હ્યુસ્ટનમાં ઉજવાયો લોકમેળો

હ્યુસ્ટનમાં ઉજવાયો લોકમેળો        

ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન અને ગુજરાતી સાહિત્ય સરિતાનાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૬ મી સપ્ટેમ્બર ૨૦૦૬ નાંરોજ સાંજે લોકમેળો ઉજવાયો. આ પ્રોગ્રામના મુખ્ય સ્પોન્સોરર તારા એનર્જી હતા. આ મેળો ૮૦૦ થી ૯૦૦ માણસોની હાજરી થી શોભતો હતો સ્ટાફર્ડ સીવીક સેંટર અને  સ્ટાફર્ડ મીડલ સ્કુલનાં કાફ્ટેરીયમમાં આયોજન હતુ. 

       ગુજરાતી સમાજે ગાલા મેમ્બરશીપનુ આયોજન કર્યુ હતુ જ્યારે ગુજરાતી સાહિત્ય સરિતાએ ગુજરાતી ભાષાને જીવંત રાખવાના પ્રયાસો રુપે અમેરીકામાં લખાતા અને પ્રસિધ્ધ થતા લેખકોનાં પુસ્તકોનો મેળો તથા પીટ્ટ્સબર્ગનાં કાર્ટૂનીસ્ટ મહેન્દ્ર શાહના કાર્ટૂનોનુ પ્રદર્શન આયોજ્યુ હતુ. આ પુસ્તક મેળામાં ઘણા લેખકો અને કવિઓએ હાજરી આપી હતી જેમાં નોંધનીય નામ ન્યુ જર્સીથી પધારેલ હાસ્ય લેખક હરનીશ જાની,ડેટ્રોઇટ થી પધારેલ આર.આર.શાહ અને ડલાસથી સુધીર દવે મુખ્ય કહેવાય્.           હ્યુસ્ટન સ્થિત કવિઓમાં શ્રી સુમન અજમેરી,રસિક મેઘાણી, હિંમત શાહ,ચીમન પટેલ તથા મનોજ મહેતા ઉપસ્થીત રહ્યા હતા.૫૦ જેટલા લેખકો અને તેમના ૨૫૦થી વધુ પુસ્તકો પ્રદર્શનમાં મુકાયા હતા. આનંદરાવ લીંગાયત,પન્નાબેન નાયક,પ્રીતિ સેનગુપ્તા,અરુણ મહેતા,ડો નવિન વિભાકર જેવા અમેરીકન સર્જકોએ ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી મહેન્દ્ર પટેલના પત્રનો સુચારુ પ્રતિભાવ આપ્યો હતો અને તેમના પુસ્તકો વેચાણ કમ પ્રદર્શન માટે મોકલ્યા હતા. 

        ઉપપ્રમુખ સુશ્રી વિભુતિબેન શાહે સુંદર ભાવવહી પ્રાર્થના અને મહેમાનોને આવકાર્યા હતા. બહુઅપેક્ષીત ડો કમલેશ લૂલ્લાનાં સ્લાઇડ શો મારી માવલડી ગુજરાતની પરિચયવીધી આપતા વિજય શાહે કહ્યુકે ડો કમલેશ લૂલ્લા વૈજ્ઞાનીક ઉપરાંત દેશભક્ત કવિ પણ છે જે આખા જનસમુહને ગુજરાતની ભાવ યાત્રા કરાવશે. 

