ગુજરાતી સાહિત્યના સામાયિકો – વિશેષ લેખ

પ્રિય વાચક મિત્રો,

ગુજરાતી સાહિત્ય દેશ-કાળ અનુસાર જુદા જુદા માધ્યમોથી જુદી જુદી રીતે લોકો સુધી પહોંચતું રહે છે. પહેલા લોકકથાઓ અને લોકગીતો સ્વરૂપે કર્ણોપકર્ણ કોઈની પાસેથી સાહિત્ય સાંભળવા મળતું. વર્ષો વીતતાં એ કથાપ્રસંગો, ગામના ભાગોળે ડાયરા સ્વરૂપે સચવાયા. વળી, સમયફેરથી પ્રેસ (છાપકામનાં સાધનો) વગેરે માધ્યમોની શોધ થઈ એટલે પુસ્તકોનું માધ્યમ અસ્તિત્વમાં આવ્યું અને આજે એ સાહિત્ય ઈન્ટરનેટના માધ્યમથી દેશ-વિદેશના લોકો સુધી સરળતાથી પહોંચી રહ્યું છે.

પરંતુ આમ છતાં, સાહિત્યનો જે વિકાસ અને વિસ્તાર થવો જોઈએ, તે પ્રમાણમાં ખૂબ જ ઓછો જણાય છે. આપને લાગશે કે રીડગુજરાતી અને બીજી અન્ય ગુજરાતી સાઈટો અને બ્લોગના માધ્યમથી લાખો લોકો ગુજરાતી વાંચી રહ્યા છે, તો એ શું સારું ન ગણાય ? હા, વાત સાચી છે. એ તો સારું છે જ, પણ પૂરતું નથી. કારણકે માત્ર ઈન્ટરનેટના માધ્યમથી સમગ્ર ગુજરાતી વાચકો સુધી પહોંચી શકાતું નથી અને વળી, મુખ્ય વાત તો એ છે કે જેને વાંચનમાં રુચી છે તે લોકો સુધી જ હજી પહોંચી શકાયું છે. ખરેખર તો સાહિત્યનો વિકાસ એને કહેવાય કે જેને વાંચન ન ગમતું હોય, અથવા વાંચન ન કર્યું હોય એવા લોકો ને પણ વાંચન પ્રત્યે આકર્ષિત કરી દે ! જો કે આ બધી વાતો હવે મનોરંજનના જમાનામાં બહુ કઠિન લાગે છે. અત્યારે હાલત એટલી ખરાબ છે કે જે લોકોને ગુજરાતી વાંચતા આવડે છે એવી અત્યારની યુવા પેઢી, ગુજરાતી સાહિત્યના વાંચનમાં ખૂબ ઓછો રસ લઈ રહી છે (જે કે આ બધાને લાગુ નથી પડતું) અને હવે પછી જે પેઢી તૈયાર થઈ રહી છે, એમના અભ્યાસમાં ગુજરાતીવિષય જ નથી  જે લેખકો અત્યારે છે એમાં નવા લેખકો કે યુવા લેખકોનું પ્રમાણ ખૂબ ઓછું છે.L!  રીડગુજરાતીના માધ્યમથી હું જેટલા લેખકો સાથે સંપર્કમાં છું એ બધાની વય આશરે 50 કે 60 થી તો ઉપર જ છે. પરિણામે અમુક વર્ષો પછી આપણી પાસે લેખકો પણ ના હોય, અને વાચકો પણ ના હોય એવો એક ભય તોળાઈ રહ્યો છે. આમાં કોઈ ગુજરાતી સાહિત્યની નબળી બાજુ જોવાનો કે નેગેટિવ વિચારવાની વાત નથી પરંતુ, જેમ કોઈ મલ્ટીનેશનલ કંપની ભવિષ્યમાં આવનારા ખર્ચ અને વિકાસને સંબંધિત, અગાઉથી પ્લાનિંગ કરે છે એમ આપણે સૌ વાચકો આ બાબત અંગે કંઈક વિચારી શકીએ તો એ વધારે યોગ્ય ગણાય, એમ મને લાગે છે.

