ઝાકળ ભીના સ્પંદન

રુપ એનુ નમણું ખોયુ છે
આંખોએ એક શમણુ ખોયુ છે.

સાગર મિલનની અંધ ઘેલછામાં
એક નદીએ ઝરણું ખોયુ છે.

પુછો ના પ્રેમમાં શું મળ્યુ છે
જે મળ્યુ એથી બમણું ખોયુ છે.

ઍને જ મળે છે આ મસ્ત ફ્કીરી
નિજનું જેણે હોવાપણુ ખોયુ છે.

નારાજરુદનથી નયન લાલ થાય છે
હ્રદયે  ક્શુંક કંકુવરણું ખોયુ છે.

*************
મને ક્યાં ખબર હતી પ્યારની મહત્તા
તે જ સમજાવી મને ઈંતજારની મહત્તા

રુપ ફ્ક્ત રુપ છે ભલા એને ક્દાપી
ખપે નહીં રગના આધારની મહત્તા

રાતભર જાગી થયું તિમીર રંગીન આભનું
મધુકરને નથી ખબર અંધકારની મહત્તા

માણસ ઉર્ફે રામ નામે હણાયેલ સુવર્ણ મૃગ
એ જાણે છે દોસ્ત એના શિકારની મહત્તા

મને નસીબ જોગે એવા મિત્રો મળી ગયા
હું સમજી શકું છું મારા વિચારની મહત્તા

નારાજના બધા દર્દનો અક્સીર ઈલાજ છે
તબીબોને શી ખબર નીલુંના દીદારની મહત્તા.
     **************
જગતની ભીડમાં મિત્રો  પ્રકારે બેઉ મળ્યા
કોઈ મહોબતીલા કોઈ વ્યવહારું મળ્યા.

આ મુફ્લીસેને લાખ લાખ સજ્દા ખપે
એના નગર માંહે હીરાના પારખું મળ્યા

એણે દીધેલા ઘાવ પળમાં રુઝાઈ ગયા
ઈશ્વર કૃપા ક ઉપચારો ઘરગથ્થું મળ્યા.

http://naraj.wordpress.com

This entry was posted in ગમતાનો ગુલાલ. Bookmark the permalink.

7 Responses to ઝાકળ ભીના સ્પંદન

 1. vijayshah says:

  ઍને જ મળે છે આ મસ્ત ફ્કીરી
  નિજનું જેણે હોવાપણુ ખોયુ છે.

  Bahot khub
  Maza padi gayi

 2. vijayshah says:

  જગતની ભીડમાં મિત્રો પ્રકારે બેઉ મળ્યા
  કોઈ મહોબતીલા કોઈ વ્યવહારું મળ્યા.

  સરસ !!!

 3. thanx,vijaybhai vadhare………kai nathi kheto suny palanpuri no ek sher maatra purato chhe ” kadardan diladar koi to malshe nathi kai sav laganishuny duniya, fakat santhoshnu ek smit rakhi karunana saghala rudan vechava che..”

 4. rajeshwari says:

  રુપ એનુ નમણું ખોયુ છે
  આંખોએ એક શમણુ ખોયુ છે.

  સાગર મિલનની અંધ ઘેલછામાં
  એક નદીએ ઝરણું ખોયુ છે.

  પુછો ના પ્રેમમાં શું મળ્યુ છે
  જે મળ્યુ એથી બમણું ખોયુ છે.

  ઍને જ મળે છે આ મસ્ત ફ્કીરી
  નિજનું જેણે હોવાપણુ ખોયુ છે.

  “નારાજ”રુદનથી નયન લાલ થાય છે
  હ્રદયે ક્શુંક કંકુવરણું ખોયુ છે.

  સરસ રચના છે…

 5. DIXIT says:

  DIXIT GOSAI

 6. Hemant Panchal says:

  hi,
  bhai bahu maza padi gai
  rajeshwari ben tmara aa sher ma!

  પુછો ના પ્રેમમાં શું મળ્યુ છે
  જે મળ્યુ એથી બમણું ખોયુ છે.

  mane tmari aa rchana bahuj gami
  thank u…

  hemant

 7. DEEP PARMAR says:

  મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ
  આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઇ ગઇ

Comments are closed.