના જતી ન રહેતેની ઉતાવળમાં ઢાંકણુ બંધ કરવાનુ રહી ગયુ હતુ. સ્કુટર ઉભુ કરીને તે ઢાંકણું લેવાગયો ત્યારે કારવાળો મુંછોમાં મલકાતો બોલતો હતો રોડ ઉપરતો જરા ઝંપો..પોલીસ દાદાટિકિટ આપીને ગયા.હીના ચિંતિત હતી પણ તેને ચારુલની દયા આવતી હતી.ખૈર જેમ તેમ નીપટાવીફરી સ્કુટર ચાલુ કર્યુ અને હીના એ ફરી થી ન ગમતો પ્રશ્ન કર્યો ચારુલભાઇ કેમ કરતાઢાંકણુ ઉડ્યુ?’તે ચુપ રહ્યો પણ હીના ભાઇનો જે પથરો મારતી હતી તેથી ખુબ જ ઘાયલ થયોત્યાં સામેજોયુ તો કામિની અને મધુ મોં વકાસીને જોતા હતા. સ્કુટર હીનાનાં ઘર પાસે ઉભુ રાખ્યુઅને ફરીથી જો હીના ભાઇનો પથરો મારે તો શું જવાબ આપવો તે વિચારતો હતો ત્યાં થેંક્યુકહી ફરી થી મીઠુ હસતી તે ઘરમાં જતી રહી.ચારુને કોણ જાણે કેમ પોતાનો આ વિજય પહેલી વાર ફિક્કો ફસ લાગ્યો. ( ગુજરાત ટાઇમ્સ 16 માર્ચ 2007 માં પ્રસિધ્ધ થયો)

————

ભાગ – 2 : (વિજય શાહ)

ચિબાવલી કામિનીનાં તો હોંશ ઉડી ગયા પણ તેની ત્રણેય સખીનો મન માનીતો કાન રાધાનોથવાને બદલે રુકમણી અને સોળ હજાર રાણીઓને જીતી આવ્યો હોય તેવુ તેમને લાગ્યુ. ચારેયજણી અકાળે જાતે પગ પર કુહાડો માર્યાનો અનુભવ કરતી હતી. ચારુ ચુપ ચાપ ઘર તરફ વળી ગયોતે વાતે દાજ્યા પર ડામ જેવુ કામ કર્યુ. અને એમને એટલી બધી ચીઢ ચઢી કે હીના અને તેનીએકોતેર પેઢીમાં કામદેવ પગ ન મુકે તેવા નિ:સાસા નાંખ્યાં. ચારુલ હવે તેમને રોમાંચીતસ્વરુપે મળશે કે નહિ તેની ફીકરનો રસ્તો શોધવા ચારુની ભત્રીજી શીતલને રમાડવાનાંબહાને તેને ઘેર જવાનો પ્લાન બનાવ્યો.
આશીત ચારુનો મોટોભાઇ. તે બધુ સમજે કે આચારુની બહેનપણીઓ ચારુને મળવા અહી આવે છે પણ નાના જૈમિનનું નામ અને તે સૌનું ચારુનાંજોક્સ માણવા નું કામ. આમ તો અંદરો અંદર સ્પર્ધા પણ ખરી. ચારુ સારો સમય પાસ કરતો અનેકૃષ્ણ ભગવાન નો મીની રોમાંચક ભાગ ભજવતો. પણ આજની વાત કંઇક જુદી હતી.ભાઇનો પથ્થરએને મુંઝવતો હતો અને સાચા મનની વાત કરવા માટે આજે તેને સમય ન મળ્યો અને તકદીર આડુઆવ્યુ. દસ પંદર મીનીટ જૈમીન ને રમાડીને ચારેય ઘરે જવા નીકળી ત્યારે તો તેમને મનમાંવિષાદ યોગનાં વમળો ઘેરી ચુક્યા હતા. જોકે ચારુ તો તેમના કરતા પણ વધુ વ્યથીત હતો.મનમાં તે ગાતો હતો યે દુનિયા યે મહેફીલ મેરે કામ કી નહિ
સવાર પડી ત્યારે નિત્ય ક્રમ મુજબ વરંડામાં દાતણ કરવા જવાનુંટાળ્યું
ઘડીયાળમાં દસનાં ટકોરા થયા અને બસ સ્ટેંડ ઉપર જવામાં તેને કંટાળો આવ્યો.તેને ખબર હતી કે 10.10 ની બસમાં હીના જશે.
તેનો મિત્ર જગન ઘરે આવ્યો અને કહેઅલ્યા ચારુ આજે ઘડીયાળ મોડી ચાલે છે કે શું? કેમેસ્ટ્રીનાં મહેતા સરનો પીરીયડ નથીભરવાનો કે શું?”
સાડા દસે બંને મિત્રો પોળનાં નાકે આવેલી કોલેજ તરફ રવાનાથયા.
રોડ ઉપર બસ સ્ટેંડ ઉપર હીનાને ઉભેલી જોઇ જગન બોલ્યો ચારુ! હીના ઉભી છે.બસ ચુકી ગઇ લાગે છે.
ચારુનાં મોં પર વિસ્મય તો હતુ જ પણ ન જોયા જેવુ કરીને તેબોલ્યો આપણે શું?”
જગનને નવાઇ તો લાગી સામાન્ય રીતે હીનાને જોતાની સાથે જશરદપૂર્ણિમાનાં ચંદ્ર જેવુ તેનુ મોં ખીલી જતુ તેના ઉપર આ ગ્રહણ શાનું?
ત્યાંહીનાને સામેથી આવતી જોઇ જગન અને ચારુ બંનેની નજર તેના ઉપર જડાઇ ગઇ.
નજીક આવીનેતે બોલી આજે દાતણ કેમ ન કર્યુ?” અને એ મારક્ણી નજર સાથે તે ઘર તરફ વળીગઇ.
ચારુનો ચહેરો પાછો પ્રફુલ્લીત થઇ ગયો. જગનને કંઇ સમજ પડે તે પહેલા તેનામોંમાંથી એક આનંદની સિટિ વાગી ગઇ;
જંગલી ફિલ્મનાં શમ્મી કપૂરની જેમ તેના મનમાંગુંજવા લાગ્યુંતુમ કો મુજ સે પ્યાર હૈ.. પ્યાર હૈ..
આજે તેને પહેલી વખતલાગ્યું કે તેનો વિજય ફિક્કો ફસ નહોંતો ખાલી તેને હીના હેરાન કરતી હતી.
પડછાયાનીજેમ પીછો કરતી પેલી ચારેયને મનમાં થયું કે આ હીનાડી શું કહી ગઇ કે ચારુનાં મોંમાંથી સિટિ વાગી ગઇ..કામિની ઝડપ થી ચાલીને જગન સાથે ચાલતા ચારુને આંબીને કહે
કેમશું થયુ છે કે બે દિવસથી અમારી સાથે વાત નથી કરતા?”
ચારુ એ તરત જ મોહક રીતેહસીને કહ્યું કામિની મારે તો તારો વિશેષ આભાર માનવાનો છે. તેંતો ઉદ્દીપકનો રોલભજવ્યો છે તેથી?”
એટલે?”
રીસેશમાં કેંટીનમાં મળીયે એટલે વાત કરીયે, હમણાંતોહું સ્વર્ગમાંથી ધરતી પર નથી આવવા માંગતો.
ભલે હું એકલીજ આવું કે અમારી પલટનને પણ આમંત્રણ આપુ?”
જગન કહે દરેકની પોતાની સોલ્જરી છે કંઇ ચારુ કોઇનુ બીલ નથીભરવાનો.
પ્રોફેસર મહેતા કે જેમને તે રાજેશ ખન્ના હોવાનો વહેમ હતો. તે જાંબલીજભ્ભો અને આછા સોનેરી રંગનાં પેંટ પહેરી ને આવ્યા અને ઉદ્દીપકવિષય ઉપર ભણાવવાબેઠા ત્યારે ક્લાસમાં કામિની ને વધુ તાજ્જુબી થઇ. પ્રોફેસર મહેતા એ કહ્યું. આમ તોઓક્સીજન અને હાયડ્રોજન આકાશમાં સાથે રહેતા હોવા છતા તે બે વચ્ચે સંયોજન થઇને પાણીકેમ નથી બનતુ? સાગરને ઉકાળી વાદળ બનાવીને જ વરસાદ પડે તે કેમ? જ્યારે બે વાદળ અથડાયઅને વિજળી થાય ત્યારે તે વિજળી ઉદ્દીપકનું કામ કરી ઉંચા તાપમાને જળનું નિર્માણ કરે.જો વ્યખ્યા આપવી હોયતો ઉદ્દીપક એટલે એવુ પરિબળ કે જે ક્રિયાને ઉત્તેજન આપે પરંતુ તેક્રિયાનો ક્યાંય હિસ્સો બન્યા વિના ક્રિયા પુરી કરે.નવસારમાંથી મીઠુ બને ત્યારે તાપકે ગરમી તે ઉત્સેચકનું કામ કરે જેવા ઘણા દાખલા આપી સમજાવ્યું કે રસાયણીક પ્રક્રીયાઓસમજવા ઉત્સેચક્ને સમજવા જરુરી છે
.
ચારુનું મગજ તો આ વાતોને પોતાની જિંદગી સાથેવણતો જતો હતો. સામાન્ય રીતે હીનાને જોતા એનાં પગમાં પાણી આવતા હતા. એની હિંમત જનહોંતી થતી કે તે કદી એની સાથે વાત કરી શકશે. કામિનીએ શરત લગાવી તે ઉત્તેજનાએ કામકર્યું અને તેને સ્કુટર પર બેસાડવાની હિંમત કરી. હવે આગળ શું કરીશ? તે તો હજીસ્કુલમાં છે અને તેને કેવી રીતે સમજાવીશ કે હું આ બધાને લઇને ફરુ છું તે તો હસીમઝાક છે. સ્વર્ગમાંથી તેનુ અવતરણ ત્યારે થયું જ્યારે રીસેશનો બેલવાગ્યો..
કામિનીને ધાસ્તી તો પડીજ ગઇ હતી અને ઉદ્દીપકની વાતો જાણ્યા પછી પલટનનેસાથે લઇ જવાની મુર્ખતા ન કરાય તેવુ સમજી ગઇ હતી તેથી પલટનને બીજી ઉલઝનમાં નાંખી તેએકલી જ આવી. જગન પણ નહોંતો તેથી તેને એકલો ચારુ મળ્યો તે ગમ્યું.
ચારુ કામિનીનેઆવતા જોઇને પુછ્યુ શું લઇશ? હું બીલ આપવાનો છું.બટાટાવડાનો ઓર્ડર આપી કામિની નોહાથ પકડીને કહ્યું-
તુ માનીશ તેં એક સરસ મિત્રનું કામ કર્યુ. તારોઆભાર.
કામિનીની આંખમાં શંકા તો હતી પણ હવે તેનું હૈયુ થડકાર ચુકતું જતુંહતું.
પણ થયુ શું? પેલી હીનાડી તને શું કહી ગઇ કે તુ સિટિ મારી ગયો?”
જોકામિની તુ અને તારી પલટન મારી આગળ પાછળ કેમ ફરો છો તે ન સમજુ તેવો હું બાઘો નથીબરોબર? પણ આવાત તને એકલીને જ કહેવાય બધાની હાજરીમાં કે બધાને નાકહેવાય.
બટાટાવડા આવી ગયા હતા તેથી તે ખાતાખાતા તેણે શરત પછી થયેલ કમબખ્તી અનેત્યાર પછી બીજા દિવસની વાત કહી. રીસેશ પતી ગયાનો બેલ વાગતા વાત અધુરી રહી તે સાંજેમહાદેવનાં મંદીરે દર્શન કરવા એકલી નીકળજે કહી છુટા પડ્યા. ચારુનાં મોં પરનોપ્રેમાનંદ જોઇ કામિની જલી જતી હતી પણ જાતે પેટ ચોળીને શૂળ ઉભુ કર્યું હતું ત્યાંકોઇને શું દોષ દેવો?

