પ્રાર્થના

 

                        

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ –

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

ઉમાશંકર જોશી

 

 લગભગ દરેક ધર્મની પ્રાર્થનામાં જોવા મળશે કે કોઇક પરમ તત્વ જે તારક છે મર્ગદર્શક છે અને જે તેના પર ભરોંસો રાખે છે તે દુઃખી થતો નથી.ભલે તે પ્રાર્થના નબળા કે પીડીત વર્ગની હોય કે સક્ષમ કે ધનવાનની હોય. આ પ્રાર્થના બુધ્ધીજીવી માણસ માત્રની છે. એક વાત જે નિશ્ચિત સ્વરુપે માને છે કે પરમ તત્વ છે પણ તેની પાસે માંગવાનુ  રક્ષણ, માર્ગદર્શન કે ધન નહીં પણ હિંમત, બાહુબળ અને સ્થિર બુધ્ધી છે કે જેથી આવી પડેલી આધી વ્યાધી અને ઉપાધીમાંથી ક્ષેમકૂશળતાથી બહાર આવી શકે.
    કોઇક લોકવાર્તા હતીકે જેમાં  દરિદ્ર બ્રાહ્મણ અને  અંધ દરિદ્ર વણિક પોતાનુ દુઃખ દુર કરવા શીવજીને રીઝવે છે.બ્રહ્મણ ભોળા હોય તેથી તેને ત્રણ વરદાન અને વણિકને એક વરદાન મળ્યુ.
બ્રાહ્મણ ઘરે આવીને પોતના પુત્ર અને પત્નિને એક એક વરદાન લેવાનુ કહે છે. બ્રાહ્મણ પત્નિ સામાન્ય દેખાવ અને ભુખમરાથી થાકેલી હતી તેથી રુપાળી રાજકુંવરી બનીને રજવાડે પરણે તેવુ વરદાન માંગે છે. તેથી ક્રોધીત બ્રહ્મણ એ રાજકુંવરી બનેલી પત્ની ને કુબ્જામાં ફેરવી નાખવામાં બીજુ વરદાન વેડફી નાખે છે.નાનો પુત્ર એ કુબ્જા માતાને પાછી મૂળ સ્વરુપે માંગી ત્રીજુ વરદાન વાપરી નાખે છે.આમ તપશ્ચર્યા એળે જાય છે. જ્યારે કુંવારો અંધ વણિક એક વરદાનમાં માંગે છે કે હે પ્રભુ હું સાતમે માળે સોનાનાં હીંડોળે મારા સાતમા પુત્રની વહુને  નાના પૌત્ર ને તેડતી મારી પત્ની સાથે જોઉ.

કવિ ઉમાશંકરની આ પ્રાર્થના મને તો વણિકની પ્રાર્થના જેવી લાગે છે.

તમારુ શું માનવુ છે?

This entry was posted in કાવ્ય રસાસ્વાદ. Bookmark the permalink.