ગમતાનો કરીએ ગુલાલ.

ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએને ગમતાનો કરીએ ગુલાલ, 

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,

પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,

સમન્દર ર્ની લહેર લાખ સુણી કયાંય સાંકળી?

ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,

આ તો વરસે ગગનભરી વહાલ….ગમતાનો…. 

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી?

સરી સરી જાય એને સાચવશે કયાં લગી?

આવે તે આપ કરી પળમાં પસંદગીમુઠ્ઠીમાં રાખતાતો

માટીની પાંદડી,ને વેર્યે ફોરમનો ફાલ…..ગમતાનો…. 

આવી મળ્યું તે દઇશ આંસુડે ધોઇનેઝાઝેરું જાળવ્યું તે વહેલેરુ ખોઇને,આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઇને?માધવ વેચંતી વ્રજનારીની સંગ,તારા રણકી ઉઠે કરતાલ!ગમતાનો 

ગમતું મળે તો અલ્યા,ગૂંજે ન ભરીએને ગમતાનો કરીએ ગુલાલ. 

મકરંદ દવે.

http://paramujas.wordpress.com/ 

સાહિત્ય સરિતાનુ સાહિત્યપ્રેમિ યુગલ કીરીટભાઇ અને ઇંદીરાબેન મોદી જેટલી વખત માસ્ટર ઓફ સેરીમની થાય અને તેમની દરેક વાતો એટલે મકરંદ દવેનાં કાવ્યોનો ગમતાનો ગુલાલ હોય. ગુલાબ જેમ તેની સુગંધ બાંધીને બેસ્તુ નથી, સુરજ જેમ ઉષ્માને નજરકેદ બાંધીને ચોકી નથી કરતો તેમ તમને ગમતુ હોય તેને ગુંજે ન ભરતા તેને વ્હેંચજો 

કવિ બહુ સરસ વર્ણન કરતા કહે છે 

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,સમન્દર ર્ની લહેર લાખ સુણી કયાંય સાંકળી?ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,આ તો વરસે ગગનભરી વહાલ…. 

મેઘ જેમ વરસે જ્યારે વ્હાલ ત્યારે જ વર્તાય માનવ તારી મહાનતા બાકી ઓશિયાળી આંગળી અને છીછરા ખાબોચીયા.. પ્રભુએ માનવને દીધુ અમાપ પણ હીણા અહમ અને ટુંકેરી દ્રષ્ટીથી વાડાબંધી કરી માનવ ગુમાવે તેનુ હીર. તે ન ગુમાવવુ હોય તો કવિ બહુ સલુકાઇ થી કહે છે 

ગમતું મળે તો અલ્યા,ગૂંજે ન ભરીએને ગમતાનો કરીએ ગુલાલ.

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, ગમતાનો ગુલાલ, વિજય શાહ. Bookmark the permalink.

One Response to ગમતાનો કરીએ ગુલાલ.

  1. પ્રસિધ્ધ ત્રિવેદી says:

    કવિ મકરંદ દવેની અદભૂત રચના.
    બાળપણમા શાળામાં શિક્ષક આ કંઠસ્થ કવિતા ગાઈને સંભળાવતા.
    આજે તો કદાચ શિક્ષકોને પણ આ કવિતા આવડતી નહી હોય.

Comments are closed.