————

ભાગ – 3 : (વિજય શાહ)

સાંજનાં ચારેક વાગ્યે વરંડામાંજઇ હાથ પગ ધોતા નજર હીનાનાં ઘર તરફ કરી તો કોઇ દેખાતુ નહોંતુ. શ્રાવણનો પહેલોસોમવાર અને મોદીની પોળનાં મહાદેવનં દર્શને જવાનો વાયદો કામિનીને કર્યો હતો. પાંચવાગે પાણી આવશે ત્યારે ફરીથી ડોલ પાણી માટે બહાર આવશે ત્યારે હીના દેખાશે તો વાતતેમ વિચારીને અંદર જતો હતો ત્યાં બારણું ખુલ્યું આછા બદામી શર્ટ અને ઘેરા કથ્થાઇબેલ બોટમમાં હીના ઉભી હતી.ચારુને ફરી પગમાં પાણી ભરાવાનાં ચાલુ થવામાંડ્યા અને છતા તેણી હિંમત કરીને હીના સામે હાથ હલાવ્યો..હીના મીઠુ મધ જેવું હસીનેઉભી રહી. જાણે કહેતી ન હોયબોલ મેરે રાજા.હવેચારુમાં થોડી હિંમત આવી અને તેની મમ્મીને કહેતો હોય તેમ મોટા અવાજે બોલ્યોહા. હું જવાનો છું, પાંચ વાગ્યે મોદી પોળનાં મહાદેવનાંદર્શને. પછી ઇશારા થી હીના ને પુછ્યુ તુ આવીશ? એણે હા પાડી અને હસતીહસતી અંદર જતી રહી.મોદીની પોળ ચારુ ની ખડકી થી બે પોળ આઘીહતી. ચાલતા પાંચ મીનીટ થાય.કલાકનો સમય છે તેમાં તૈયાર થતા દસ મીનીટ ..કામિની અને તેની પલટન ને મળવા માટે જે તૈયારી કરવી પડે તેના કરતા અહિં વધુ કરવીપડે તેમ વિચારીને સવારે દાઢી કરી હતી છતા અત્યારે ફરી દાઢી કરવા તે બેઠો. કોણ જાણેકેમ તેનાં મનમાં હાસ્યનાં હિલ્લોળ ઉઠતા હતા.મનમાં વારંવાર પ્યાર હુઆ.. ઇકરાર હુઆ નીધુન ગુંજતી હતી. દાઢી કરી સરસ રીતે નહાવું હતું પણ પાણી પાંચ વાગ્યે આવવાનુ હતુતેથી કચવાતા મને ડોલનાં પાણી થી મોં સાબુ થે ધોયુ. અરીસામાં જોયુ તો થોડુંક ઝાંખુલાગ્યું તેથી ફરી સાબુ લીધો..આ વખતે સુગંધી સાબુ લીધો અને બરોબર ઘસી ઘસીને ચહેરોસાફ કર્યો. આછો આછો પાવડર લગાડ્યો અને તેને ગમતા ફુલોની ભાત વાળા શર્ટંને ઇસ્ત્રીકરવા બેઠો અને લીલુ બોટલગ્રીન રંગનું પેંટ તે શર્ટની ભાતને સંપૂર્ણ મેચ થતુ હતુ તેપહેર્યુ.ત્યાં બાજુનાં રુમમાંથી જૈમિનને છાનો રાખતી જયાભાભીનો અવાજ આવ્યો અને ચારુબહાર નીકળ્યો. રસોડામાંથી મમ્મી એ કહ્યુચારુ ચા મુકું? મારીઅને જયાની મુકુ છુ.ચારુએ ઘડીયાળમાં જોયુ તો હજી સાડા ચાર થયાહતા એટલે હકાર માં માથુ હલાવ્યુ અને બહાર દિવાનખંડનાં હિંચકે બેઠો.તેને મનમાં થયું આજે આ સમયને શું થયું છે? હજી પાંચ વાગતા જ નથીછાપુ ફેરવ્યું. પેનથી બે ચાર કુંડાળા કર્યા અને બબડ્યો. ‘આ સમયને શું કહેવું? તૈયાર થઇનેબેઠો છું ત્યારે તે ચાલે કીડી વેગે’. મમ્મી તે વખતે ચા નો કપ લઇને આવ્યા અનેઆ બડબડાટ સાંભળ્યો અને પુછ્યું ‘ચારુ શું એકલો એકલો બબડેછે?’કંઇ નહિ આ જગત આવ્યો નથીતેથી.આજેશ્રાવણી સોમવાર છે તેથી મંદિરે જવાનાં છીયે.મમ્મીએ આશ્ચર્ય ચકીત અવાજે પુછ્યુંતે જગત વળી ક્યારથીમંદિરે આવતો થયો?’ચાપીતા પીતા ચારુ બોલ્યોમમ્મી ચા સરસ બનીછે.વાતને બીજે વાળી પાંચનાં ટકોરે તેઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે જયાની ચકોર દ્રષ્ટી માપી ચુકી હતી કે ચારુભાઇ આજે કોઇઅનેરી મૂડમાં છે.પોળમાંથી બહાર નીકળતો હતો અને એક બાજુથીકામિની અને મધુ આવતા દેખાયા અને સામે ની બાજુથી હીના ઘરમાંથી નીકળી.ચારુ ને પહેલી વખત તેનો મુક્ત વહેવાર બંધનરુપ લાગ્યો છતા તેણે હીના તરફ હાથ હલાવ્યો અને હીનાએ પણ તેના તરફ જવા પગઉપાડ્યા.ગામફોઇ સવિતા આ ચાળોજોઇ ગઇ. કહે છેને દો દિલોકે મીલને સે સો દીયે જલ જાતે હૈ પણ અહિ તો જુદુ હતુ દોદિલોકે મીલને સે સો દિલે જલ જાતે હૈજેમાં ગામફોઇ સવિતા ઉપરાંત કામિની પલટન અનેકિશન પણ હતો.

————

ભાગ – 4 : (વિજય શાહ)

હીનાને ચારુતરફ આવતી જોઇને કામિની અને કિસનનાં જીવ કપાઇ ગયા. પણ હીના અને ચારુ બંને પોતાનીસફળતા પર મુસ્તાક હતા. પણ ચારુ નાં પગમાં પાણી ઉતરતું જતું હતું તેથી તે કામિનીનેપણ સાથે લઇ જવા માંગતો હતો.આમેય હીરો ને એકાદ ચમચાની કે ચમચીની જરુર તો પડે જને?
એમની ખડકી પુરી થઇ અને હીના અને કામિની સાથે થઇ ગયા. હીનાએ પણ તેજ બદામીરંગનાં શર્ટ સાથે ચોકલેટી રંગનું બેલ બોટમ પહેર્યુ હતુ, હીના તરફ જોઇને ચારુ બોલ્યો-“હીના! હું અનેકામિની સાથે જ કોલેજ્માં છીયે તને તો ખબર છે ને?”તેણેહકારમાં માથુ હલાવ્યું અને મહાદેવનાં મદિર પાસે ફુલવાળાની છાબડી પાસે ક્ષણ ભર તેરોકાઇ. ચારુ આગળ નીકળી જતો હતો પણ તેણે જોયુંકે હીના ઉભી રહી હતી એટલે તે પણ ધીમોથયો અને હીનાની રાહ જોવા લાગ્યો. ત્યાં સુધીમાં કામિની મંદિરમાં પહોંચી ગઇ હતી અનેમધ મીઠું મલકતી હીના બે ફુલનાં પડીકા લઇ આવી ગઇ. બે મીનીટની નાની મૌન સફરમાં બંને એજાણે કેટલીયે વાતો કરી લીધી.બે વખત આંખ મળી, ટકી અને ઝુકી ગઇ.ચારુ એ જાણે ક્ષણમાંસ્વર્ગનું સુખ મળ્યું હોય તેવી તૃપ્તિનો અહેસાસ કર્યો.મહાદેવનાં મંદિરમાં બધા સાથે ઉભા દર્શનકરતા હતા. કિસન પણ તે વૃંદમાં જોડાયો. કિસનનો પરિચય હીનાએ આપ્યો તે તેનીસ્કુલમાં સાથે ભણતો હતો.મસ્તી મઝાકમાં ચારુ આમેય અવ્વલ હતો અનેમંદિર થી પાછા વળતા ધમાલમાં તેણે ભાઇશબ્દને ખુબ ચગાવ્યો..વીરમાંથી વીરા બની જતાદાખલાઓ દ્વારા કહી દીધુ પણ ખરું કે તેને કોઇની રાખડી પહેરવાનો શોખ નથી.પછી ભલેકિસનને તે શોખ હોય ત્યારે હીના હસી હસીને બેવડ વળી ગઇ. જોકે કામિની અને કિસન બંનેને હીનાનું આટલુ બધુ હસવુ યોગ્ય નહોંતુ લાગતુ પણ કરે શું? મીંયા બીબી જ્યાં રાજીત્યાંચારુ ધારતો હતો તેના કરતા આ વાત વધારે ઝડપથી આગળ વધી રહી હતી કારણકે આગ બંનેપક્ષે એક સરખી હતી.બંને પ્રેમી પંખીડા જાણે એક સુર માં ગાતા હતા
પ્યાર હુઆએકરાર હુઆ હૈ પ્યાર સે અબ ક્યું ડરતા હૈ દિલ્પોતાની ખડકીમાં દાખલ થતાં બંને એકલા પડ્યા ચારુ એ કહ્યું કાલે ફરીમળીશુને?”હીના કહે ગુરુવારે મને યુનીફોર્મની છુટ્ટી હોય છે. તમે સ્કુલે આવશો? મને ચોથોપીરીયડ ફ્રી છે.એટલે અઢી વાગે?”હાભલે ત્યારે ગુરુવારે મળીયેકહી ચારુ ઘર તરફ વળ્યો.ઘરે જગત રાહ જોતો બેઠો હતો.

———— 

ભાગ – 5 : (વિજય શાહ)

જગતને ઘરમાં જોતાની સાથે પેટમાં ફાળ પડી.. આ જગતે કંઇ બાફ્યુ ન હોય તો સારુ.જયાભાભી સાથે વાતો કરતા કરતા જગતે તાળો મેળવી લીધો હતો કે આજે મારા નામે કંઇક કારનામુથયેલ છે. તેથી બને તેટલા ટુંકા અને હા કે ના માં જવાબો આપી સમય કાઢતો હતો. ચારુ નેજોઇને તે હિંચકો છોડીને બહાર આવ્યો. સફળતાનો નશો કોઇ અનેરો હોય છે. જગતે ખાલી ઇશારાથી પુછ્યુ શું થયુ? અને ચારુનું મોં એકસો એંસી ડીગ્રીનું સદા બહાર હાસ્ય આપી ચુક્યુઅને જમણી આંખ મીચકારી.ચાલ હવે મારે તો મંદિર એકલાજ જવાનુ થયુને?” જગતે વાત ટુંકાવતા કહ્યુ .
ચારુકહે ના તુ ઉભો રહે હું થોડા પૈસા લઇ લઉં આપણે મિલન રેસ્ટોરંટ માં જઇ ને ચા પીશું
પોળને નાકે કોલેજને પાસે મિલન રેસ્ટોરંટ તરફ જતા જગત બોલ્યો ‘તારી હીના મને કાલે તારા વિશે પુછતી હતી.
મારી હીનાઅલ્યા હજી ભેંસ ભાગોળેછેને તુ ધમાધમ કરવા માંડ્યો.
હા મને કહે જગત ભાઇ આ ચારુભાઇ કૃષ્ણ કનૈયાની જેમગોપીઓમાં જ કેમ ફરે છે?’
સાચુ કહે છે? કે પછી ખિલ્લિ ઉડાવે છે?’
એને તો એમકે મધુ કે કામીની બેમાં  થી કોની સાથે તને ચક્કર છે?’
પછી?’
પછી શું મેંકહયું કે તેને તો તુ ગમે છે.
પછી?;
પછી શું તે તો રાજીને રેડ.
વાહ!જગત તે તો મારુ ઘણુ મોટુ કામ કરી નાખ્યુ.
હમણા ઘરે મારા નામે જે ચલાવ્યું હતુતે પકડાતુ પકડાતુ રહી ગયુ
’ચાલ્ ને પકડાયુ નથી ને? ભુલી જા અને સાંભળ આજે મંદીરેજતા જતા બહુ સરસ વાતો થઇ.
એ તો તારી વાત થી સમજાય છે.તમે બંને એક બીજા માટેહુંફાળી લાગણી ધરાવો છો તે તો સરસ વાત છે.પણ તેને સાચવવાની પુખ્તતા બંનેમાં આવી છેખરી?’
એ જગત હજી તો પાશેરા માં પહેલી પુણી છે એટલે એ ચર્ચા નથી કરતો પણ તેંમને બહુ જ આનંદ આપ્યો છે.
દોસ્ત સંભાળજે પહેલો પ્રેમ હવાનાં ઝોંકાની જેમ આવેછે અને તે સફળ થઇ જાય તે તો બહુ મોટુ નશીબ કહેવાય
તારી વાત સાચી છે દોસ્ત પણમારુ મન તો અત્યારે ઝુમે છે અને પેલુ ગીત સંભળાયા કરે છે..
ગુમ હૈ કીસીકેપ્યારમેં દિલ સુબહા શામપર ઉન્હે કહે નહી પાએંગે અપને દિલ કી બાતહાયે રામ!
જગતમિત્રતાની અને મિત્રની ખુશીને માણી રહ્યો

————

ભાગ – 6 : (વિજય શાહ)

