મન મૂકીને

મન મૂકીને

મારે મન મૂકીને  હસવુ છે

મારે દિલ ખોલીને રડવુ છે

     મન મંદિરના કોઇ ઝણકારે

     કોઇ વિશ્વ ઓંમ્ ના રણકારે

     નિત્ય નિયમની નિત ચાલે

     આછી  આહટના પગ તાલે

     કોઇ ભીની આંખને અણસારે

મારે મન મૂકીને  હસવુ છે

મારે દિલ ખોલીને રડવુ છે

      સૂનમૂન  બેઠેલા  બાળકને

      કોઇ કોમળ ફૂલના ચાહકને

      અંતર યામીના   સાધકને

      અનાથ  પંગૂના   પાલકને

      થામી   કલેજે     માશૂકને

મારે મન  મૂકીને હસવુ છે

મારે દિલ ખોલીને રડવુ છે

સરયુબેન પરીખ

This entry was posted in સભ્યોની રચનાઓ, સરયૂબેન પરીખ. Bookmark the permalink.