આજે સાહિત્યનો પ્રકાર માત્ર મનોરંજન સુધી જ સીમિત રહ્યો છે. સાહિત્યની કૃતિને આત્મસાત કરવાની, તેને માણવાની કળા ઘણા ઓછા લોકોને હસ્તગત રહી છે. જેમ આપણે રોજ MP3 પર ગીત સંગીત માણતા હોઈએ છીએ પણ, તેમાંનો રાગ, રાગના પ્રકાર, આરોહ-અવરોહ અને વિશિષ્ટ રાગોનું અર્થઘટન કરવાનું જ્ઞાન ખૂબ સીમિત લોકોને હોય છે. કંઈક આવી જ વાત છે આપણા સાહિત્યના અનેક સુંદર ગુજરાતી સામાયિકોની. ગુજરાતી મનોરંજન સામાયિકોની લાખ-બે લાખ કોપીઓ વેચાય છે પણ સાહિત્યની જેમાં અસલ સુગંધ છે, ઉત્તમ કૃતિઓ છે, જેનું વેચાણ વધે તો અનેલ લેખકો અને કવિઓ બેઠા થાય એમ છે એવા સુંદર ગુજરાતી સાહિત્ય સામાયિકોઅત્યારે ઑક્સિજનપર જીવે છે. ઘણા સામાયિકો મૃત થઈ ગયા છે. આર્થિક સહાયતા અને સતત ઘટતા જતા વાચકોના અભાવે કેટલાય મેગેઝીનોને પોતાનું પ્રકાશન કાર્ય વર્ષો સુધી બંધ કરવું પડ્યું છે. નવાઈની વાત તો એ છે કે આવા કેટલાય અદ્દભુત અને સુંદર મેગેઝીનોનું વાર્ષિક લવાજમ એક મલ્ટિપેક્સ થિયેટરની એક ટિકિટ જેટલું છે !!

રીડગુજરાતીના માધ્યમથી અનેક યુનિવર્સિટીઓ, પ્રોફેસર્સ અને ગુજરાતી સાહિત્ય પર સંશોધન કરનારાઓના સંપર્કમાં આવતા મને લાગ્યું કે આ સામાયિકોમાંના કેટલાની હાલત તો કેટલી દયાજનક છે. શું આપણે આ બધા સામાયિકોને આગળ લાવવા યોગદાન ન આપી શકીએ ? હું રીડગુજરાતીના વાચકોને નમ્ર વિનંતી કરું છું કે રીડગુજરાતી તો પૈસા વગર પણ કદાચ ચાલી શકે કારણકે તેમાં કાગળ અને શાહી વગેરેનો ખર્ચ નથી પરંતુ આ સામાયિકોમાં તો કાગળ, શાહી, પ્રિન્ટિંગ અને ટાઈપિંગ વગેરેનો ઊંચો ખર્ચ છે. એમાં તો અનેક લેખકોની ઉત્તમોત્તમ કૃતિઓ છે. અને જો આ સામાયિકોનું વેચાણ વધે તો કેટલાય નવા લેખકો અને કવિઓ ને બળ મળે તેમ છે. ભલે આપણને આ સામાયિકો વાંચવાનો સમય ના મળતો હોય, ભલે કદાચ એમાંની કોઈ કૃતિ આપણે સમજી ના શકીએ, ભલે આપણે કદાચ એનું એક પણ પાનું ન વાંચીએ પણ મારી દષ્ટિએ આ સામાયિકોનું લવાજમ ભરીને તેમને પુષ્ટ કરવા એ જ ઉત્તમ દાનછે. અત્યારે તો આ સામાયિકો આપણા દીવાનખંડની શોભા બનીને ટિપોય પર પડી રહે તો પણ ઘણું છે કારણકે ક્યારેક ને ક્યારેક તો એ આપણને જ એ તરફ ખેંચશે અને આપણામાંના વાંચનરસ જાગૃત કરશે.

નીચે આપેલા ઘણા મેગેઝીનો આર્થિક સહાયતાના અભાવે અમુક સમય માટે બંધ થઈ ગયા હતા. કોઈકને પેજની કવોલેટી ઘટાડવી પડી તો કોઈકને પેજ ઘટાડવા પડ્યા. જલારામદીપમેગેઝીન આર્થિક સહાયના અભાવે અમુક સમય બંધ રહ્યું. સરકારી ક્ષતિના કારણે ખૂબ મોટી રકમ ભરવાની આવતા અખંડ આનંદગત વર્ષે બે મહિના બંધ રહ્યું. વાચકો ઘટયા એટલે લોકોએ આ મેગેઝીનોને જાહેરાતો આપવાનું બંધ કરી દીધું પરિણામે અનેક સામાયિકોનું પ્રકાશન અટકી ગયું. અને એવી તો કેટલેટલીય ઘટનાઓ બની છે જેમાં આપણે સાહિત્યનું એક મેગેઝીનકંકાવટીતો ગુમાવ્યું. (જોકે કંકાવટીના તંત્રી એ આપેલા તાજા સમાચાર મુજબ હવે તે ટૂંક સમયમાં પુન: શરૂ થવાનું છે, તે એક આનંદની વાત છે.) હવે વધારે ગુમાવીએ એ પહેલા જેટલું બચાવી લેવાય એટલું સારું.