 ગુરુવારની  સવારનો કુકડો બોલ્યો અને ચારુબ્રશ મોંમા લઇને બેઠો હતો. સામે ની ખડકીમાં હલચલ શરુ તો થઇ હતી પણ હીના હજી બહારદેખાતી નહોંતી. મનમાં ગીત ગાતો જતો હતો તેરે દ્વાર ખડા એક જોગી ના માંગે યે સોનાચાંદી માંગે દર્શન તેરે
ક્ષણોમીનીટોમાં અને મીનીટો કલાકોમાં ફેરવાઇ ગયા અને અપેક્ષા પ્રમાણે ન થવા થી થોડોકધુંધવાઇને આંટા ફેરા મારવાની શરુઆત કરી. અને બારણાની પાછલ થી લુચ્ચુ હસતી હીનાએઆવીને ગૂડ મોર્નીંગ કહ્યું.
ચારુ હવેમૂડમાં આવ્યો ઇશારો કરીને કહી દીધુ કે બે વાગ્યે તે સ્કુલ ઉપર આવીજશે..
હેતાળવુ સ્મીત અને મનને પ્રસન્નકરતી મુદ્રામાં હીનાએ તેનુ ઇજન સ્વિકારી લીધુ.નીલવર્ણનું બેલબોટમ અને ઉપર મોરપીંચ્છ રંગનુ ટોપપહેરીને શાળા માંથી બહાર નીકળી.ચારુનાંસ્કુટર ઉપર બેસીને માઉંટ કાર્મેલ સ્કુલમાંથી નવરંગપુરા તરફ સ્કુટરે ગતિ પકડી ત્યારેચારુ એ પુછ્યુ
ક્યાં જઇશું?’
કોઇકશાંત જગ્યાએ જ્યાં થોડીક વાતો થઇ શકે
લો-ગાર્ડન પસાર થતુ હતુ ત્યાં જગતનીપુખ્તતાઅંગેની ટકોર યાદ આવી અને લો- ગાર્ડનને જવા દઇ એલીસબ્રીજની પાસે આવેલી મહેતારેસ્ટોરંટમાં પહોંચ્યા.
વાડીલાલસારાભાઇ હોસ્પીટલ પાસે આવેલી આ હોટેલ બપોરે શાંત હોય છે અને ભેળ એ ચારુનો ભાવતોખોરાક છે તેથી ત્યાં એક ખુંણામાં ટેબલ ઉપર બેઠા.
ચારુને હીનાની હસતી આંખો અને કપાળ ઉપરનો મેચીંગ કરેલોચાંદલો ખુબજ ગમ્યો..પણ ફરી પાછુ પગમાં પાણી ઉતરવા લાગ્યુ. તેણે ધ્યાનથી જોયુ તોહીના પણ અસ્વસ્થ તો લાગતી હતી પણ તે રાહ જોતી હતી કે ચારુ કંઇક બોલે. અને ચારુનીબધી વાચા જાણે હણાઇ ગઇ હોય તેમ લાગતુ હતુ.ત્યાં વૈટર મેનુ આપીને ગયો
હીનાબોલીતમે શું ખાશો?’”
’ભેળ..અમીરી ભેળ.અને તુ શું ખાઇશ?”હું પણઅમીરી ભેળ જ લઇશ-એક વાત કહું?
’‘
એક નહીંદસ કહેને.. આજે તુ બોલ અને હું સાંભળુ’’ ચારુનેપોતાના મોંમાંથી નીકળતા શબ્દો પર વિશ્વાસ નહોંતો બેસતો.
’તમેમને તુંકારો કર્યો તે ગમ્યું’-
ચારુમુગ્ધતા થી તેને જોઇ રહ્યો
હીના હુંજ્યારથી સમજણો થયો ત્યારથી તુ તો મારા મનમંદિરમાં પ્રિય પાત્ર તરીકે સ્થાપિત થયેલીછે. એ વાત જુદી છે કે તે એક તરફી પ્રેમ આજે બેઉ તરફી બની રહ્યો છે.
’’
કેમ એવુમાની લીધું કે મને પણ તમે ગમો છો?
’’
જગતે મનેઇશારો આપી દીધો હતો.
ચાલોમારી મોટી મુંઝવણ જગતભાઇએ આસાન કરી દીધી
’‘
તને ખબરછે કામિનીએ મને ઉશ્કેર્યો ન હોત તો કદાચ આ એકરારની અને મિલનની ઘડી હજી સુધી ન આવીહોત.
’’
હું પણતમારી નજરની વિહ્વળતા છેલ્લા બે વરસોથી જોતી હતી પણ કાલીન્દી બેન અને મયુરી બેનનુંકશુ નક્કી થતુ નથી અને હું તમને છોકરીઓનાં ટોળામાં ફરતા જોતી હતી તેથી બીક લાગતીહતી ક્યાંક મોડુ ન થઇ જાય.
ખેર! આજેશું થયુ હતુ? સાઢા સાત થયા તો પણ બહાર નહોંતી આવી?’
હું તમનેછુપાઇને જોતી હતી.
’હં..ગઠીયણ!
પિયુનેછુપાઇને ધુંધવાતો જોવો એક લહાવો છે.
ત્યાં ભેળ આવી ગઇસાજન તમેઓરા આવો તો કહું એક વાત કાનમાંગણગણતીએ ટુંકી મુલાકાત બંને હૈયાને પ્રેમવિભોર કરી ગઇ…. 

———— 

ભાગ – 7 :  (અનિલ શાહ)

ઘરે પગ મુક્તા જ મયુરી બોલી હીના મારોઇસ્ત્રી કરેલો ડ્રેસ તુ સ્કુલે પહેરી જાય તે ન ચાલે તારે તે પહેરતા મને પુછવુજોઇએ.હીના મયુરી ને સાંભળ્યુ ન સાંભળ્યુકરી તેના રુમ માં જતી રહી..મનમાં તેંને થયુ ચોવીસ વરસની ટરચી થઇ પણ હજી રખડે છે.અને મનમાં ને મનમાં પોતાને મળેલી જીતમાં રાચતી તે નહાવા ગઇ. બહાર નીકળી ત્યારેકાલીન્દી એ શુભ સમચાર આપ્યા આજે મયુરી બેન ને જોવા પપ્પનાં શાળા મિત્ર કંચન પરિખઅને તેમના ધર્મ પત્ની ઇંદુબેન આવવાનાં છે. અને મયુરીનો તે ડ્રેસ હીનાએ બગાડી નાખ્યોતેની રોકકળ હતી. મમ્મી પણ થોડા વ્યગ્ર તો હતા પણ તેમણે ખાલી એટલું જ કહ્યું મયુરીબેલ બોટમ પહેરવાને બદલે સાડી પહેરજે. હું ઇંદુને જાણુ છું ઘર તો સરસ છે જ. મૃગેશનેતુ ગમે એટલે ભયો ભયો.
મયુરી તરત જ બોલી મમ્મી મને પણ તે ગમવો જોઇએ..એમ કંઇ વાતોકર્યા વિના હું હા નથી કહેવાની.રસોડામાં થતી ધમાલને જોતા લાગ્યુ સાંજે મોટો જમણ વાર છે તેથી તે કાલીન્દી સાથેપુરી તળવા લાગી. મનો મન તે ચારુની વાતો વાગોળતી મલકતી હતી તે જોઇને કાલીન્દી એપુછ્યુ  “હીના આજે શાળામાં કંઇ બન્યું છે?”નારે આજે અમારી ટીમ વોલીબોલમાં જીતી ગઇ એટલે..હીનાએ ગપ્પુ માર્યુ.જુઠ્ઠુ ના બોલીશ. કીશન તો વીલે મોઢે આવ્યો હતોકીશનીયાને તો રેફ્રી સાથે માથાકુટ થઇ હતી એટલે તે તો રમ્યો જ નથીહું કંઇ તારો છાલ છોડવાની નથી. આજે સરસ ડ્રેસ પહેરીને સજી ધજીને બેન ગયાહતા..શું કર્યુ પરાક્રમ બોલો તો..હીનાની આંખોમાં શરમનાં શેરડા ઉતર્યા અને અંતરની ખુશી છલકી ગઇ.
તે ધીમે રહીનેબોલી બેન ચારુ સાથે આજે હા થઇ ગઇ.અરે વાહ! અભિનંદન! અને વહાલ થી તેને માથે હાથ ફેરવ્યો.. બરોબર સાતનાં ટકોરે મયુરીબેન ને જોવા બધા આવ્યા. મૃગેશ સરસ હતો તેનોપોતાનો રંગ બજારમાં સ્ટોર હતો પૈસાને તો કમી હતીજ નહી અને મયુરીને પણ ના કહેવાનુંકોઇ કારણ નહોંતુ
બધા સાથે જમવા બેઠા ત્યારે કાલીન્દી બેન ની સાથે પણ મૃગેશ વાતોકરતો હતો અને કાલીન્દી ઝુઓલોજી કરીને મેડીકલમાં જવાની વાત વિચારે છે અને તરત જ તેબોલ્યો મારો નાનો ભાઇ હરનીશ પણ બી.જે. મેડીકલમાં છે તમને એડમીશનમાં મદદ કરીશકશે.મૃગેશનાં મમ્મીએ તર્ત જ વાતનો દોર હાથમાં લેતા કહ્યું હરનીશે તો કાલીન્દી માટેપોતાના હકારત્મક વિચારો બતાવ્યા છે.
આજે દિવસ સારો છે અને બંને બહેનો અમારેત્યાં આવશે તો અમારે માટે તો સોનામાં સુગંધ છે.મયુરીની સાથે સાથે હવે શરમાવાનો વારોકાલીન્દીનો હતો.પપ્પાએ કાલીન્દીની સામે જોયુ અને દિકરીનાં મનને ત્વરીત રીતે વાંચીનેકહ્યું..રાધા જો તને કહેતો હતોને કે આપણી દીકરીઓ માટે જરાય ચીંતા કરવાની જરુરનથી..તેમનો યોગ જન્મે એટલે બધુ સરસ રીતે પતી જાય.
કંચનભાઇ અને મહેન્દ્રભાઇ એસંમતિ આપી અને ઘરની ખુશી બેવડાઇ. સગાઇ પહેલે નોરતે નક્કી થઇ અને હર્નીશને પણ ફોનકરીને શુભ સમચાર અપાયા.
રાધાબેન અને ઇન્દુબેન બંને બહેનપણીમાંથી વેવણો બની અનેમો મીઠા કરાવ્યા.

————

ભાગ – 8 : રસભીનો ચારુ (પ્રવિણા કડકિયા)

 ચારુ અનેહીના પ્યારનો એકરાર કરીને ખૂબ હળવાશઅનુભવી રહ્યા હતા.  હીના તોસ્વપનાની દુનિયામા વિહાર કરી રહી હતી.ચારુ હીના તરફથી  લીલી ઝંડીમળી ગયા પછી ખુશ મિજાજમાં જણાતો. પહેલોપ્યાર વસંતનીખુશ્બુ ફેલાવે. જેણે જેણે તે માણ્યો હશેતે આ વાતનીસાક્ષી પૂરશે. હીના જે પાંચ મિનિટમા તૈયારથતી હતી તેને હવેટાપટીપ કરતા ત્રીસેક મિનિટલાગતી. ચારુ મહિને પણ જો તેના બાકહેબેટા વાળકપાવી આવતો.તો હજાર બહાના બનાવતો પણહવે તોબહાના બતાવવાને બદલે પંદર દિવસે હજામને ત્યાં પહોંચી જતો. દિવસમાં બે વારઅસ્ત્રો ફેરવતો. જો કદાચ હીના ગાલપર ટપલી મારે તો તેને ખરબચડું ન લાગવુંજોઈએ તેથીસ્તો. હીનાનેભગવાને ફુરસદે ઘડી હતી. તેદેખાવડી હતી.પણ જ્યારે ચારુ તેના વખાણ કરતો ત્યારેલજામણીના છોડની માફક શરમાતી, સંકોચાતી. જીવનનો આ ખૂઊઊઊઊઊઊબ સુહાનો કાળ છે. હીના  અને ચારુ તેનોભરપેટ લહાવો માણતા હતા.શાળાનું છેલ્લું વર્ષ હતું. મીડટર્મપરિક્ષા માથે હતી તેથી વાંચવુપણ આવશ્યક હતું. મને કમને બંને ભણવામાં ચિત્ત ચોંટાડવાનૉદેખાવ કરતાંહતા. હીના ચોપડી ખોલે ને તેને ચારુ નુમુખ
દેખાતું. ચારુ વાંચવા બેસેને તેને નટખટ હીના દેખાતી. મન મક્કમ કરીનેસારા ગુણાંક મેળવી પાસથવાનૉબને એ નિરધાર કર્યો હતો.  સમય કાઢીને તેઓ અચૂક મળતા. રાતેમોડાસુધી ન વાંચવુ. સવારે વહેલાઉઠી વાંચવુ તેવું નક્કી કરવામાં આવ્યુંહતુ.જગતે તે દિવસે નવરંગપુરાનાં  થીયેટર નીમેટીની શોની ટીકીટ પરીક્ષા પત્યાનાં માનમાં લાવીને આપી.શનીવારનો મેટીની શો એટલે દસે ચિત્ર શરુથાય અને સાઢાબારે પતી જાય.  હીના ખૂબસુંદર તૈયાર થઈ હતી. આછા જાંબલી રંગનોપંજાબી તેને અનુરૂપદાગીનો પહેર્યો હતો. હાથમાંનવું પાકિટ ઝુલાવતી તેને  આવતી જોઈને ચારુમંત્ર મુગ્ધ બની ગયો.
અરે ઇંન્દ્રની મેનકા કરતા પણઆજેતું સુંદર લાગે છે.હીના કહેતું પણ કામદેવ થી કમનથી. બંને  જણાપ્રસન્નતા થી મલક્યાં. ઉષા ખીલી હતી. મનગમતો સાથ હતો,જુવાન હૈયાહતા. પાગલ ન બને તો જ નવાઈ લાગે.હાથ માંહાથપરોવી બંને પોતાનીજગ્યાપર આવીને બેઠાં. ચારુ ખીસામાં મોટી બેકડબરી લઈને આવ્યો હતો.ચિત્રપટમાણ્યું કેડબરી ખાધી અને યુવાન હૈયાં ધબકીરહ્યાં.   અંત જેવોઆવ્યો કે હીના બોલી પડીચારુ મને કકડીને ભૂખ લાગી છે.જ્યાં આપણાપ્રેમ નો એકરાર કરી બેકરાર થયા હતા તેમહેતાની ભેળ ખાવા મને લઈ જા.પછીહેવમોરનો આઈસક્રીમ હું ખવડાવીશ.’   સ્કૂટર પર બેસીને મહેતા’  રેસ્ટોરંટ પર પહોંચ્યા અને હજીજેવો ચારુએહીનાનો હાથ પકડ્યો કે ઝાટકા સાથે તેણેછોડાવ્યો. ચારુ વિસ્મયપૂર્વક જોઈ રહ્યો. હીનાખિલખિલ કરતી હસી પડી. ચારુનેકહે તું જ્યારેમારો હાથ તારા હાથમાં લે છે તે મને ખૂબગમે છે. પણ હું તનેખાનગીવાત કરૂં?   હું નાનીહતી ત્યારે જો કોઈ પ્રેમ પંખીડા આમ હાથમાંહાથ પરોવી ચાલતા હોય ત્યારેહું તેમેની વચ્ચેથી નિકળતીહતી.  મને તેમને છુટા પડીને મારી સામે વિચિત્ર રીતે જોતા જોવા બહુ ગમતા પણ મારેકોઈને આવી તક નથી આપવી તેથીમેંતારો હાથ છોડાવ્યો. ચારુ તો સાંભળીને મનહીમન મુસ્કુરાઈ રહ્યો.હીનાતોફાની પણ છે અને મારકણી અદાઓ પણ છે અને સૌથી મોટી વાત એ છે કે તે મારી છે.. તેનીમુશ્કાન હીના માણી રહી  *** કાલીન્દી અને હીના ચારુને ત્યાં આવ્યાત્યારે જયાભાભીની આંખ વિસ્મયથી પહોળી થઇગઇ. ભટ્ટ કુટુંબને પહેલે નોરતે તેમનેત્યાં નિમંત્રણ આપવા આવ્યા હતા. ચારુ ઘરમાંનહોંતો તેથી આમંત્રણ પત્રિકા જયાભાભીનેઆપીને તે લોકો નીકળી ગયા.
ચારુ જ્યારેઆવ્યો ત્યારે જયાભાભીએ પોતાનું વિસ્મયબતાવ્યું ત્યારે ચારુએ હસતા હસતા કહ્યું ખડકીમાં તોઆમંત્રણ હોય જ ને! જયાભાભી કહેચારુ ભાઇ આતો વિશેષ આમંત્રણ હતુ. તમનેતેમને ત્યાંઅગાઉ પ્રેક્ટીસ માટે આગોતરું આમંત્રણછે.ચારુએ તેનુ અજ્ઞાનબતાવ્યું અને કહ્યુંકદાચ અંતાક્ષરી રાખવાની હશેતેથી ખડકીનાં છોકરાઓને ભેગા કરવાના હશે તેથીજેહોય તે પણ ભાભી તમે કેમ આટલા બધા પ્રશ્નોપુછો છો?’
મને કોઇક્નું કલ્યાણ થતુહોય તેમ લાગે છે તેથી..જરા ફોડ પાડીને કહો તો ખબર પડેચારુભાઇએકપાયલ ને ઘાયલ છુપ્યા છુપાય નહીં..અને હીનામારી દેરાણી થઇને આવશે તો મને ગમશેહોં!
ઓ હો ભાભી તમે તો ત્રિકાળ જ્ઞાનીનીકળ્યા..તમારા મોંમાં ઘી ગોળ એવુ થાયતો. જો કે પ્રયત્નો તો ભરપુર ચાલેછે..તીરછી નજરે ઝીંણી આંખ કરીને હકારે માથુ હલાવતોતે ભાભીનાં ચક્રવ્યુહમાંથી હાર્યા વિનાનીકળી ગયો. તેનુ મન ગણ ગણતુ હતુ હો આજ મૌસમબડા બેઇમાન હૈ બડા બે ઇમાન હૈઆને વાલા કોઇ તુફાન હૈ આજ મૌસમ..

