પરમ સમીપે

આમ તો રોજરોજ અમે

તમારી પાસે કંઈકને કંઈક માગતા હોઈએ છીએ, પ્રભુ !

પણ આજે હું કશું માગવા નથી આવી.

હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં

તમારી પાસે નિરાંતે બેસવા આવી છું.

અને આમ બેસવામાં મને કેટલું ઊંડુ સુખ છે

તે કહેવા આવી છું.

કોઈ પણ સ્થુલ પ્રાપ્તિમાં જાણી ન હોય

એવી એક અસીમ અવર્ણનીય શાંતિ

મારી ઉપર ઉતરે છે.

એક ઊંડી કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ જાય છે.

તમને ચાહવાનું આ કેવડું મોટું સુખ

તમે અમને આપ્યું છે !

મારા નેત્રો તમને નિહાળી શકતા નથી

પણ મારું અસ્તિત્વ તમારાંથી વ્યાપ્ત છે.

મારા મસ્તક પર હું તમારો હાથ મુકાતો અનુભવું છું.

મારા મોં ને અડતી આ હવામાં

તમારો વત્સલ સ્પર્શ પામું છું.

મારી કોઈ માગણી નથી,

મને કશાની જરૂર નથી,

હું માત્ર પ્રેમનું નિવેદન કરવા આવી છું.

આ સભર એકાંતમાં, ભગવાન !

તમે છો ને હું છું.

આનંદ અને તૃપ્તિની આ નીરવ શ્રદ્ધામય ક્ષણોમાં,

પરમપિતા,

હું તમારે ચરણે મારું હૃદય મુકું છું.

                                            –કુન્દનિકા કાપડીયા

http://jaydeep.wordpress.com/

કવિયત્રી કુંદનીકા કાપડીયાની પરમ સમીપેની અનુભુતિ જેમણે કરી છે તે સૌને વંદના કારણ દરેક રીતી અને નીતિ જે મંદીર મસ્જીદ ચર્ચ કે ગુરુદ્વરામાં થાય છે ત્યાં ભવુકની વાત તો આ જ હોય છે. તે વાતને ચઢાવી ચગાવી કહેનારા પંડીતો, મૌલાઓ, પાદરીઓ કે સંતો આ વાત કહેવા માટે પ્રાર્થના, ઇબાદત કે ગુરબાની નો સહારો લે છે જે વાત પરમ સમીપેમાં સાવ સહજ રીતે રજુ થ ઇ છે.
પરમ તત્વ જે  છે તે ક્યાં છે કેવુ છે કે તેને કેમ પમાશે ની વાત જ નહીં. તેને પામવા કોઇ વચ્ચે દલાલ નહીં અને ડાયરેક્ટ્ ડાયલીંગ જેવી વાત

હે પ્રભુ તમારી સાથે વાત કરવા માટે આવી છુ.

મને કશાની જરૂર નથી,

હું માત્ર પ્રેમનું નિવેદન કરવા આવી છું.

આ સભર એકાંતમાં, ભગવાન !

તમે છો ને હું છું.

આનંદ અને તૃપ્તિની આ નીરવ શ્રદ્ધામય ક્ષણોમાં,

પરમપિતા,

હું તમારે ચરણે મારું હૃદય મુકું છું

વંદનો ઓ સાધ્વી સમ વિદુષી કવિયત્રી તમને અને તમારા અનુભુતીજન્ય માર્ગદર્શનને..

વિજય શાહ

   

 

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, વિજય શાહ. Bookmark the permalink.