મારી આપ સૌને નમ્ર વિનંતી છે આપની જેટલી આર્થિક ક્ષમતા હોય એ પ્રમાણે, આમાંથી થોડા ઘણા સામાયિકોનું વાર્ષિક, દ્વિવાર્ષિક, આજીવન ગમે તે, લવાજમ આપ ભરશો તો ગુજરાતી સાહિત્ય માટેનું એક ઉત્તમ કાર્ય થયું ગણાશે. માત્ર અહીં આપ્યા છે એ જ સામાયિકો માટે આપ કંઈક કરો એવી વાત નથી, આપના ધ્યાનમાં જે કોઈ સામાયિક હોય, આપના વિસ્તારના જે કોઈ ગુજરાતી મેગેઝીન હોય એ સૌને ટકાવી રાખવામાં આપણે જો થોડો ફાળો આપીએ તો એ આપણા માટે ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડશે. તમામ સામાયિકો દેશ-વિદેશમાં ગમે તે જગ્યાએ મોકલી શકાય તેવી સુવિદ્યા હવે મોટે ભાગે બધાજ પ્રકાશનો તરફથી ઉપલબ્ધ હોય છે તેથી વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ આ સામાયિકોનું લવાજમ ભરવા નમ્ર વિનંતિ છે.

આ સાથે અત્રે એટલી સ્પષ્ટતા પણ કરી દેવી યોગ્ય સમજું છું કે રીડગુજરાતી આ કોઈ પણ સામાયિકો સાથે જોડાયેલું કે સંલગ્ન નથી. કોઈની સાથે કોઈ કમિશન કે આર્થિક લેવડ-દેવડ નથી. રીડગુજરાતીનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર સાહિત્ય વંચાવવાનો છે, વેચવાનો નથી. મને જેટલા મેગેઝીનો ની વિગતો સહજ રીતે પ્રાપ્ત થઈ તે મેં અહીંયા મૂકી છે. આ ઉપરાંત પણ ગુજરાતી સાહિત્યના બીજા ઘણા મેગેઝીનો છે, અને તેની વિગતો જેમ જેમ પ્રાપ્ત થશે તેમ અહીં ઉમેરી શકાય તેવી કોશિશ કરતો રહીશ. આ તમામ સામાયિકોમાંથી જે કોઈનું પણ લવાજમ ભરવાની આપને ઈચ્છા હોય, તે માટે જે તે વિગત અને ફોન નંબર આપ્યા છે ત્યાં, જે તે કાર્યાલયનો સીધો સંપર્ક ભારતીય ઓફિસ સમય પ્રમાણે કરવો. આપેલ વિગતો મેં શક્ય એટલી ચોક્કસાઈપૂર્વક મૂકી છે, તેમ છતાં તેમાં કોઈ ક્ષતિ જણાય અથવા કોઈ માહિતિ સુસ્પષ્ટ રીતે ન સમજાય તો વાચકો મને મારા ઈમેઈલ પર સંપર્ક કરી શકે છે. (ઈમેઈલ : shah_mrugesh@yahoo.com ) તમામ સામાયિકોની વિગતો શક્ય એટલી લેટેસ્ટ આપવાનો મેં પ્રયાસ કર્યો છે, આમ છતાં એક વાર પ્રકાશન સંસ્થાઓનો સંપર્ક કરીને પછી લવાજમના ચેક મોકલવા હિતાવહ છે.

છેલ્લે, બસ મને આશા છે કે, આપ સૌ વાચકમિત્રો સાહિત્યની પ્રવૃતિને વેગ મળે એ માટે આપનું યોગદાન આપશો.

વાચકમિત્રો એ નોંધ લેવી કે આવતીકાલે રીડગુજરાતી પર એક દિવસ વિરામ રહેશે. તા : 17-સપ્ટેમ્બર-2006 ના રવિવારે ફરી મળીશું નવા લેખો/કાવ્યો સાથે.