ભાગ – 9 :   અંતાક્ષરી   (કિરીટકુમાર ભક્તા)

નોરતાની પહેલી રાત નો આનંદ મયુરી અને કાલીન્દી કરતા હીના ને વધુ હતો. કારણ તો તેને સમજાતુ નહોંતુ પણ તેને બધુજ સહજ અને સરળ લાગતુ હતુ.. સાંજે ચારનાં સુમારે પરીખ કુટુંબો સગાઇ માટે નજીક ભાડે રાખેલ હોલમાં ભેગા થવાનાં હતા. ભારે સાડીઓ અને મેકઅપ માં બંને દીકરીઓને તૈયાર થયેલી જોઇ મહેન્દ્રભાઇ અને રાધાબેનની આંખ ઠરી.  અને રુપીયો નાળીયેરની વીધી પતી ગયા પછી સામાન્ય રીતે છોકરાઓ પાર્ટીનાં મુડમાં આવે અને હીનાએ પ્રસંગોપાત નટરાજ પ્રણામનું નૃત્ય કર્યુ.પ્રાર્થના પત્યા પછી અંતાક્ષરી શરુ થઇ. ચારુ શાંત હતો તેથી કામીની પાસે આવીને કહે કેમ રે હીરો! કોના પક્ષમાં?પક્ષતો પોળનો જ હોયને.. પણ આ બીજા બધા જરા થાકે પછી આવુને?
બે પક્ષ હતા કન્યા પક્ષ અને વર પક્ષ.. બેઉ તરફ સ્પર્ધા જબર જસ્ત હતી. એક સમય આવ્યો જ્યારે ઉપર કન્યા પક્ષ અટક્યો ત્યાર ચારુએ ગીત ઉપાડ્યુ
ઠુમક ઠુમક મત ચલો કીસીકા દિલ તડપેગા અને એક્દમ ઉત્સાહનું વાતાવરણ જામી ગયુ. ગીતો તો ગવાતા રહ્યા. સાંજનાં સાતનાં સુમારે સૌ જમવા બેઠા ત્યારે સવિતાબેન નો બડબડાટ ચાલુ થયો.
..આ આજકાલનાં જુવાનીયા વડીલોની કોઇ શરમ રાખતા જ નથી…આતો વિવાહ છે કે ધતીંગ? આટલી બધી ધમાલ તે કંઇ હોતી હશે? ચુપ ચાપ જમીને છુટા પડો…
ચારુ તે વખતે છેલ્લુ વિજયી ગીત ગાતો હતો જે પ્રસંગને પણ અનુરુપ હતુ
તારોમેં સજકે અપને સુરજ્સે દેખો ધરતી ચલી મિલને…
અને તાળીઓનાં ગડગડાટ સાથે માઇક ઉપર દાંડીયા રાસનું આમંત્રણ અપાયુ. અંતાક્ષરી જીતેલ કન્યા પક્ષ અને નોરતામાં ઝુમવાની નેમ સાથે આવેલ મિત્ર વૃંદ સક્રિય બન્યું.હોલમાં જમણ વાર ચાલુ હતો અને જુવાનીયાનાં ટોળામાં હીના અને ચારુ પણ મનથી ઘુમતા હતા અને ત્યાં ચારુ ચક્કર ખાઇને રંગ મંચ ઉપર ગબડ્યો. આશીત જયાભાભી જગત અને હીના તેને ઉઠાડવા ગયા તો પરસેવે રેબઝેબ ચારુ બોલ્યો “મને પેટમાં બહુ દુ:ખે છે.”
હરનીશે તરત જ તેને પંખા નીચે લઇ જઇને નસ તપાસી. ધબકારા માપ્યા અને પુછ્યુ
ક્યારેય આવુ થયુ છે ખરુ?
નકારો આપતા કહ્યું મને શું થયુ છે પેટમાં અસહ્ય દુ:ખે છે. હરનીશે કામીની ને કહ્યુ
મને ટાંકણી કે સેફ્ટી પીન આપતો.
હીનાએ તેના અંબોડામાંથી પીન કાઢીને આપી. ચારુનાં શર્ટને ઉંચુ કરી પેટનાં દુખતા ભાગ ઉપર સહેજ અડાડી ત્યાં ચારુથી ચીસ પડાઇ ગઇ.
હરનીશે કહ્યું હું તાબડતોબ હોસ્પીટલમાં આને લઇ જવાનુ સુચન કરુ છું તેને એપેંડીસાઇટીસનો દુખાવો છે અને કદાચ ઇમર્જંસીમાં તેનુ ઓપેરેશન પણ કરવુ પડે.
હીનાથી ચારુ નો દુખાવો જોવાતો નહોંતો અને તે પણ ધ્રુસકે અને ધ્રુસકે રડતી હતી.
રાધાબેનને નવાઇ તો લાગી પણ જ્યારે સવિતાબેને કહ્યુંકે તે બે જણા તો સાથેજ બહાર ફરતા હોય છે ત્યારે તેમને મૉટો ઝાટકો લાગ્યો..હીના તો હજી ઘણી નાની છે..

————

ભાગ –  10 :  દે એક મહાન દર્દ અને પારાવર દે!   (ઊર્મિસાગર)

હરનીશ કારને બને એટલી પૂર ઝડપે દોડાવતો હતો. ચારુની વેદનાભરી ચીસોથી એને પળભર તો લાગ્યું કે જાણે એ કારને ક્યાંક ઠોકી તો નહીં દે ને?! મનોમન એનાથી ભગવાનને પ્રાર્થના થઇ ગઇ કે હેમખેમ હોસ્પીટલ પહોંચાય તો સારું. આગળ પેસેંજર સીટમાં બેઠેલો આશિત પણ એના લાડકા નાના ભાઇને લાચારીથી કણસતાં અને તડપતા જોઇ રહ્યો હતો, બીજું એ કાંઇ કરી શકે કે ચારુને કાંઇ કહી શકે એમ પણ નહોતો. ખોળામાં ચારુનાં મસ્તકને પ્રેમથી સહેલાવતા મોટીબેન જાણે કે એની થોડી પીડા હરી લેવા માંગતા હતા.. પરંતુ એમની આંખોમાં પણ ગંગા જમનાએ માઝા મુકી હતી… ચારુની વેદનાથી વ્યથિત થયેલા મોટીબેનથી એકવાર તો બૂમ પણ પડાઇ ગઇ કે “આ હોસ્પીટલ જલ્દી કેમ નથી આવતી? હરનીશભાઇ તમે રસ્તો ભૂલી નથી ગયા ને?” એમને તો એક એક મિનીટ એક એક કલાક જેટલી ભારે લાગતી હતી. પણ હોસ્પીટલ તો થોડી જ મિનીટોમાં આવી ગઇ.ચારુને તરત જ ઈમરજન્સી વોર્ડમાં લઇ ગયા… બહાર મોટીબેન, હરનીશભાઇ અને આશિત ઉંચા જીવે બેઠા હતા. થોડીવાર બધા ચૂપ બેસી રહ્યા… પણ પછી મૌનનાં ભારને ભાંગતા હરનીશે એકધારા આંસુ સારી રહેલાં મોટીબેને સાંત્વન આપવાની કોશિશ કરી…
”માસી, તમે ચિંતા ન કરો… આ એપેંડીક્ષનો દુ:ખાવો જ છે એટલે એ લોકો હમણાં જ તાત્કાલીક ઓપરેશન કરી દેશે…. અને પછી જો જો ને તમારો ચારુ થોડા જ દિવસમાંપહેલાંની જેમ મસ્તી કરતો થઇ જશે.”
”હા મમ્મી, એપેંડીક્ષનું ઓપરેશન તો હવે એકદમ સામાન્ય વાત થઇ ગઇ છે… તું ચિંતા ન કર… ચારુને એમ પણ બીમાર પડી રહેવાનું જરાયે ગમતું નથી… ડૉક્ટરો આરામ કરવાનું કહેશે તો પણ તને તો ખબર છે કે એ તો બે-ત્રણ દિવસમાં જ ફરતો થઇ જશે…” આશિતે મોટીબેનને કહેવાને બહાને પોતાના મનને પણ સમજાવ્યું.

”ભગવાન કરે બધું હેમખેમ પાર પડી જાય બેટા… એક તો પપ્પાને પણ હમણાં જ બહારગામ જવાનું રહી ગયું હતું!  આપણો ચારુ જો જલ્દી સારો થઇ જશે તો હું 21 નકોરડા ગુરુવાર કરીશ અને એને શિરડી પગે લગડાવવા લઇ જઇશ…” ડૂસકાં ભરતા ભરતાં મોટીબેને તો એના શિરડીવાળા સાંઇબાબા સાથે શ્રદ્ધાનો સોદો પણ નક્કી કરી લીધો.
થોડીવારમાં જગત પણ આવ્યો અને આશિત પાસે જઇને ચારુની પૂછતાછ કરી… એટલામાં તો પોળનાં બીજા થોડાં માણસો પણ આવી ગયા… હવે કોઇ ડૉક્ટર કે નર્સ આવીને ચારુની હાલત જણાવે એની રાહ જોતાં સૌ બેસી રહ્યા. હજી કેમ કોઇ આવ્યું નહીં એ વિચારતો હરનીશ થોડીવારે
ડૉક્ટરને ચારુ વેશે પુછવા ગયો. આશિતે એ નોટીશ કર્યુ.
હરનીશને ગયાને પણ લગભગ વીસ-પચીસ મિનીટ થઇ ગઇ હતી, પણ ન તો કોઇ ડૉક્ટર કાંઇ કહેવા આવ્યું હતું કે ન હરનીશ હજી પાછો આવ્યો હતો… આશિત મનોમન ચિંતીત થવા માંડ્યો… ત્યાં જ એણે હરનીશને આવતો દેખાયો..
હરનીશે આવીને આશિત અને સવિતાબેનને કહ્યું કે “ચારુનો દુ:ખાવો અત્યારે બંધ થયો છે, એને ઘેનનું અને દુ:ખાવાનું ઇંજેક્ષન આપ્યું છે એટલે એ આરામ કરે છે… અને દુ:ખાવો એપેંડીક્ષનો નથી પણ એના પેટમાં પથરી છે, એનો છે! જેને કાલે ઓપરેશનથી કાઢી લેવામાં આવશે… આજે તો ચારુને મળવાની રજા નથી.” પછી પોળના માણસો તરફ જોઇને કહ્યું કે, “તમે બધા ચિંતા ન કરો, ફંકશન પણ લગભગ પતી જ ગયું છે… એટલે તમે બધા ઘરે જઇ શકો છો…”
“ભાઇ, હું અહીં રાત રહું?” જગતે પૂછ્યું.

“ના જગત, તું મમ્મીને ઘરે લઇ જા… હું જ આજે રાતે અહીં રોકાઇશ.” આશિતે જગતને કહ્યું.

“પણ મારે પહેલાં ચારુને જોવો છે… મને મળવા નહીં દે ત્યાં સુધી હું નહીં જાઉં”, મોટીબેનનું મન હજી માનતું નહોતું… આશિતને ખબર હતી કે મમ્મી ચારુને જોયા વગર તો ઘરે નહીં જ જાય, એટલે એણે હરનીશ તરફ જોયું… હરનીશ પણ જાણે એની આંખની ભાષા સમજી ગયો હોય એમ બોલ્યો, “ચાલો માસી, હું તમને ચારુને જોવા લઇ જાઉં, પણ તમે એને ડીસ્ટર્બ ના કરતા…”

ચારુને નિરાંતે સૂતેલો જોઇને મોટીબેનને થોડી હાશ થઇ… ચારુનાં માથે મમતાભર્યો હાથ ફેરવીને એના કપાળને ચૂમ્યું. એમનાં જતાં જ આશિતે જયા સાથે મોબાઇલ પર વાત કરી લીધી.

