તમે અને મારુ મન

બેવફા  

કેળવી લીધી છે કેવી વ્યથા
કે નજરો પણ કહેતી તે કથા
શબ્દો બધીર બની રુએ બધા
આંસુ એક નીકળે નહીં છતા
જોતો રહ્યો ઘટતી હતી જે ખતા
લૂંટાતી રહી મુરખો વચ્ચે મતા
આવજો કહી તે આમ જતા
ઉરને મારતા પથ્થર સદા
લાગણીઓતો જાણે અશબ્દા
ચુરતા ક્ષણે ક્ષણે કહી બેવફા

પ્રભુનુ ગણિત

જીવનમાં કાયમ જે આપીયે
તેનુ વળતર  મળવુ જ જોઇએ એ હઠાગ્રહ ખોટો.
માબાપ આપ્યા કરે જે
વાત્સલ્યસભર પ્રેમ તે તો અમોલ
તેની કિંમત ન થાય
કે ન થાય તેનો તોલ કે મોલ
ફક્ત રાહ જ જોવી રહી કે સંતાન પણ થાય મા કે બાપ

દુઃખ એ તો પ્રભુનુ તેડુ છે

કસોટી સોનાની હોયે
કદી કથીરની હોતી નથી
તેમજ સમજ કે પ્રભુનુ ગણિત
તને ન સમજાય્ તેની લાકડી જુદી,

તેનો  માર ગેબી
ભક્તિભાવે ભજતા રહીયે,
સહેતા રહીયે ને સોંપી દઇયે તેને સર્વ ભાર

દસત્વ આપણુ

તુ રડ ના સખી!
વધુ તો શું કહુ તુ શુન્ય તો હું એકડો
છુટા પડીશુ તો બન્ને નાના અને અર્થહીન
પણ સાથે છીયે તો બધાથી મોટા આપણે.
 જીવન જીવવા કોઇ ભવિષ્ય નો ભ્રમ સેવવા કરતા
જે છે તે માણવુ તે વધુ કલયુગી સત્ય છે વધુ તો શું કહુ?
ખર્ચી નાખી જે જીવન શક્તિ બધી,
તેનો આફ્સોસ નકામો.
આશાન્વીત છુ કે એક દિવસ તે મહેનત ઉગશે સાચે જ
રાખે પ્રભુ જે રીતે,
 તે રીત જ ઉત્તમ આપણે માટે
વધુ તો શું સમજાવુ ?
તને તુ સમજે બધુ છતા સારે આંસુ અમોલા
રડ ના સખે! તારા શુન્યપણામાં જ છુપાયુ
‘દસત્વ આપણુ!‘

 *****
નિષ્ફળતાને નાથવાની ક્રિયા છે મથતા રહેવુ
વિકસવાના પ્રયાસોથી જીવન ભરતા રહેવુ
આશા નિરાશાનાં ઝુલા સદા ઝુલતા રહેવાના
આશાન્વીત રહેનાર સદા સફળ થતા રહેવાના

*****

તમે હસો તો પ્રફૂલ્લીત થઇ જાશુ
ને તો નમશુ નયન થઇ જાશુ
દુઃખોને કર્મપ્રસાદી સમજતા રે‘શુ
પણ જુદાઇ દો તો કવિનું કવન થઇ જાશુ.

*****

મા બાપ તમને કરોડો પ્રણામ

કેવા નગુણા બાપુજી અમે
અને કૃતઘ્ની જબરા અમે

તમે દીધુ જન્મદાન
અમને શિક્ષણસમજ અને જ્ઞાન્

ચાલ્યા ગયા અમે છોડી તમને
જ્યારે બન્યા તમે પીળુ પાન

ધીક્કાર તો ઘણો છુટશે અમને
જ્યારે કરવુ પડશે પીંડદાન

વળાવવા જવુ પડશે તમને
ને આપવો પડશે ચેહ સ્મશાન્

દિકરા બનીને અવતર્યા માત
કામ ન લાગ્યા છતા દે આશિર્વાદ

માબાપ બન્યા જ્યારે ત્યારે સમજ્યા
તમારી અમ માટે લાય

મા બાપ તમને કરોડો પ્રણામ
મા બાપ તમને કરોડો પ્રણામ

યૌવનના ઉછાળા

યૌવનના ઉછાળા હોય કદીક આકરા
 અને થાય કે કરી નાખું ઘણું
કર્યા પછી જો સફળતા મળે તો
લાગે આખું જગ વામણું પણ

જો કદીક નિષ્ફળતા મળે
તો કોકની છાતીમાં માથું નાખીને રડવું હોય તો
માના સમું નથી કોઈ સ્થાન જગમાં
…
વલોપાત અને નિષ્ફળતાનાં ઝેરને ઓકવા 
બાપનાં કાન સમું નથી કોઈ સ્થાન જગમાં
તમારા સુખે સુખી અને તમારા દુ:ખે દુ:ખી
એવા સમભાગિયા માબાપ સમુ કોઈ નથી જગમાં

વાતો એમની કદાચ જુના જમાનાની
ગમા કે અણગમાને ઉપજાવનારી
પણ શ્રદ્ધા સદા કરજો તેમાં છૂપાઈ છે
ફક્ત સદભાવના અને ચિંતા તમારી
…

This entry was posted in વિજય શાહ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

One Response to તમે અને મારુ મન

  1. hiren says:

    sarash

Comments are closed.