તંત્રી :
મૃગેશ શાહ, વડોદરા.
www.readgujarati.com
મોબાઈલ : +91 9898064256

નામ : ઉદ્દેશ

તંત્રી : શ્રી રમણલાલ જોશી

પ્રકાર : માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ.
200
વિદેશમાં (ઍરમેલ) વાર્ષિક : રૂ. 750
આજીવન પ્રોત્સાહક સભ્ય રૂ. 1500 (ભારતમાં)

સરનામું :
ઉદ્દેશફાઉન્ડેશન
2, અચલાયતન સોસાયટી,
સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પાસે,
નવરંગપુરા, અમદાવાદ-380009, ગુજરાત
ફોન : 91 – 79 – 27911677, 27910227

વિગત :
ગુજરાતી સાહિત્ય ના સમાચારો
, વાર્તાઓ, સમીક્ષાઓ, વિવેચનો, કાવ્યો તેમજ કાવ્યોનો આસ્વાદ. આશરે 40 પાનાનું 16 વર્ષથી પ્રગટ થતું માસિક સામાયિક. ભારતમાં લવાજમ મની ઓર્ડર તેમજ ઉદ્દેશ ફાઉન્ડેશનના ચેક/ડ્રાફટ થી મોકલી શકાય છે. બહારગામના ચેક સ્વીકારાતાં નથી. છુટક નકલ ની કિંમત રૂ. 25 છે.

નામ : તાદર્થ્ય

તંત્રી : સવિતા ઓઝા

પ્રકાર : માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ.
70
આજીવન રૂ. 700 (ભારતમાં), શુભેચ્છક સભ્ય રૂ. 1000

સરનામું :
તાદર્થ્ય
સવિતા ઓઝા
એમ-29/249 વિદ્યાનગર, આંબાવાડી, અમદાવાદ-15, ગુજરાત.
ફોન : 91 – 79 –26745193

વિગત :
અભ્યાસ લેખ
, ગુજરાતી વાર્તા, કાવ્યોનો સમાવેશ કરતું દર માસની 29 તારીખે પ્રગટ થતું આશરે 48 પાનાનું સુંદર માસિક મેગેઝીન. લવાજમ માટે ચેક યા ડ્રાફ્ટ તાદર્થ્યના નામથી મોકલવો. છુટક નકલની કિંમત રૂ. 7 છે. પરદેશના લવાજમ માટે કાર્યાલયનો ફોનથી સંપર્ક કરવો.

નામ : શબ્દસૃષ્ટિ

સંપાદક : હર્ષદ ત્રિવેદી

પ્રકાર : માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ.
100
વિદેશમાં (ઍરમેલ) વાર્ષિક : રૂ. 1000
વિદેશમાં (સી-મેઈલ) વાર્ષિક : રૂ. 450

સરનામું :
ગુજરાતી સાહિત્ય અકાદમી
જૂનું વિધાનસભા ભવન
,
ટાઉન હૉલ પાસે, સેકટર-17
ગાંધીનગર-382 017, ગુજરાત.
ફોન : 91 – 79 –23256797, 23256798

વિગત :
ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર તરીકે ઓળખાતું તેમજ ખૂબ જ લોકપ્રિય માસિક સામાયિક. અનેક કાવ્યો
, વાર્તાઓ, સમિક્ષાઓ, વિવેચન, ચરિત્ર, નિબંધો, ગ્રંથાવલોકન, નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી વગેરે અનેક લેખોનો સમાવેશ કરતું આશરે 100 પાનાનું મેગેઝીન. લવાજમ માટે ચેક સ્વીકારતા નથી. માત્ર ડ્રાફટ અથવા મનીઓર્ડર ગુજરાતી સાહિત્ય અકાદમીના નામથી મોકલવો. વધારેમાં વધારે એક સાથે પાંચ વર્ષનું લવાજમ ભરી શકાય છે. જે માસમાં લવાજમ મળશે તેના પછીના માસથી અંકો મોકલવામાં આવશે. વર્ષના કુલ 12 અંકોમાં 1000 પાના કરતાંયે વધારે વાંચન સામગ્રી. સાહિત્ય જગતમાં બનતી ઘટનાઓની રજેરજ માહિતી.