જગત મોટીબેનને લઇને એમનાં ઘરે આવ્યો. ઘરમાં થોડીવાર રોકાઇ, બધા સાથે વાત કરીને પછી ઘરે જવા માટે બહાર નીકળ્યો… ત્યાં જ એની રાહ જોઇને બેઠેલી હીના એની પાસે આવી.

”જગત, ચારુને શું થયું છે?” એ રડવા જેવી થઇ ગઇ હતી…

જગતને જે ખબર હતી એ વાત હીનાને એણે કરી… પણ ખબર નહીં કેમ, હીનાનાં મનમાં એક ભય તોળાઇ રહ્યો હતો… કાલે ઓપરેશન થઇ જશે પછી તો થોડા જ દિવસમાં ચારુ ઘોડા જેવો થઇ જશે, એવું મનમાં ઠસાવવાની એ નિષ્ફળ કોશીશ કરી રહી.

* * *

હોસ્પીટલમાં આશિત અને હરનીશ એકલાં પડ્યા, એટલે હરનીશનાં હાવભાવનું પરીક્ષણ કરી રહેલા આશિતે પુછ્યું, ”હરનીશભાઇ, વાત શું છે? તમે પોળવાળાં માણસો અને મમ્મીને નચિંત થવાનું કહીને ઘરે મોકલી આપ્યા, પણ તમે પોતે ચિંતીત કેમ લાગો છો?!!”

”આશિતભાઇ, તમારી વાત સાચી છે… ડૉક્ટરો કહે છે કે એનાં પેટમાં મોટી ગાંઠ છે…”
”હા, તો? પણ એ તો તમે કહ્યું એમ કાલે ઓપરેશન કરીને કાઢી લેશે ને?!” આશિતનાં અવાજમાં પણ ચિંતાએ ઘર કર્યું.

”હા, એ તો કાઢી લેશે, પણ એમણે બાયોપ્સી કરવી પડશે પછી ખબર પડશે…”

”શું ખબર પડશે? શાની બાયોપ્સી?”

“આશિતભાઇ, મોટે ભાગે તો કશું જ નહીં હોય પણ આ એક મેડીકલ પ્રોસીજર છે કે કોઇ પણ ગાંઠને ઓપરેશનથી કાઢી લીધા બાદ એની બાયોપ્સી કરવી પડે છે… એટલે ગાંઠ જો કેન્સરીયસ હોય તો એની ખબર પડે.”

“કેન્સર…??”
“એ તો બાયોપ્સીનું રીઝલ્ટ આવે પછી ખબર પડે.” “તો એ બાયોપ્સીનું રીઝલ્ટ ક્યારે આવશે?”
“દશેક દિવસમાં આવી જવું જોઇએ… પણ તમે ચિંતા ન કરશો. આ હોસ્પીટલમાં મારું અવારનવાર આવવાનું થતું હોય છે એટલે હું તપાસ કરીને જેમ બને એમ જલ્દી જાતે લઇ આવીને તમને આપી જઇશ.”

ત્યાંજ ડૉકટરે આવીને હરનીશની સમજાવેલી વાતને આશિત આગળ દોહરાવી.

* * *

બીજા દિવસની સવારે ચારુનું ઓપરેશન હેમખેમ પતી ગયું હતું… ચારુને વેદનામુક્ત વાતો કરતો જોઇને ઘરના બધાને આનંદ થયો. બપોરે બધા મિત્રો ચારુને મળવાં આવ્યા… બધાની સાથે વાત કરતા કરતાં એની નજર હીનાને શોધી રહી… વારે વારે એ બારણા તરફ જ જોયા કરતો હતો… અને ઘણીવારે જ્યારે હીનાએ રૂમમાં પગ મુક્યો ત્યારે હીનાનો લાલ લાલ રંગ જાણે એના મુખ પર રેલાઇ ગયો…. મિત્રોએ એને થોડો ચીડવીને એની ઠેકડી ઉડાડી… થોડી વાર મજાક-મસ્તી કરીને ફરી બધા પાછા કોલેજ ગયા. આખરે હીના અને ચારુ એકલા પડ્યા…

“કેમ ચિબાવલી, તું કેમ આજે એકદમ ચૂપ છે?” ચારુ તો આમેય હીનાનાં સંગમાં વગર વસંતે જ ખીલી જતો હતો… અને આજે તો હીના જાણે એનાં દરદની દવા બનીને આવી હતી. ચારુએ એનો હાથ પકડ્યો. હીનાએ માંડ માંડ રોકી રાખેલાં આંસુઓ એકદમ બહાર ધસી ગયા… ચારુનાં હાથ પર માથું મુકી એ રડવા લાગી. ચારુએ એના માથા પર બીજો હાથ ફેરવી હસતાં હસતાં કહ્યું, “અરે ગાંડી, મને કાંઇ જ થયું નથી… તું જો જે ને, બે-ત્રણ દિવસમાં જ હું તને મારા ફટફટીયા પર ઉડાડતો થઇ જઇશ.” ચારુએ હળવેકથી હિનાનું મોં ઊંચુ કર્યુ અને એના આંસુ પોતાના હાથથી લૂછ્યાં… પછી એકીટશે એના ચહેરાને જોઇ રહ્યો… થોડી ક્ષણોમાં તો બંનેએ ખુલ્લી આંખોથી કેટલાંયે સપનાં જોઇ નાંખ્યા અને કેટલાંયે વાયદા કરી નાંખ્યા… ઓળઘોળ થઇ ગયો હતો હીના પર એ, અને પાણી પાણી થઇ ગઇ હતી, હિના પણ.

ત્યાં જ બહારથી કોઇ અંદર આવતું હોય એવો અવાજ આવ્યો… એટલે હીના સ્વસ્થ થઇ ગઇ અને દૂર જઇને ઊભી રહી… મોટીબેન અને રાધાબેન અંદર આવ્યા… મોટીબેનનાં હાથમાં ચારું માટેનાં ટીફીનમાં થોડો શિરો અને થોડી ઢીલી ખીચડી હતા.. રાધાબેન પણ એમની જોડે ચારુની ખબર કાઢવા આવ્યા હતા… એમણે હીના તરફ કંઇક સંકેતથી જોયું, હીનાએ સતેજ થઇને ચારુને બાય કરી કોલેજ જવાનું જણાવી ઝડપથી ત્યાંથી નીકળી ગઇ…

ચારુને ઘરે આવ્યાંને પણ હવે 5-6 દિવસ થઇ ગયા હતા… પણ ડૉક્ટરનું હજી આરામ કરવાનું સૂચન હોઇ એને માંડ માંડ ઘરે રોકી રાખતાં હતા. ચારુને બહાર નીકળવું હતું… એણે તો હીનાને મળવું હતું. કેટલાં દિવસ થઇ ગયા હતા એણે હીના જોડે એકાંતમાં વાત કર્યે! હા, એનાં દર્શન તો જરૂર થતા રહેતા હતા… ઘરે ખબર કાઢવા પણ ક્યારેક આવી જતી હતી, પરંતુ એમને એકાંત કદી મળતું નહીં… કોઇવાર હીનાને મળવા આવતી એની સહેલીઓનો નટખટ અવાજ એના ઘર તરફથી એને જરૂર સંભળાતો…

“સહિયર તારા… કયા છુંદણે મોહ્યો તારો છેલ…. કહે ને?!!”

(શિર્ષક પંક્તિ:  ‘મરીઝ’…  અંતિમ પંક્તિ: ? )  

————

 ભાગ –  11 : હીનાનો ઘેરો રંગ (ઊર્મિસાગર)

સાંજે હરનીશભાઇ ઘરે આવ્યા. ચારુના ખબર અંતર પૂછ્યા અને આશિતભાઇ વિશે પૂછ્યું… આશિતભાઇ હજી હમણાં જ ઓફિસેથી આવ્યા હોવાથી એમનાં રૂમમાં જરા આરામ કરતા હતા. જયાભાભી એમને બોલાવવા જ જતા હતા ત્યાં જ હરનીશે કહ્યું કે “કાંઇ વાંધો નહીં ભાભી, હું જ એમને રૂમમાં જઇને મળી આવું.”હરનીશને એકદમ રૂમમાં આવેલો જોઇને આશિત બેડમાંથી સફાળો ઊભો થઇ ગયો… થોડી ઔપચારિકતા પતાવી ને જયાને રૂમમાં ચા મોકલવા જણાવ્યું.“આશિતભાઇ, હું આજે ચારુનો રીપોર્ટ લેવા ગયો હતો… અને એક ખરાબ સમાચાર છે.” હરનીશે હવે આડી અવળી વાત કરવા કરતાં સીધી જ વાત કરી.”

“શું છે રીપોર્ટમાં હરનીશભાઇ?” આશિત એકદમ ચિંતીત થઇ ગયો.
“ચારુને પેટનું કેન્સર છે…” હરનીશે એકીશ્વાસે બોલી નાંખ્યું.
આશિત ધબ્બ દઇને બેડ પર ફસડાઇ પડ્યો. રીપોર્ટની વાત સાંભળીને બારસાખે ઊભા રહી ગયેલા જયાભાભીનાં હાથમાંથી ચાની ડીશ પડી ગઇ… જયાભાભીની પાછળ ઊભેલાં ચારુને આંખે અંધારા આવી ગયા અને એણે દિવાલને ટેકો લેવો પડ્યો… પરંતુ પોતાની જ બિમારી વિશેની બધી વાતો કોઇ એને ન કરે તો, એ વિચારે આગળની વાતો સાંભળવા અંદર ઊઠેલા તોફાનને અવગણી ચૂપચાપ બારણા પાછળ ઊભો રહ્યો. થોડીવારે જ્યારે બંનેને કળ વળી હોય એવું લાગ્યું ત્યારે હરનીશે આગળ વાત ચલાવી… આશિત અને જયાભાભીને સેકંડ સ્ટેજ પર પહોંચી ગયેલી ચારુની બિમારી વિશે વિગતે વાત કરી… ગાંઠ તો સર્જરીથી નીકળી ગઇ છે પરંતુ કેન્સર સેલનો નાશ કરવા માટે કીમો થેરેપીની સારવાર લેવી પડશે એવું જણાવ્યું. એક-બે વરસ નીકળી જશે એને ફરી એકદમ નોર્મલ થતાં… હરનીશે એ પણ કહ્યું કે કીમો થેરેપીની સાઇડ ઇફેક્ટને લીધે એ કદી પિતા નહીં બની શકે.… અને એ પણ ચેતવણી આપી કે એકવાર કીમો થેરેપીની સારવાર લીધા પછી પણ કેન્સર ગમે ત્યારે ઊથલો મારી શકે છે… પરંતુ હવે મોર્ડન સાયન્સ ઘણું આગળ નીકળી ગયું હોય, એકંદરે જીવન જીવવામાં બીજી મુશ્કેલી નહીં આવે… બસ, સમયાંતરે ચેક-અપ કરાવતા રહી, પોતાની હેલ્થ વિશે ચારુએ હંમેશા એલર્ટ રહેવું પડશે. હરનીશને ઉતાવળ હોવાથી ખરાબ સમાચાર આપીને તરત ચાલ્યો ગયો…
એના ગયા પછી ચારુ ભાઇના રૂમમાં આવ્યો. ભાઇ-ભાભીની આંખોમાંથી ચારુ પ્રત્યેનો પ્યાર ટપ ટપ ટપકી રહ્યો હતો… ભાઇ-ભાભીએ ચારુને જોઇને સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો પરંતુ ચારુનું મોં જોઇને ખ્યાલ આવી ગયો કે એ બધું સાંભળી ચુક્યો છે… આશિત ચારુને વળગીને રડી પડ્યો… દર્દી થઇને પણ ચારુએ ઊલટાનું ભાઇ-ભાભીને આશ્વાસન આપ્યું.
ચારુ હવે હીનાની રાહ જોતો ન‘હોતો… પણ અહર્નિશ એના વિશે જ વિચાર્યા કરતો હતો. એણે તો મનોમન કંઇક નક્કી પણ કરી લીધું હતુ… હીના સાથે લગ્ન થાય તો પણ હવે એ બાળકનું સુખ આપી શકવાનો ન‘હોતો… અને ગમે ત્યારે કેન્સરનો ઉથલો મારવાનાં ભયનાં ઓથાર નીચે હીનાને એ કેવી રીતે સુખી કરી શકશે? ના ના, પોતાની સાથે દુ:ખી થાય એના કરતા કોઇ બીજા સાથે સુખી થશે તો એના હૃદયને પરમ શાંતિ મળશે… હીના મોકો જોઇને એને ઘરે ખબર પૂછવાને બહાને મળવા આવતી તો પણ જાણે એને કોઇ ખુશી નથી થઇ એવી જ રીતે વર્તતો હતો… એ જૈમિન અને શીતલ સાથે થોડી મસ્તી પણ કરતી કે એ બહાને પણ ચારુ કંઇ બોલે, પણ…

ચારુની કીમો થેરેપી હવે ચાલુ થઇ હતી, અને એની સાથે જ ધીમે ધીમે બધાને ચારુની બિમારીની જાણ પણ થઇ ગઇ હતી… હીના પર તો જાણે આભ તૂટી પડ્યું હતું… એને જ્યારથી ખબર પડી ત્યારથી એ ચારુ સાથે એકાંતમાં વાત કરવાની કોશિશ કરતી હતી… પણ એને સમજમાં ન્હોતું આવતું કે ચારુનું વર્તન એના પ્રત્યે એકદમ રુક્ષ કેમ થઇ ગયું હતું… કેમ એ જાણે બદલાયેલો લાગતો હતો? હા, એના બધા વાળ કીમોને લીધે ધીમે ધીમે ખરી ગયા હતા… પણ બાહ્ય દેખાવની હીનાને ક્યાં પરવા હતી! પોતાને જોઇને જ હંમેશા ખીલી ઉઠતા હીનાના રંગો ધીમે ધીમે ચારુનાં ચહેરા પરથી ઝાંખા થવા માંડ્યા હોય એમ લાગ્યું… પણ પછી એને એમ પણ થતું કે કદાચ કીમોની આડ અસરને કારણે એનો મુડ ઠીક નહીં રહેતો હોય… એટલે એનો મુડ ઠીક રહે એ માટે બને એટલા એ પ્રયત્નો કરતી હતી..

