પ્રભુ તને કહેવાથી

છુપાવી વેદના અનેક તેથી
હ્રદયનો ભાર વધી જાય છે

નથી કહેવાતુ નથી સહેવાતુ
મન લાચાર બની જાય છે

ખોલુ છુ દિલ જો લોકો પાસે
 તો વાત હાંસી બની જાય છે

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે

              -અજ્ઞાત.

કેટલી સરળ વાત કવિ એ શબ્દોમાં કહી દીધી. વાત મારા મનની પ્રભુ તુ તો જાણે જ છે છતા

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે
.

કોઇ પંડિતાઇ નહી, કોઇ વાણીનાં વિલાસ નહીં અને મનનો ભાર પ્રભુ તને કહિ દઉ તેથી લોકમાં ચર્ચા નહીં, મન પર ભાર નહી અને તુ તો તે કરશેજ તેવી ધરપત ખુદ બ ખુદ બંધાઇ જ ગઇ.
સુંદર ભાવો સરળ શબ્દ રચના અને અનુભવનો ભંડાર ચાર લીટીમાં મુકનાર કવિને મનો મન હજારો વંદન.

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, ચિંતન લેખ. Bookmark the permalink.

2 Responses to પ્રભુ તને કહેવાથી

  1. vijay says:

    Aa kavya jyare pan jeNe rachyu hashe tene manni darek piDa prabhune kahi hashe ane man tenathi halaku jarur thayu hashe tema koi bemat nathi.

  2. rajeshwari says:

    સરસ રચના છે…

Comments are closed.