નામ : સૌજન્ય માધુરી

સંપાદક : યાસીન દલાલ

પ્રકાર : માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ.
100, આજીવન રૂ. 1500
વિદેશમાં વાર્ષિક : $ 20
વિદેશમાં આજીવન : $ 100

સરનામું :
આશિયાના
5,
સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી,
રાજકોટ-360005, ગુજરાત.
ફોન : 91 – 281 –2575327

વિગત :
આ માસિક મેગેઝીનમાં મુખ્યત્વે બીજાં સામાયિકો તેમજ દૈનિકોમાંથી ચૂંટેલી સામગ્રી પીરસાય છે. આમ છતાં તેમાં મૌલિક વાર્તાઓ અને લેખોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ સામાયિકમાં કાવ્યોને સ્થાન આપવામાં આવતું નથી. ચેક/ડ્રાફ્ટ
સૌજન્ય પબ્લિકેશનના નામે લખવા. લવાજમની વિગતની પૂછપરછ માટે સૌરભ પુસ્તક ભંડાર, અમદાવાદ ના મોબાઈલ નંબર +91 9327000918 પર પણ પૂછપરછ કરી શકાય છે.

નામ : જલારામદીપ

તંત્રી : પ્રો. સતીશ ડણાક

પ્રકાર : માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં ફક્ત આજીવન રૂ.
4001
વિદેશમાં (US, Canada, NZ, AUS, Singapore વાર્ષિક (એરમેલ) : US$ 60, વાર્ષિક (સી-મેઈલ) : US$ 40
વિદેશમાં (US, Canada, NZ, AUS, Singapore આજીવન (એરમેલ) : US$ 601, વાર્ષિક (સી-મેઈલ) : US$ 401
આફ્રિકા અને ઈંગલેન્ડ : વાર્ષિક (એરમેલ) : 40 પાઉન્ડ વાર્ષિક (સી-મેઈલ) : 30 પાઉન્ડ
આફ્રિકા અને ઈંગલેન્ડ : આજીવન (એરમેલ) : 401 પાઉન્ડ આજીવન (સી-મેઈલ) : 301 પાઉન્ડ

સરનામું :
શ્રી રામ પ્રકાશન
7, જલારામ ચેમ્બર્સ,
જલારામ માર્ગ, કારેલીબાગ. વડોદરા-18, ગુજરાત
ફોન : 91 – 265 –2464797, 2462947
jalaramdeep@sify.com

વિગત :
દર માસની પહેલી તારીખે પ્રગટ થતા આ સામાયિક માં ફક્ત આજીવન સભ્ય જ બની શકાય છે. તેમ છતાં સ્કુલ
, કોલેજો તેમજ જાહેર ગ્રંથાલયો વાર્ષિક લવાજમના રૂ. 225 મોકલી શકે છે. ગુજરાતી સાહિત્યની સુંદર વાર્તાઓ અને અમુક સુંદર નિયમિત કોલમો ધરાવતું આ સામાયિક આશરે 84 પાનાનું આવે છે. સાહિત્યના વિવિધ સમાચારો, ચિંતનલેખો, પુસ્તકોનો આસ્વાદ વગેરે સુંદર લેખોની વાંચન સામગ્રી માણી શકાય છે. ચેક કે ડ્રાફટ શ્રી રામ પ્રકાશનના નામે મોકલવા.

નામ : પ્રત્યક્ષ

સંપાદક : રમણ સોની

પ્રકાર : માર્ચ, જૂન, સપ્ટેમબર, ડિસેમ્બરના અંતમાં પ્રકાશિત

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
150, દ્વિવાર્ષિક 250, આજીવન રૂ. 1200
વિદેશમાં : વાર્ષિક 20 ડૉલર અથવા 15 પાઉન્ડ.
વિદેશમાં : આજીવન ડૉલર 100 અથવા પાઉન્ડ 75

સરનામું :
શારદા સોની
18, હેમદીપ સોસાયટી,
ટાગોરનગર પાછળ,
જૂના પાદરા રોડ, વડોદરા-390015
ફોન : 91-265-2357187, 9228215275
ramansoni11@yahoo.com

વિગત :
આમાં ગુજરાતી સાહિત્યમાં પ્રકાશિત થતા પુસ્તકોનું વિવેચન અને સમીક્ષાઓ આપવામાં આવે છે. આ સામાયિક વર્ષમાં ચાર વાર એટલે કે માર્ચ
, જૂન. સપ્ટેમ્બર અને ડિસેમ્બરના અંતે પ્રકાશિત થાય છે. તેનું લવાજમ જાન્યુઆરીથી ડિસેમ્બર મુજબ ગણાય છે. એટલે અધવચ્ચે લવાજમ ન મોકલતાં ડિસેમ્બર (મોડામાં મોડું ફેબ્રુઆરી) સુધીમાં લવાજમ મોકલી આપવા વિનંતી. સામાયિક આશરે 40 પાનાનું આવે છે. લવાજમની રકમ મનીઑર્ડર કે ડ્રાફટથી સ્વીકારાશે. ડ્રાફટ શારદા સોની પ્રકાશક પ્રત્યક્ષએ નામે જ મોકલવા વિનંતી.