થોડા મહિનાઓ આમ જ વીતી ગયા… ચારુની કીમો થેરેપી પણ હવે પુરી થઇ ગઇ હતી… આ થોડા મહિનાઓ તો હીનાને યુગ યુગ જેવડા લાગ્યા… ચારુની લાગણી જાણે દિવસે દિવસે પત્થર જેવી થઇ રહી હોય એમ હીનાને લાગતું… ચારુની એક પ્રેમભરી નજર માટે એ કેટલું તરસતી હતી, પણ કોરા વાદળની જેમ ચારુ દૂર ચાલ્યો જતો, પણ કદી વરસતો નહીં. અને ચારુની દર્દનાક મનોસ્થિતીની હીનાને પણ ક્યાં ખબર હતી! હીનાને ક્યાં ખબર હતી કે, એની સાથેનાં વર્તનથી એનાં કરતાં પણ વધુ ઘાયલ ચારુ થતો હતો… હવે તો હીના માટે પરિસ્થિતી એકદમ અસહ્ય બની ગઇ હતી…

એક દિવસ જ્યારે એ ચારુના ઘરે ગઇ ત્યારે આશિત સાથે ચારુ હોસ્પીટલ ચેકઅપ માટે ગયો હતો… અને ઘરમાં માત્ર જયાભાભી જ હતા. ચારુના મમ્મી-પપ્પા બહાર ગયા હતા. જયાભાભી સાથે થોડી વાર આડી અવળી વાત કરી… પણ ક્યારનું એને તો મન થઇ રહ્યું હતું કે ચારુ વિશે ભાભીને કંઇક પૂછું… પણ એને ખબર નહોતી પડતી કે વાત કેવી રીતે શરૂ કરવી. જયાભાભી પણ ક્યારનાં જોઇ રહ્યા હતાં કે આ હીનાનું આજે ચિત્ત નથી કોઇ વાતમાં, એના મનમાં તો કંઇક બીજું જ છે….

“હીના તારે કાંઇ પૂછવું છે ચારુ વિશે?” જયાભાભીથી આખરે પૂછાઇ ગયું.

“હા ભાભી, પણ… “
“જે પૂછવું તે વિના સંકોચે પૂછ, તારી અને ચારુની પ્રેમકહાની મારાથી કાંઇ છૂપી નથી…” “હીનાને જરા હિંમત આવી અને સંકોચ ત્યાગીને સીધું જ જયાભાભીને પૂછ્યું,

“ભાભી, ચારુ કેમ ઘણા વખતથી થોડો બદલાઇ ગયો હોય એમ લાગે છે?”

“આટલી મોટી બિમારી સાથે જૂજતો માણસ થોડો બદલાયેલો તો લાગે જ ને હીના!”

“એમ નહીં ભાભી, માત્ર મારા પ્રત્યેનો એનો વ્યવહાર બદલાયો લાગે છે… એને જાણે મારા આવવાથી ખુશી નથી થતી એવું લાગે છે. મારી કોઇ વાતનો બરાબર જવાબ પણ નથી આપતો. મને એમ પણ લાગ્યું કે કીમોને લીધે એ થોડો ચીડિયો થઇ ગયો હશે… પરંતુ વાત કાંઇ બીજી જ લાગે છે. બીજા બધા સાથે એ બરાબર વાત કરે છે, માત્ર મારી સાથે જ કેમ….? ” આટલું બોલતાં બોલતાં હીનાથી ડૂસકું મૂકાઇ ગયું.

જયાભાભી હિનાને માથે હેતથી હાથ ફેરવતાં વિચારી રહ્યા… હિનાને પાણી પાઇને જરા શાંત કરી.

“ભાભી, કહોને… એવી શું વાત છે કે ચારુ મને દૂર ધકેલી રહ્યો છે?”

કહેવું કે ન કહેવું એની ગડમથલમાં ન પડતાં જયાભાભીએ હરનીશભાઇએ કહેલી વાત હિનાને કરી… હિનાને હવે બધું સમજાઇ ગયું હતું. જાણે કોઇ મોટો સાક્ષાત્કાર થયો હોય એમ હિનાનાં ચહેરા પરના ભાવો એકદમ બદલાઇ ગયા…

“ભાભી, તમે ચારુને લઇને કાલે પાંચ વાગ્યે મંદિરે આવશો? પણ એને કશું કહેતા નહીં, નહીંતર એ નહીં આવે…” હિનાએ એકદમ દ્રઢતાથી જયાભાભીને વિનંતી કરી.

જયાભાભી હિનાને એકીટશે જોઇ રહ્યા…

“પ્લીઝ, ભાભી!!” એણે ફરી કહ્યું…
“સારું, પણ ચાર વાગ્યે આવીશું… પાંચ વાગ્યે મમ્મી-પપ્પા ઘરે આવી જશે.”

હિના ત્યાંથી ઘરે આવી ત્યારે જાણે ‘કૌન બનેલા કરોડપતિ‘નો કરોડનો કોઇ કોયડો ઉકલી ગયો હોય એવી ખુશી એના ચહેરા પર ઝળકતી હતી…

* * *

મંદિરના પગથિયા પર આજે હીના ચારુની રાહ જોતી બેઠી… સવા ચાર વાગી ગયા હતા. અને એ વિચારી રહી કે, ઘણીવાર આ જ પગથિયા પર બેસીને આતુરતાથી એની રાહ જોતાં ચારુને એણે ઘણી વાર જાણી જોઇને પણ રાહ જોવડાવી હતી. એને ઘણું ઘણું યાદ આવી ગયું… ત્યાં જ સામેથી આવતા જયાભાભી અને ચારુને જોઇને એની વિચારધારા તૂટી. હિનાને અહીં રાહ જોતી જોઇને ચારુ જરા ચોંકી ગયો… પણ એ કાંઇ બોલે એ પહેલાં જ જયાભાભીએ એને જણાવ્યું કે એમને આગળ થોડું કામ હોઇ એ પતાવીને પછી આવશે… ચારુ પણ સમજી ગયો કે જયાભાભી એને હીનાને મળવા માટે જ સાથે લાવ્યા હતા. ચારુ હીનાની બાજુમાં બેસવાની જગ્યાએ થોડે દૂર જઇને બેઠો…

“કેવી ચાલે છે કોલેજ?” એણે ઔપચારિક વાત શરૂ કરી. “હવે તો તમે બધા મારાથી એક વર્ષ આગળ થઇ જશો ને?!”

હીના એને એકીટશે જોઇ રહી… એણે આજે આડી અવળી કોઇ વાત કરવી પણ નહોતી અને સાંભળવી પણ નહોતી. એની જગ્યાએથી ઊઠીને હીના ચારુની બાજુમાં આવીને લગોલગ બેસી ગઇ… પછી એકદમ સહજતાથી બોલી…”ચારુ, મને જો પેટનું કેન્સર થયું હોત અને ડૉક્ટર મને કહેત કે હવે હું કદી મા નહીં બની શકું, તો શું તું સાચ્ચે સાચ મને છોડી દેતે?” એકદમ ધારદાર પણ પ્રેમાળ નજરે એણે ચારુ તરફ જોયું… સાથે જ એની આંખમાંથી કોહીનૂરને પણ શરમાવે એવાં કિંમતી અશ્રુમોતી ખલવાઇ પડ્યાં… ચારુને આજે હીનાનું રૂપ એકદમ અલગ જ લાગ્યું. એના ચહેરા પર નટખટતાનું તો નામોનિશાન નહોતું. એનાથી હીનાની નજરનો તાપ સહન ન થતો હોય એમ એ નીચું જોઇ ગયો. જાણે એનાથી કોઇ ભયંકર ગુનો થઇ ગયો હોય એવી દિલમાં કણસ ઊઠી… એને ખ્યાલ તો આવી જ ગયો હતો કે જયાભાભીએ જ હીનાને બધી વાત કરી લાગે છે…

“હીના, મા બનવું એ દરેક સ્ત્રીને ભગવાને આપેલું મોટામાં મોટું વરદાન છે… એ જ વરદાનથી હું તને મારા સ્વાર્થ માટે વંચિત કેવી રીતે રાખી શકું? મારી જગ્યાએ તું હોય તો તું શું કરે?” એણે હીનાને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો.

જવાબમાં હીનાએ મસ્તીથી ચારુનો હાથ પોતાના હાથમાં લીધો અને ફરી નટખટ બની જઇ એક ડાયેલોગ ફટકાર્યો, “અરે મેરે રાજ્જા, ઈસમે ચિંતાકી કૌનસી બાત હૈ? હમારે દેશમેં તો કિતને સારે અનાથાશ્રમ હૈ… ઉસમેસે 5-10 બચ્ચે લોગ કો હમ ગોદ લે લેંગે!!! કૈસા લગા હમારા આઇડીયા??”

ચારુ હિનાને મુગ્ધ નજરે જોઇ રહ્યો… એકદમ હળવાશ અને મસ્તીથી હિનાએ કેવડી મોટી વાતને નાની કરી દીધી હતી!! થોડી પળો માટે તો એનું મન હીનાને આશ્લેષમાં લઇ લેવા લલચાઇ ગયું… પરંતુ આટલા મહિનાનાં અભ્યાસથી પોતાની લાગણી પર અંકુશ રાખવાનું હવે એ શીખી ગયો હતો. પરંતુ હંમેશની જેમ વિચારોનાં વમળમાં ફસાતો ગયો… શું એ પોતે હિનાની એ કુરબાની સહન કરી શકશે? વગર વાંકે એની કોખને સજા આપી શકશે? શું હિનાને ખબર હશે કે એ કેવડી મોટી કુરબાની આપી રહી છે? કે પછી માત્ર જુવાનીના જોશમાં હોશ ખોઇ બેઠી છે? પ્રેમનાં પંથ પર પોતાની કોખને કુરબાન કરવા તૈયાર થયેલી હિનાને હવે કેવી રીતે અને શું સમજાવું? ચારુનાં દિલોદિમાગમાં વિચારોનું ઘોડાપૂર આવી ગયું… અંદર મંદિરમાં ઘંટારવ ગૂંજી ઊઠ્યો… અને બહાર દૂરથી કોઇનાં રેડિયા પર એક ગઝલનો શેર સંભળાતો હતો…

હું જેને જોડવા મથતો રહ્યો, મટતો રહ્યો વર્ષો,
સંબંધોના એ તોડી તાર ઊભો છું અદબ વાળી.

ક્રમશ:

(અંતિમ શેર: ‘ઘાયલ’)

————

ભાગ – 12  :  ખાલીપો  (નીલમ દોશી)

ભરચક ભીડ વચ્ચે,
ધ્યાનસ્થ બેઠો છે ખાલીપો
અરીસાઓ બદલ્યા કરું છું છતાં યે
બદલ્યા વિના રહી જાય છે ચહેરો.”
ચારુ જાત સાથે સતત દ્વન્દ કરતો રહ્યો.લડતો રહ્યો,ઝગડતો રહ્યો,માનતો રહ્યો ને મનાવતો રહ્યો,સમજતો રહ્યો ને સમજાવતો રહ્યો…અને અંતે થાકી ને ફરી ફરી ને પૃથ્વી ગોળ છે ની જેમ એક જ જગ્યાએ આવી ને અટકતો રહ્યો.

તે નહોતો હીનાને છોડી શકતો,નહોતો અપનાવી શકતો.તેનો સાચો સ્નેહ તેને બે માંથી એકે રસ્તે જવાની જાણે ઇજાજત નહોતો આપતો.મનની સામે,જાત સામે તે કિલ્લેબંદી કરવા મથી રહ્યો હતો.અને હીનાનો પ્રેમાળ ચહેરો,હીનાનો પ્રેમ..તે કિલ્લાના કાંગરા ખેરવીને અંદર પ્રવેશી જતો હતો..પરવાનગી વિના.સ્મરણોનો ધૂપ અંતરમાં પ્રજવલિત હતો.પણ..વિધાતા એ જાણે તેને પ્રકાશવાની મનાઇ ફરમાવી હતી.
હીના તો હજુ નાની છે.જીવનની વાસ્તવિકતાથી અજાણ છે.પ્રેમનો આ ક્ષણિક ઉભરો શમી જશે ત્યારે તેને પોતાની ભૂલ સમજાશે..પણ ત્યારે બહુ મોડુ થઇ ગયુ હશે.પ્રેમની વાતો ભલે તે કરતી.પણ હવે આ બદલાયેલ સંજોગોમાં તેણે લાગણીથી નહીં ..પણ વિવેકબુધ્ધિથી જ વિચારવું રહ્યું.હીના નાદાન છે..પોતે થોડો નાદાન છે?અને હવે આ સંજોગો તો તેને કદાચ વધુ પડતો પુખ્ત બનાવી દીધો હતો.
કદાચ બંને નો પ્રેમ વિજાતીય આકર્ષણમાંથી જનમ્યો હતો.પણ આજે …આજે તે એક એવી ઉંચાઇએ પહોંચ્યો હતો..જયાં પોતાનો નહીં…સામેની એ વ્યક્તિનો વિચાર કરવાનો હતો.પ્રેમનો અર્થ..જ કોઇ લાંબી ચોડી વાતો સિવાય એ જ કે સામેની વ્યક્તિને સુખ આપવું..હીનાને પોતે શું સુખ આપી શકે તેમ હવે હતો?અન્ધકારમય ભવિષ્ય?સતત ભયનો ઓથાર?કઇ ઘડીએ શું થશે તેની ચિંતા?અને દર્દ પાછો ઉથલો મારે તો પૈસાના પાણી?
અને…..
આગળ તે કલ્પના ન કરી શક્યો.

