કાનો માગે..

લે ને તારી લાકડી,ને લે ને તારી કામળી,          
મોબાઇલ દે ને મને માવડી.

લેને તારું માખણ,લે ને તારી મીસરી,
મેગી,નુડલ્સ ને પીઝા દે ને મને માવડી.

લે ને તારું મોરપીંછ,લે ને તારું પીતાંબર,
સૂટ-બૂટ ને ટાઇ  દે ને મને માવડી.

લે ને તારા જમનાજળ,ને લે ને તારા કેસરિયા દૂધ,
કોક ને પેપ્સી દે ને મને માવડી.

મૂક ને હવે માડી તું યે પ્રભાતિયા,
નિત નવા રીંગટોન સંભળાવું તને માવડી.                         
             

રાધા રિસાય તો શાને મનાવું?
ગોપીઓ છે અપરંપાર મારી માવડી.  

                   નીલમ દોશી.

http://paramujas.wordpress.com/

This entry was posted in ગમતાનો ગુલાલ, પ્રકીર્ણ. Bookmark the permalink.

3 Responses to કાનો માગે..

 1. મજા આવી ગઈ… સુંદર વ્યંગગીત…

 2. સરસ વ્યંગ રચના .
  આભાર.

  હા રે મોબાઇલ માગે , કાનુડૉ મોબાઇલ માગે ,,, 🙂

 3. Kiritkumar G. Bhakta says:

  આટલે સુધી બહુ થયું
  શક્તિને ખોટી વેડફવાનું કામ ખરુ કે!
  સાચું શું આ કે પછી
  મામેરુ?

Comments are closed.