નામ : ફાર્બસ ગુજરાતી સભા

તંત્રી : મંજુ ઝવેરી / સિતાંશું યશ્ચંદ્ર

પ્રકાર : ત્રૈમાસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
200, આજીવન 1000
વિદેશમાં વાર્ષિક : રૂ. 600

સરનામું :
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક
ઈમેજ પુસ્તક ઘર
,
1-2,
અપર લેવલ, સેન્ચુરિ બજાર,
આંબાવાડી, અમદાવાદ – 380006
ફોન : 91 – 79 – 26560504

વિગત :
ગંથસમીક્ષા
, સંશોધનલેખો, મીમાંસા, કૃતિ આસ્વાદ જેવા સાહિત્યના મહત્વના પાસાઓનો સમાવેશ કરતું આ મેગેઝીન ત્રૈમાસિક છે અને આશરે કુલ 70 પાનાનું આવે છે. છુટક નકલની કિંમત આશરે રૂ. 50 છે. ડ્રાફટ-મનીઑર્ડર વગેરે કયા નામે બનાવવા તે માટે ઉપરના ફોન નંબર પર સંપર્ક કરવો.

નામ : તથાપિ

સંપાદક : જયેશ ભોગાયતા

પ્રકાર : ત્રૈમાસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
200, દ્વિવાર્ષિક રૂ. 380,
વિદેશમાં વાર્ષિક : ડૉલર 30 અથવા પાઉન્ડ 24

સરનામું :
જયેશ ભોગાયતા
એ-
9, પાર્થ પાર્ક,
રાણેશ્વર મંદિર પાછળ, વાસણા રોડ
વડોદરા – 390012, ગુજરાત
ફોન : 91-265-2252211 મોબાઈલ : +91 9824053272
tathapi2005@yahoo.com

વિગત :
તથાપિનવેમ્બર, ફેબ્રુઆરી, મે અને ઑગસ્ટમાં એમ વરસમાં ચાર વાર પ્રગટ થાય છે. લવાજમ રોકડે, ચેક અથવા ડ્રાફ્ટથી આપી શકાય છે. ચેક અથવા ડ્રાફટ દક્ષા ભોગાયતા પ્રકાશક તથાપિના નામે મોકલવો. આ સામાયિકમાં કાવ્યો, વાર્તાઓ, અનુવાદ, સમીક્ષા, સાહિત્ય સમાચાર અને બીજી અનેક પ્રકારની વાંચન સામગ્રી આશરે 107 પાનમાં આપવામાં આવે છે.

નામ : ખેવના

તંત્રી : સુમન શાહ

પ્રકાર : ત્રૈમાસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
125, આજીવન રૂ. 1250
વિદેશમાં વાર્ષિક : ડૉલર 15 અથવા પાઉન્ડ 12
વિદેશમાં આજીવન : ડૉલર 120 અથવા પાઉન્ડ 100

કૃતિ મોકલવા માટે તંત્રીનું સરનામું :
સુમન શાહ
, જી-730, શબરી ટાવર,
વસ્ત્રાપુર, અમદાવાદ-380015. ગુજરાત
ફોન : 91 – 79 – 26749635

લવાજમ મોકલવા માટેના સરનામાં :
મણિલાલ પટેલ
સહજબંગલો,
શાંતાબા પાર્ક, ઓફફ બાકરોલ રોડ, વલ્લભવિદ્યાનગર-388120 ગુજરાત.
અથવા
રાજેન્દ્ર પટેલ
714, આનન્દમંગલ-3, રાજનગર કલબ પાસે, આંબાવાડી, અમદાવાદ-380006
ફોન : 91-79-26438063