            ડો.કમલેશ લૂલ્લાએ સૌને અવકાશપ્રવાસે ઉડાણ ભરતા ટેક ઑફ્કરાવ્યુ અને કૂનેહથી ભારત અને ભારત બહાર વસતા બીનનીવાસી ગુજરાતીઓની ગુજરાત પ્રેમની વાતો અને નીખિલ મહેતાનાં મધુર કંઠે ગુજરાતની ગૌરવ ગાથાની વાતો કરતા કાવ્યો વાંચ્યા અને લગભગ દરેક શ્રોતાઓને તેમના શહેર કે ગામ સુધી લ્ઇ ગયા. ભૂત પુર્વ પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ અને હયાત પ્રમુખ મહેન્દ્ર પટેલના આગ્રહને વશ થઇને તેમણે ઉમેર્યુ કે આ તો એમના કાર્યની નાની ઝલક માત્ર હતી તેઓ વર્ષાંતે મારી માવલડી ગુજરાતનામે કોફી ટેબલ બુક બનાવી રહ્યા છે જે ગુજરાત અને ગુજરાત બહાર વસતા સૌને માટે ગૌરવની વાત હશે.જેમાં ઘણીજ અલભ્ય અને કદી પ્રચલીત કે પ્રસારીત ન થઇ હોય તેવી ટેકનીકલ વાતો સાથે પ્રાચિન થી અર્વાચિન કવિઓની ગુજરાત પરની કવિતા હશે. 

    ગુજરાતી સાહિત્ય સરિતાનાં કો ઓરડીનેટરશ્રી રસેશ દલાલે કહ્યુ ગુજરાતી સાહિત્ય સરીતા તેના સાહિત્ય સર્જન અને સંવર્ધનનાં પાંચ વર્ષ પુરા કરી રહી છે ત્યારે તેના સર્વ સભ્યોને અભિનંદન અને દરેક વર્ષની પ્રણાલી મુજબ આ વર્ષે પણ સાહિત્યને સંગીત સાથે સંલગ્ન કરી સંગીત વિજયક શ્રી રાસબીહારી દેસાઇ અને વિભાબેન દેસાઇને રજુ કરી રહ્યા છે. સાથે સંચાલનમાં નવો ઉગતો કલાકાર અને કવિ અંકીત ત્રીવેદી નવી તાજગી લાવશે. કોઇ પણ જાતની ફી વગર સ્વયંભુ રીતે કાર્યરત સંસ્થા તેના શિસ્ત અને ભાષાપ્રીતથી વખણાય છે.     ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ પટેલે સૌ સભ્યોને જણાવ્યુ કે મેમ્બરશીપ ગાલા નાઇટ સંપુર્ણ સફળ રહી છે અને ૨૨મી થી શરુ થતા ગરબામાં સૌ પધારજો તેવુ આમંત્રણ આપ્યુ    હરનીશભાઇ જાનીને ૧૫ મીનીટ માટે વાતો કરવા આમંત્રણ આપાયુ અને તેમણે તેમની આગવી અદાથી સભાગૃહને હસાવ્યુ. સભાખંડમાંથી તેમને સમય વધુ ફાળવવાની માંગણી પણ આવી જે સન્માન પુર્વક નકારી સર્વેને મુ. રાસબીહારીભાઇ અને વિભાબેનને સાંભળવાની વાત મુકી. અંકીતની વાતો અને રાસબીહારીભાઇ અને વિભાબેનના સંગીત અને આલાપ પરીખના તાલને સૌએ પેટ ભરીને માણ્યા.આભારનાં ગુલાબો મહોર્યા અને કાર્યક્રમ મોડી રાતે આનંદભર રીતે સંપન્ન થયો.વિજય શાહ

This entry was posted in મીટીંગનો અહેવાલ, વિજય શાહ. Bookmark the permalink.

4 Responses to હ્યુસ્ટનમાં ઉજવાયો લોકમેળો

 1. aavu^ badhu^ jyaare jyaare kyaa^ye thaay
  har gujaraateenu^ hRiday bahu harakhaay;
  ame bhale naa aavee shakyaa tyaa^
  aa vaa^cheene haajar hataa evu^ thaay.

 2. vijayshah says:

  sau sathiaono sath hato
  ane haiye karvano umang hato
  tethi ghani takalifo chhatay
  manane anand ane shanti mali

 3. Harnish Jani says:

  BIG thank you to Sahitya Sarita–“Nahva ni Maza padi-“-Thank you to Gujarati Samaj-“Malva ni maza padi”–Houston is my kind of town !!
  Harnish Jani

 4. Maheshchandra Naik says:

  It is indeed good work is being done by you at “GUJARATI SAHITYA SARITA” please KEEP IT UP.
  Raseshbhai Dalal is my friend from Surat and I am Happy to note that he is coordinating you all.

Comments are closed.