ઋતુપત્ર – વર્ષા શાહ

ઋતુપત્ર – વર્ષા શાહ

કાગળો ભરીને લખવું હતું આજે
કોઈ પરામર્શ, કોઈ મંઝિલ વિના ભટકવું હતું, આજે.

ધૂળ શેરીની, પગને ગંદા કરે
એ જોઈ ખડખડ હસવું હતું, આજે.
ગયા દિવસો, ને જવાના જે એ સંભારી
દિવસભર મળાય એટલાને મળવું હતું,
ખૂબ પેટ ભરીને, આજે.

અનાયાસે, અજવાળે ને અંધારે
પ્રતિસાદે કોઈનો મેળ યા ન મળે
સૌનો સાદ દેવો હતો, આજે.

ક્ષણ પણ ભીની થયા વિણ વિતાવવી નથી,
એ મંત્ર મનમાં ભરી માતબર થવું હતું, આજે.

અભિમાન કેમ ન કરાય તેનું, એ પૂછવું હતું
ક્યાં હતા, ક્યાં હોઈશું એ દિવસનો મૂંઝારો
ઋતુમાં મલાવી-ઘોળીને પી જવો હતો, આજે.

જો આ પત્ર તેની ગવાહી –
આ મન, રૂદન ને રૂદિયું દઈ દીધું આજે
હાઈકૂ જેવા કલાકોમાં, તમને આજે.

કાગળો ભરીને લખવું હતું આજે
કોઈ પરામર્શ, કોઈ મંઝિલ વિના ભટકવું હતું, આજે.

This entry was posted in વર્ષા શાહ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

6 Responses to ઋતુપત્ર – વર્ષા શાહ

 1. કાગળો ભરીને લખવું હતું આજે
  કોઈ પરામર્શ, કોઈ મંઝિલ વિના ભટકવું હતું, આજે.

  સુંદર અભિવ્યક્તિ.
  આભાર.

 2. સરસ રચના…

 3. કાગળો ભરીને લખવું હતું આજે
  કોઈ પરામર્શ, કોઈ મંઝિલ વિના ભટકવું હતું, આજે.

  સુંદર રચના….
  અછાંદસમાં આમ ખરેખર ભટકી શકાય છે..પણ ધ્યાન એ રાખવૂં પડે કે ભટકી ના જવાય.

 4. Nik says:

  gamyu !

 5. sitafal ni sijan chalechhe, tema tamari rachana vachi aananad thayo. dhanyawad. jaisadguru.

Comments are closed.