વિગત :
આ સામાયિક માર્ચ
, જૂન સપ્ટેમ્બર અને ડિસેમ્બર ની છેલ્લી તારીખે પ્રકાશિત થાય છે. તેમાં કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નિબંધો, સાહિત્ય સમીક્ષા અને વિવિધ આસ્વાદોનો આશરે 64 પાનાઓમાં સમાવેશ કરવામાં આવે છે. લવાજમ મ.ઓ થી ભરી શકાય છે. આજીવન ગ્રાહક થનારે ચેક ખેવના ટ્રસ્ટના નામે લખવો. અમદાવાદની બહારના ચેક માટે રૂ. 25 અલગથી ઉમેરવા. લવાજમ ગમે ત્યારે ભરી શકાય છે. પણ ચાર અંકો જે-તે વર્ષના પહેલા અંકથી જ ગણાશે. સિલકમાં નહી હોય તે અંક આગળના અંકથી સરભર કરાશે.

નામ : ધબક

તંત્રી : ડૉ. રશીદ મીર.

પ્રકાર : ત્રૈમાસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
100, આજીવન રૂ. 1500
વિદેશમાં : ડૉલર 100 અથવા પાઉન્ડ 80, પાકિસ્તાન રૂ. 2500/- (એરમેઈલ)
પાંચ વર્ષનું લવાજમ યુ.એસ.એ 40 ડોલર, યુ.કે. 40 પાઉન્ડ.

સરનામું :
ધબક
ડૉ. રશીદ મીર.
155, સબીના પાર્ક,
આજવા રોડ,
વડોદરા-390019
ફોન : 91-265-2564170 મોબાઈલ : +91 9427301555

વિગત :
ધબકમાર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરની 15મી તારીખે પ્રગટ થાય છે. તેમાં માત્ર ગઝલોનો જ સમાવેશ કરવામાં આવે છે. આ સામાયિક આશરે 48 પાનનું આવે છે. લવાજમ કઈ રીતે મોકલવું તે માટે કૃપયા તંત્રીનો ફોનથી સંપર્ક કરવો.

નામ : નવનીત સમર્પણ

સંપાદક : દીપક દોશી

પ્રકાર : માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
175, બે વર્ષના : 300, ત્રણ વર્ષના 450
પાંચ વર્ષના રૂ. 700 અને દસ વર્ષના રૂ. 1400
વિદેશમાં વાર્ષિક (સી-મેઈલ) : રૂ. 500 (એરમેલ) : રૂ. 900

સરનામું :
ભારતીય વિદ્યા ભવન
કુલપતિ મુનશી માર્ગ
, મુંબઈ-400007
ફોન : 91-22-23634462/63/64
brbhavan@bom7.vsnl.net.in
deepsamarpan@yahoo.com

વિગત :
ભારતીય વિદ્યાભવનના આ સુપ્રસિદ્ધ સામાયિક માં કાવ્યો
, ગઝલો, વ્યક્તિ પરિચય, વાર્તાઓ, પ્રવાસ વર્ણનો, હાસ્યકથાઓ, જૉકસ અને અનેકવિધ સાહિત્યના પ્રકારોનો આશરે 136 પાનામાં સમાવેશ કરવામાં આવે છે. નવનીત સમર્પણનું લવાજમ ભરવા માટે ભારતીય વિદ્યા ભવનના નામે ચેક કે ડ્રાફટ મોકલવો. બહારગામના ચેક ભરનારાઓએ રૂ. 25 વધારે મોકલવા.

નામ : વલો કચ્છડો

સંપાદક : નરેશ અંતાણી

પ્રકાર : માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
45 આજીવન રૂ. 451

સરનામું :
ભૂમાનિકેતન
22-
બી, શિવમ પાર્ક,
નાના યક્ષ પાસે, માધાપર
ભુજ-કચ્છ-390020
ફોન : 91–2832– 243242
valokutchdo@yahoo.com

વિગત :
વલો કચ્છડોએ ઈતિહાસ અને પુરાતત્વનું માસિક છે, ખાસ કરીને કચ્છ સંસ્કૃતિના લેખોનો સમાવેશ કરવામાં આવે છે. ગમે તે માસથી તેના ગ્રાહક થઈ શકાય છે. વધુ માહિતી માટે ઉપરના સરનામે સંપર્ક કરવો. વિદેશમાં લવાજમ બાબતે સંપાદક શ્રીનો સંપર્ક કરવો.