ના,ના, હીનાને દુ:ખી કરવાનો તેને કોઇ અધિકાર નથી જ.હા,લગ્ન પછી આ પરિસ્થિતિ આવી હોત તો નશીબ માની તેમણે સ્વીકારી લીધી હોત..અને સામનો પણ કર્યો હોત.પણ જાણી જોઇને હીનાને કૂવામાં પડતી તેણે રોકવી જ રહી.અને સવાલ ફકત હીના ના મા બનવા પૂરતો સીમિત કયાં હતો?પોતાની ભાંગી તૂટી જિંદગી નો યે હવે શું ભરોસો?

અને પછી અરીસામાં પ્રતિબિંબને જોઇ પોતાને જ ચાંચ મારતી ચકલીની જેમ તે પોતે જ પોતાને જવાબ પણ આપતો રહેતો.કે

” આમ જુઓ તો કોઇની જિંદગીનો કયાં ભરોસો હોય છે? આ પછીની ક્ષણ ની યે કયાં ખબર હોય છે કોઇ ને? આ તો જાણ્યાનું દુખ છે બધું.જે નશીબમાં હશે તે થશે.આગે આગે દેખા જાયેગા…ને મેં કયાં હીનાથી કોઇ વાત છૂપાવી છે?હું ના પાડીશ તો તેને કેટલું દુખ થશે?”

અને આમ વિચારતા પોતાના મનને પાછો પોતે જ ટપારતો હતો.વાહ.! હીનાને દુખ થશે માટે તું હા પાડે છે?! એમ કહે ને હીના ને છોડવી તને જ નથી ગમતી? સ્વાર્થી છે તું સ્વાર્થી. તારો પ્રેમ સ્વાર્થી છે.હીનાની નાદાનિયત ને સાચે રસ્તે વાળવી એ તારી ફરજ નથી? પ્રેમની વાતો કરતી હીના ને લગ્ન પછી પરિસ્થિતિ સમજાશે અને પ્રેમનો રંગ ઉતરી જશે..અને ત્યારે..?જિંદગીના નિર્ણ્યો એમ કંઇ આવેશમાં આવી ને થોડા લેવાય છે?હીનાની જિંદગી સાથે રમવાનો મને કોઇ હક્ક નથી,એની કુરબાની,બલિદાન મને મંજૂર નથી.
આમ ચારુનું મનોમંથન સતત ચાલતું રહેતું.ભીંત ફાડીને પીપળો ઉગે તેમ કયારેક યાદોની, સ્મરણોની..હીના સાથે ગળેલ મધુર ક્ષણોની ગલીઓમાં તે ફરી વળતો.સ્મરણોર્નું ગોરસ તેના મન ના માળિયામાં છલકાતું રહેતું.

જીવનના પરિઘમાં ફરતા કેટલીયે એવી ક્ષણો આવે છે જયારે માનવી ને આ પાર કે પેલે પાર નો ફેંસલો કરવો પડતો હોય છે.અને એ ફેંસલો..એ નિર્ણય કંઇ આસાન થોડો હોય છે?
તેની આંખ્યુમાં દરિયો ઉભરાતો.ને મનઝરૂખામાં સંવાદ ચાલુ રહેતો.હવે ઘરમાં પણ બધા તેની પરિસ્થિતિ જાણતા અને સમજતા હતા.જયાભાભી કયારેક તેની સાથે વાત કરવાનો,સમજાવવાનો પ્રયત્ન કરતા.પણ ચારુ એ વિશે કોઇ ચર્ચા.દલીલ કરવા તૈયાર જ ક્યાં હતૉ?તે નિશબ્દ બની રહેતો.મિત્રની કે ભાઇ ભાભીની વાત તે મૂંગા મો એ સાંભળી રહેતો.અને એ મૌન,બંધ દરવાજા સામે કોઇ દલીલ કેમ કરી શકે?

ચારુના મનમાં ચોતરફ જાણે ખાલીપાનું એક પૂર ઉમટયું હતું.જીવનની આ હ્રદયભેદક ક્ષણો હતી તેને માટે.અને એવી ક્ષણો એ માનવી શબ્દવિહોણો બની રહેતો હોય છે.જીવનના ત્રિભેટે..ત્રિશંકુની દશામાં તે લટકી રહ્યો હતો.વિધાતાને સંબંધોના તાણાવાણા કેવા અજબ ગૂંથ્યા હતા તેની જીવનમાં…

કાળના પથ્થરો વચ્ચે થી જળની સરવાણી થઇ ને કોઇને ઇજા પહોચાડયા સિવાય તેને વહી જવું હતું.અને માર્ગમાં મળતા રાહી ને કંઇક આપી જવાની તેની ભાવના હતી..પણ…કાળદેવતા ને તે કયાં મંજૂર હતું?ભાવિના ગર્ભમાં શું છૂપાયેલ છે તે કોણ કહી શકે?

ચારુના એક મનમાં રઢિયાળી શરણાઇના સૂર સંભળાતા હતા. અને બીજા મનમાં આંસુના તોરણ બન્ધાતા હતા.
અને સમયના આકાશમંથી ક્ષણો સરતી રહેતી.હીના તેને મળવાના પ્રય્ત્નો કરતી.તેને સમજાવવાના પ્રયત્નો કરતી.પણ ચારુએ તેને કહ્યું હતું,”પ્લીઝ,મને વિચારવાનો સમય જોઇએ છીએ.” ઘરના બધા પણ નિસહાય બની ચારુનો અજંપો જોઇ રહેતા.
હીનાને તો પોતાના પ્રેમ પર શ્રધ્ધા હતી.વિશ્વાસ હતો.ચારુ ભલે ગમે તે માનતો હોય..પણ તેંનો પ્રેમ ઉપરછલ્લો ..ક્ષણિક કે નાદાન નહોતો જ.તેણે યે ચારુની જેમ થોડો સમય મૌન રહેવાનું સ્વીકાર્યું. ચારુના મનોભાવને તે સમજી શકી હતી.ચારુપોતાને દુખી કરવા નથી માગતો.તેની એ ભાવના તે જાણતી હતી.પણ તેને એ સ્વીકાર્ય નહોતી.તેની દ્રષ્ટિએ બંને ના સુખ દુખ હવે સહિયારા હતા.ચારુને જે સમજવુ હોય તે ભલે સમજે.પોતે યુગો સુધી શબરીની જેમ પોતાના રામની પ્રતીક્ષા કરશે.પોતે “હીના” છે.અને હીના ની જેમ સમય કે સંજોગોની ખરલમાં ઘૂંટાઇને..પીસાઇને યે એમાંથી રંગ અને ખુશ્બુ જ પ્રગટશે.

“મૌન પણ કયારેક તો
પડઘાય છે અવસર મળ્યે
સાંભળી લે છે સ્વજન,
એ કોઇ ઉચ્ચારણ વગર.”

આ મુજબ બંને એક્બીજાના મૌન ને સમજતા હતા…સાંભળતા હતા.
કાલ સુધી નાચતી ,ઉછળતી,ચંચળ હરિણિ જેવી હીના આજે શાંત ધીરગંભીર બની ગઇ હતી.ઘણીવાર જીવનમાં બદલાવ માટે એકાદ ક્ષણ પણ પૂરતી હોય છે.અને ઘણીવાર વરસો સુધી યે કોઇમાં પરિવર્તન આવતું નથી.હીનાના હૈયામાં તો સ્નેહનો ઉજાસ પ્રગટયો હતો.તે શાંત બની ગઇ હતી.પરમ શાંત,જયાં કોઇ સામે કોઇ ફરિયાદ,કોઇ અજંપો નહોતો.જયાં હતી પરમ શ્ર્ધ્ધાની..આસ્થાની વિશ્વાસની અજબ શાંતિ.તેના ચારુને તેની પાસેથી કોઇ છીનવી નહીં શકે..સમય પણ નહીં.એક દિવસ ચારુ પણ આ વાત સમજશે અને ત્યારે….

બસ..અને તેના કાનમાં શરણાઇના લીલાછમ્મ સૂરો ગૂંજી રહેતા.

બંને ની માનસિક પરિસ્થિતિ અલગ હતી.ચારુ અશાંત હતો ને એક ખાલીપો અનુભવતો હતો.તેના મનમાં એક ઝૂરાપો હતો.અને હીના…..હીના તો જાણે શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી…એક રાજકુમારી હતી.
અને સમય તો આ બંને પર નજર પણ નાખ્યા સિવાય સર્યે જતો હતો…સર્યે જતો હતો.પાણીમાં પગ નીચેથી રેતી સરે તેમ.
અને ફરી એક સાંજ ઢળી હતી.અસ્તાચલમાં જતા જતા સૂર્યદેવે અગાશીમાં બેસેલ ચારુ પર એક અછડતી નજર નાખી.પણ..ચારુ નું ધ્યાન કયાં હતું?

માધવ રામાનુજ નું ગીત તેના મનને ઝંકૃત કરતુ હતુ

“સગપણ ના સાંધ્યા અણદીઠ તાંતણા,
ભીના દીધા રે અમને સંભારણા..”

ક્રમશ:

————

ભાગ – 13  :  …અને ઉજાસ ઉઘડ્યો (નીલમ દોશી)

“વેદનાના નગારા ન વગાડીએ,
મનજી મોરા..! વેદનાને વાંસળીમાં વહાવીએ.”
ચારુ પણ પોતાની વેદનાના નગારા વગાડવા કયાં ઇચ્છતો હતો?  કોઇની દયા તેને મંજૂર નહોતી. એક ભવમાં જાણે અનેક શમણાનો ભાર ઉગી નીકળ્યો હતો તેના મનમાં.  અને સમયનું ચક્ર અવિરત ફરતું રહ્યું.આનંદની ક્ષણોને રોકી નથી શકાતી અને અને વેદનાની ક્ષણોને વહાવી નથી શકાતી.
આજે….આજે તો કાળે કરવટ બદલી હતી.આઠ આઠ વરસના વહાણા વીતી ગયા હતા.. ચારુ અને હીનાને એકબીજાથી છૂટા પડયે.ચારુના મનનો અજંપો…ઝૂરાપો આજે યે અકબંધ છે.આઠ વરસોથી તેનું દિશાહીન ભ્રમણ ચાલુ રહ્યું છે.તે કયાંય ઠરીઠામ થઇ શકયો નથી.હીનાને ભૂલવાના પ્રયત્નોમાં મન સતત હીનામય કયારે થઇ ગયું..એની તેને યે સમજ ન પડી.તેને ભૂલવાનો દરેક પ્રયત્ન તેને હીનાની વધુ ને વધુ નજીક લઇ ગયો.
“જગ સે ચાહે ભાગ લે કોઇ,મન સે ભાગ ન પાય….”
માનવ જગતથી ભાગી શકે..પોતાની જાતથી કયાં ભાગે?મનથી કેમ ભાગે?  આજે બાબા શિવાનંદના આશ્રમમાં બેઠા બેઠા ચારુ નું મન ફરીથી અતીતના સ્મરણોમાં ડૂબી રહ્યું હતું.  જાણે દૂરથી કોઇ તેને સાદ પાડી રહ્યુ હતું. એવો સાદ..જેની અવગણના ન થઇ શકે…રહી રહી ને તેને થતું હતું કે પોતે કોઇ ભૂલ તો નથી કરી નાખી ને?

”કૈસે ન જાઉં મૈં…મુઝકો બોલાતા હૈ કોઇ…”

અંતરની તડપ ઘટવાને બદલે વધી હતી. પ્રણયનો રંગ “ફિક્કો ફસ” નહોતો જ…એની ખાત્રી આ લાંબા વરસોએ કરાવી આપી હતી. હવે તબિયત નો કોઇ પ્રશ્ન રહ્યો નહોતો. જો રોગે ઉથલો મારવો હોત તો આ આઠ વરસો પૂરતા હતા.અને ડોકટર પાસે ચેક અપ કરાવતા બધું નોર્મલ નીકળતા તેણે રાહતનો શ્વાસ લીધો હતો.

બાકી તે રાત્રે…આઠ વરસ પહેલાની એ રાત્રે સિધ્ધાર્થે યશોધરાને અને રાહુલને છોડતી વખતે…એ મહાભિનિષ્ક્રમણ વખતે કેવુ મનોમંથન અનુભવેલ તેની તો તેને ખબર નહોતી. પણ પોતે તો હીના ને,ઘરને,કુટુંબને છોડતી વખતે..કે છોડતા પહેલાં..નક્કી કરતી વખતે ઓછું મનોમંથન નહોતું કર્યું. અને અંતે એ ક્ષણે જે સૂઝયું તે તેણે સ્વીકાર્યું. દિલમાં એક ભાવના હતી…કે પોતે હીનાથી દૂર જશે…તેની નજરથી દૂર રહેશે તો હીના થોડો સમય દુ:ખી થઇ ને અંતે પોતાને ભૂલી જશે,..અને એક નવી જિંદગી વસાવી લેશે.અને સુખી થશે. ”out of sight ,out of mind”ની થીયરી તેણે વિચારી હતી. પણ કદાચ તે ભૂલી ગયો હતો કે પૂર્વની સંસ્કૃતિ માટે તો..કદાચ ”out of mind ,more in mind” વધુ સાચુ હતું. અને એકવાર હીના પરણી જાય..પોતાને ભૂલી જાય પછી પોતે ઘેર પાછો આવી જશે…અને દૂરથી જ કયારેક હીનાનું કિલ્લોલતું ઘર..જોઇને સંતોષ પામશે.અને ત્યાં સુધેમાં કોઇ સાચા સાધુ સંત પાસે રહીને પોતાનું મન પણ શાંત થશે. આવા વિચારોના ઉભરા હેઠળ તેણે એ એક ક્ષણે જે સાચું લાગ્યુ તે નિર્ણય લીધો હતો ને મનને મક્ક્મ કરી નીકળી ગયો હતો.. એક વિશાળ..અનજાન દુનિયામાં. અલબત્ત જતા પહેલાં તેણે ઘરના પર અને હીના પર એક ટૂંકી ચિટ્ઠી જરૂર લખી હતી.જેથી કોઇ તેની ચિંતા ન કરે..બહું ટૂંકમાં તેણે ફકત એટલું જ લખેલ કે,

”મનની શાંતિની શોધમાં જાઉ છું.તમે કોઇ દુ:ખી ન થતા કે મને શોધવાનો પ્રયત્ન ન કરતા.હું દુ:ખી થઇ ને ભાગી નથી જતો.હું આવીશ..પાછો આવીશ..જરૂર આવીશ.કયારે?તે અત્યારે કહી નથી શકતો.”

