આજની જેમ ત્યારેય સખી કરીશને મને વ્હાલ?-પ્રવિણ ભુતા

આજની જેમ ત્યારેય સખી કરીશને મને વ્હાલ?

સમય નાં વહેણ વહેવા સાથે
થશે વાળના ઝુલ્ફા ઓછા માથે
૭૫ નો થઇશ તે વેળા પડશે માથે ટાલ
આજની જેમ ત્યારેય સખી કરીશને મને વ્હાલ?

મને જન્મદિવસની દઇશ વધાઇ?
બનાવીશ મને મનભાવન મિઠાઇ?
આજની જેમજ ત્યારેય શું તુ રાખશે મારો ખ્યાલ?
આજની જેમ ત્યારેય સખી કરીશને મને વ્હાલ?

દિલ મેં ક્યારેક દુભવ્યું હશે
મન મેં ક્યારેક તારું દુઃખવ્યું હશે.
વિસરી બધું હાથ તુ મારો થામીશને જ્યારે લથડે મારી ચાલ?
આજની જેમ ત્યારેય સખી કરીશને મને વ્હાલ?

તારીય ત્યારે ઉમર થાશે
ક્યારેક મારી ઉપર ચીઢાશે
સાંજરે પાછા હિંચકે બેસી હેતના વેરશુંને રંગ ગુલાલ?
લખવી પડે તારે જો ચીઠ્ઠી
લગશે મને એ મધથી મીઠ્ઠી
‘તારી સદાય’એમ વંચતા ત્યારે થઇશ હું નવનિહાલ
આજની જેમ ત્યારેય સખી કરીશને મને વ્હાલ?

ફાટેલ ઝભ્ભો તુ સીવજે મારો
ને હું યે થઇશ હાથ-વાટકો તારો
એકબીજાના સાથમાં આપણુ આયખુ થાશે મલામાલ
આજની જેમ ત્યારેય સખી કરીશને મને વ્હાલ?

જોગ થાશે તો તીરથ જાશુ
હાથમાં ઝાલી હાથ ગંગા ન્હાશું
પૈસાની ઉણપને ઘોળી હંમેશ રહેશું ખુશ ખુશાલ
આજની જેમ ત્યારેય સખી કરીશને મને વ્હાલ?

સફરની એક ઢળતી સાંજે
સુરજ છેલ્લાં કિરણ આંજે
તારા ખોળે સૂઉં મસ્તક મુકી
મારા ઉપર તું રહેશે ઝુકી
આંખનાં તારા આંસુ બે ખારા શું ચુમશે મ્હારા ગાલ
આજની જેમ ત્યારેય સખી કરીશને મને વ્હાલ?

Original English song

 When I am sixty four (64)
by Paul Mc Cartney –John Lennon ( Beatles)

When I get older loosing my hair,
Many years from now
Will you still be sending me valentine?
Birthday greetings and bottle of wine?
If I’d been out till quarter to three
Would you lock the door?
Will you still need me, will you still feed me?
When I am sixty four?
You‘ll be older too
And if you say word
I could stay with you
I could be handy mending a fuse
When your lights have gone
You can knit a sweater by the fireside
Sunday mornings, go for the ride
Doing gardens, digging the weeds
Who could ask for more?
Will you still need me, will you still feed me?
When I am sixty four (64)

Every summer we can rent a cottage
In the isle of White if its not too dear
We shall scrimp and save
Grand children on your knee
Vera, Chuck and Dave
Send me a postcard, drop me a line
Stating point of view,
Indicate precisely what you mean to say
Yours sincerely wasting away
Give me your answer, fill in a form
Mine for ever more
Will you still need me, will you still feed me?
When I am sixty four (64)

મુળ કવિતા કરતા અનુવાદ વધુ સુંદર છે તેવુ તમને લાગે છે?

This entry was posted in ગમતાનો ગુલાલ. Bookmark the permalink.