નામ : અખંડ આનંદ

તંત્રી : આનંદભાઈ અમીન

પ્રકાર : માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
150 આજીવન રૂ. 3000
વિદેશમાં વાર્ષિક એરમેલ : રૂ. 1000 અને સીમેઈલ રૂ. 600
વિદેશમાં આજીવન : રૂ. 15,000

સરનામું :
ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટ
આનંદભવન
,
બીજો માળ, રૂપમ સીનેમાની બાજુમાં,
રિલીફ રોડ, અમદાવાદ-380 001
ફોન : 91–79– 25357482

વિગત :
કાવ્યો
, વાર્તાઓ, નિબંધો, પ્રવાસ વર્ણનો, જૉકસ અને નિયમિત સુંદર કોલમોનો સમાવેશ કરતું આશરે 104 પાનાનું માસિક મેગેઝીન. અખંડ આનંદદર માસની દશમી તારીખે પ્રગટ થાય છે. ગમે તે માસથી ગ્રાહક થઈ શકાય છે. લવાજમ મનીઑર્ડર કે ડ્રાફટથી મોકલી શકાય છે. નવા ગ્રાહકો ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટના નામનો ચેક લખે તો લવાજમાં રૂ. 35 ઉમેરવા. બેંક ડ્રાફટ ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટના નામનો મોકલી શકાશે.

નામ : પરબ

તંત્રી : યોગેશ જોષી

પ્રકાર : માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
100 આજીવન રૂ. 1500
વિદેશમાં આજીવન: 70 પાઉન્ડ અથવા 120 ડૉલર

સરનામું :
પરબ
ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશન,
ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ,
ટાઈમ્સપાછળ, નદીકિનારે.
પોસ્ટબોક્સ નં : 4060
અમદાવાદ – 380009. ગુજરાત.
ફોન : 91–79– 26587947

વિગત :
ગુજરાતી સાહિત્ય પરિષદના આ સામાયિકમાં કવિતા
, વાર્તા, નિબંધ, આસ્વાદ, અભ્યાસ, ગ્રંથાવલોકન, સમીક્ષા, પરિષદની પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય સમાચારો નો સમાવેશ કરવામાં આવે છે. લવાજમ ગમે ત્યારે ભરી શકાય છે. લવાજમ મનીઑર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફટ ગુજરાતી સાહિત્ય પરિષદના નામથી સ્વીકારવામાં આવે છે. આ સામાયિકની પૃષ્ઠ સંખ્યા આશરે 96 છે. પરિષદ દ્વારા પ્રકાશિત થતા નવા પુસ્તકોની પણ જાણકારી આ સામાયિકમાં આપવામાં આવે છે.

નામ : જનકલ્યાણ

સંપાદક : દેવેન્દ્ર ત્રિવેદી

પ્રકાર : માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ.
80, ત્રિવાર્ષિક : રૂ. 210 આજીવન રૂ. 7000
વિદેશમાં વાર્ષિક ઍરમેલથી : US$ 20 અથવા રૂ. 1000
વિદેશમાં આજીવન ઍરમેલથી : રૂ. 15,000

સરનામું :
જનકલ્યાણ
સંત પુનિતમાર્ગ
મણિનગર
અમદાવાદ – 380008. ગુજરાત.
ફોન : 91–79– 25454545
jankalyan99@yahoo.co.in

વિગત :
કુલ
30,064 આજીવન ગ્રાહક ધરાવતું ગુજરાતી સાહિત્યનું પ્રાચીન જીવનલક્ષી માસિકપત્ર જનકલ્યાણ આશરે 56 પાનનું આવે છે. એપ્રિલ થી માર્ચ લવાજમનું વર્ષ ગણાય છે. ગમે તે મહિનાથી લવાજમ ભરી શકાય છે, પરંતુ અંકો એપ્રિલથી માર્ચ સુધીના લેવાના રહેશે. દર માસની 21 મી તારીખે પ્રગટ થાય છે. આજીવન ગ્રાહકોને દર વર્ષે ભેટ પુસ્તકો આપવામાં આવે છે. ચેક/ડ્રાફટ પુનિત સેવા ટ્રસ્ટના નામે મોકલ 

મૃગેશ શાહ  www.readgujarati.com

This entry was posted in ગમતાનો ગુલાલ. Bookmark the permalink.

One Response to ગુજરાતી સાહિત્યના સામાયિકો – વિશેષ લેખ

  1. jigar says:

    thank you mrugesh bahi. atli mahiti mate ketlay divas radhiya pato karvu padu.

Comments are closed.