અને હીના ને પણ એટલું જ લખેલ,”મારે ખાતર થઇ ને પણ તું કોઇ યોગ્ય પાત્ર સાથે લગ્ન કરી લેજે. તો જ હું સુખી થઇ શકીશ.હજુ તું ઘણી નાની છે અને જીવનપંથ બહુ લાંબો છે.મારે તારી કુરબાની નથી જોતી..મારે જોઇએ છે તારું સુખ..તારો આનંદ.તું ખુશ હોઇશ તો જ હું ખુશ થઇ શકીશ.આશા છે તું મને ખુશી આપવા ઇચ્છતી હઇશ….”

બસ…અને તે નીકળી પડયો હતો. હીનાને ભૂલવા…સાચા સુખની શોધમાં.  સાત સૂરો પર જીવી રહેલ ગિંદગી અચાનક બેસુરી બની ગઇ હતી.અને તે નીકળી પડયો હતો…ખોવાયેલ સૂરને શોધવા…જીવનના સત્યને સમજવા…કદાચ સત્યમ,શિવમ,સુંદરમ ની આંતર ખોજમાં. કેટલાયે આશ્રમો આ વરસોમાં તે ફર્યો હતો.કેટલાયે અનુભવોનું જીવન પાથેય રસ્તામાં મળ્યું હતું.સારા,નરસા બધા અનુભવોથી તે ઘડાતો જતો હતો. કોલેજમાં કે દુનિયાની કોઇ પણ યુની.માં ન શીખી શકાય તે બધું અહી અનુભવોની પાઠશાળામાંથી મળતું હતું. પણ…..પણ ..હીનાને ભૂલવાના પ્રયત્નો તેના સફળ ન જ થયા.

”રોજ તારા દ્વાર પર આવુ અને પાછો ફરું,
બારણું મનમાં જ ખખડાવું અને પાછો ફરું.”

યાદોનો અંબાર જીલીને તે જીવતર જીવી રહ્યો હતો. અને તેથી કયાંય કોઇ એક જગ્યાએ તેનું ચિત્ત સ્થિર નહોતું થઇ શકતું. થોડાથોડા સમયે તે જગ્યા બદલતો રહેતો.એક આશ્રમ માંથી બીજા..અને બીજા માંથી ત્રીજા તેની જીવનનાવ ફરતી રહી. અને હવે બાબા શિવનંદજીના આશ્રમમાં તે થોડો સ્થિર થયો હતો. પણ…જ્ઞાનની મોટી મોટી વાતો માં તેનું ચિત્ત જોડાતું નહોતું. અંતરને તો ભૂખ હતી વહાલની…ઝંખના હતી..સ્નેહની…એ જ્ઞાનથી કેમ રિઝે?

અને આજે…આજે તો સવારથી ન જાણે કેમ ચિત્તને એક અકળ ઉદાસી ઘેરી વળી હતી .શમણાં મા યે આજે જાણે તે હીના સાથે વાતો કરતો રહ્યો.અને સવારે જાગી ને યે તે હીનાનો સાદ જાણે સાંભળી રહ્યો.મન હીનાને મળવા..ઘેર જવા આજે અચાનક તલસી ઉઠયું, કોઇ તેને ગુલમહોર જેવું યાદ કરતું હતું કે શું? જાણે તેને દૂરથી કોઇ નો સાદ સંભળાઇ રહ્યો હતો. કોઇ સૌરભ તેના તન મન ને કયાંથી આવી ને છલકાવતી હતી આજે…?

”આંખ મીંચી ને હવે જોયું તો દેખાય છે,
કયાંક કૈક ખૂલી રહ્યું,કયાંક કૈક બિડાય છે;
ઝળકે છે જે તારકોના મૌનમાં
એ જ તો સૌરભ બની મન આંગણે વિખેરાય છે.”

તેને ખબર હતી કે આ તેના મનની ભ્રમણા છે.હીના તો કયારની કોઇ ને પરણી ને તેના સંસારમાં મગ્ન બની ગઇ હશે.અને એક દુ:સ્વપ્નની જેમ પોતાને ભૂલી ગઇ હશે કે પછી કયારેક યાદ પણ કદાચ કરી લેતી હશે.આજે મમ્મી પપ્પા.ભાઇ ભાભી,બહેન બધાની યાદ તેના મનમાં ફરી વળી.આજે અચાનક હીનાનો સાદ કેમ તેના ચિત્તને આટલી હદે ઝકઝોરી રહ્યો?આવી ભ્રમણામાં મન હજુ કેમ રાચે છે?

પણ..તેને કયાં ખબર હતી..જેને તે મનની ભ્રમણા સમજતો હતો..તે એક હકીકત હતી. બરાબર આ સમયે હીના તેની નાનકડી ત્રણ વરસની પુત્રીને ચારુ નો ફોટો બતાવી ને કહી રહી હતી..પુત્રીના પ્રશ્નનો જવાબ આપી રહી હતી,”હા,બેટા,આ તારા પપ્પાનો ફોટો છે.”અને પપ્પા આવશે ને? એના જવાબમાં સજળ નયને કહી રહી હતી.”હા,આવશે…પપ્પા એક દિવસ જરૂર આવશે.. એણે આવવું જ પડશે.એનો પ્યાર એને ખેંચી લાવશે.”

હા, એ હીના જ હતી. ચારુની હીના. જેણે ભણીને ઘરથી દૂર બીજા ગામમાં એક સ્કૂલમં નોકરી મળતા સ્વીકારીને એકલી રહેતી હતી.અને હમણાં ત્રણ વરસથી એક નાનકડી છ મહિનાની પુત્રી દત્તક લીધી હતી.અને ‘મા’ બની હતી. હવે ચારુ તેને કહી શકે તેમ નહોતો..કે તે મા બની શકે તેમ નથી. મા તો તે બની ગઇ હતી. બસ..હવે તો પ્રતીક્ષા હતી ચારુ ની. પરમ શ્રધ્ધાની..તેની આસ્થાની,તેના પ્રેમની કસોટી હતી આ.

વાંસળીના સૂર સાંભળી ને ભાનભૂલી ગોપીની જેમ હીના તેના પોતાના આગવા વૃંદાવનમાં રહેતી હતી.

અલબત આ બધુ કંઇ સહેલુ નહોતું.કેટલાયે સંઘર્ષોથી માંથી તેને પસાર થવાનું આવ્યું હતુ, કેટલાયે વિરોધો નો સામનો તેણે એકલા હાથે કર્યો હતો.. પણ તે તો હીના હતી ને.! ગમે તેટલી પીસો ને..તે રંગ જ આપવાની..ખુશ્બુ જ ફેલાવવાની.!!!

અને માર્ગમાં કેટલા તૂફાનો ભેટયા તેની કયાં પરવા હતી? બસ..તેને જોઇતી મંઝિલ તેણે પામી લીધી હતી.એક સવારે” ફિક્કો ફસ “લાગતો તેનો પ્રેમ..સમયની સરાણે ચડીને, સોળે કળાએ ખીલી ઉઠયૉ હતો.પ્રેમના એ પુનિત પ્રકાશમાં કોઇ નિરાશા,કોઇ ગમગીની,કોઇ ફરિયાદ નહોતી..આજે તે પ્રેમ નો પર્યાય બની ગઇ હતી. તે ચારુની રાધા બની ને પ્રતીક્ષા કરી રહી હતી..પ્રતીક્ષા…ફકત પ્રતીક્ષા…

અને ચારુને સંભળાતો સાદ ભ્રમણા કેમ હોઇ શકે?આજે ચારુ તેની જાતને રોકી શકયો નહીં.હીનાના પ્રેમની..પ્રતીક્ષાની એ બુલંદી હતી કે શું? એ જે હોય તે…..

પણ…પણ ચારુ આજે ઘેર આવવા..હીનાને મળવા બેતાબ થયો હતો.ફરી એક્વાર તે ચાલી નીકળ્યો..બસ..એકવાર હીનાને મળી લઉં..તેને જોઇ લઉં..દૂરથી તો દૂરથી ..એ એક જ એષણા તેના મનમાં હતી. તેણે ઘેર ફોન જોડયો.કે જતા પહેલા હીના ના સમાચાર જાણી લઉં.. કઇ જગ્યાએ તેના લગ્ન થયા છે..એ કયાં છે..બધી માહિતિ મેળવવા આજે તે બેતાબ બની ગયો. અને ફોનમાં ભારે હૈયે જયાભાભીએ તેને જે સમાચાર આપ્યા…તે જીરવવા આસાન થોડા હતા? મનમાં ઉછળતી …ન સમજાતી ઊર્મિઓ ને લઇ તે હીનાના સરનામે પહોંચ્યો ત્યારે ક્ષિતિજે સંધ્યાના રંગો ખીલ્યા હતા.અને………

અને હીના…નાનકડી બાળકી ને બતાવી રુંધાયેલ અવાજે તેને પૂછતી હતી, ”હું.. હું તો ‘મા’ બની ગઇ છું..તું આનો પિતા બની શકીશ?”

શું જવાબ આપે ચારુ? અને હીનાને હવે જવાબની પ્રતીક્ષા પણ કયાં હતી?

“સંગ જો હોય સાજનનો ને ગરમાળામાં ફૂલો રે;
વૈશાખી વહાલપની મોસમ બાકી સઘળુ ભુલો રે..”

અને દૂર મંદિરમાંથી આવતા સંધ્યા આરતીની મધુર સ્વર પણ કયાં બને ને સંભળાતા હતા? અને આજે અહીં શબ્દો તો બિચારા કેવા વામણાં બની ને સંતાઇ ગયા હતા! .સ્નેહનો ઉજાસ તેમના તન ,મનમાં ઉઘડયો હતો.જીવનનું સત્ય,શિવમ અને સુંદરમ તેને સમજાઇ ગયું હતું. સ્નેહનો આ ઉઘડતો ઉજાસ જ પરમ સત્ય, શિવમ અને સુંદરમ નહોતો? બંને ના મધુર મિલનમાં ખલેલ પહોચાડ્વા ન માગતી હોય તેમ સંધ્યા રાણીએ ધીમેથી પોતાની રંગલીલા સંકોરી લીધી. હવે તો પીઠીવરણા અવસરનું અજવાળુ ત્યાં ઉગ્યું હતું.

“સહજ સ્નેહનું ભાથુ બાંધી,
રહીએ નિત્ય પ્રવાસી…
પ્રેમ ની પુનિત પળો છે
જીવનનું સત્યમ્ શિવમ્ અને સુંદરમ્”

—–: સમાપ્ત :—–

9 Responses to સ્નેહનો ઉજાસ

 1. Pingback: ફીક્કોફસ-10 -ઉર્મિ સાગર « વિજયનુ ચિંતન જગત

 2. Pingback: ફીક્કો ફસ - 11 -ઊર્મિસાગર « વિજયનુ ચિંતન જગત

 3. Pingback: ફીક્કો ફસ - 10 -ઊર્મિસાગર « વિજયનુ ચિંતન જગત

 4. Pingback: ફિક્કો ફસ 12-નીલમ દોશી « વિજયનુ ચિંતન જગત

 5. bansinaad says:

  વાંચતાં વાચતાં હીના અને ચારૂ ના પાત્રો સ્નેહ, પ્રેમ અને ત્યાગ વિષે ઘણું બધું સમજાવી ગયાં. ખરેખર, એક સુંદર લાગણીમય કથા અતિજીવંત લાગી. શરૂઆતમાં લાગતો પ્રણયનો રંગ “ફિક્કો ફસ”, ધીરજ, શ્રદ્ધા, પ્રેમ્, ત્યાગ અને પરસ્પર ની નિર્વ્યાજ લાગણી થી “ફિક્કો ફસ”, ન રહેતાં સનાતન બની શકે છે તે અત્યંત સંવેદનશીલ શૈલી માં વણી લેવાયું છે. આશા છે કે આવી જ રીતે ભવિષ્યમાં ટૂંકી વાર્તાઓ અહીં વાંચવા મળશે.
  હાર્દિક અભિનંદન. જય

 6. Saryu Parikh says:

  I enjoyed reading the story.
  The selfless relationship can last through any situation.
  Peace
  Saryu

 7. Pingback: વિજયનું ચિંતન જગત « ગુજરાતી બ્લોગ જગત ને એક તાંતણે બાંધતી કડી

 8. sandhya says:

  tamari aa tuki varta kubaj pasand aavi prem eak anubhuti che ano saksatkar karvyo

 9. Rajul says:

  જીવનમાં આસપાસ આકાર લેતી ઘટના જેવી જ વાત વાર્તાનુ સ્વરૂપ લે ત્યારે કદાચ એ વધુ સ્પર્શે છે. તાજેતરમાં જ એક એવી છોકરીના પરિચયમાં છું જે લગભગ હિના અને ચારુ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યા છે અને આઠ વર્ષના લાંબા સમય બાદ લગ્ન કરીને એક બન્યા છે.

Thanks for Inspiring me by your gracefull visit