કોઇ તો એવી ક્ષણ આવશે -ડો.વિવેક મનોહર ટેલર

નવા ઉભરતા કવિઓમાં ડો વિવેક ટેલર ઘણીજ ઉત્તમ કવિતાઓ આપી રહ્યા છે. તેમના બ્લોગ “શબ્દો છે શ્વાસ મારા” પર રજુ થયેલ આ કાવ્ય ફિલ્સૂફની અદાથી જિંદગીના સત્યો રજુ કરી રહ્યા છે.સરળ શબ્દો અને ઉત્તમ કલ્પનો જેવાકે

બંધ મિલોની આંખ્યુમાં એક ધુમ્રરેખા તગતગે
આવશે,ક્યારેક ગાયનાં ધણ પાછા આવશે ( આશાવાદ)

સૃષ્ટિમાંછે દ્રષ્ટિ સૌની  એવી કે નજરો મહીં
હો ભલે અખિલમ મધુરમ ખોડ ખંપણ આવશે ( સત્ય)

છીપની પાંપણનુ શમણું, બુંદ થઇને તું પડે
સ્વાતિનું નક્ષત્ર લઇને કોઇ તો ક્ષણ આવશે. ( ઉચ્ચતમ કલ્પના અને આશાવાદ)

ખરેખર ઘણી જ ઉત્તમ કૃતિ છે. વાત કહેવામાં તમને રસ છે અને તેની માવજત સરસ કરી છે. ભાવુકોને સહેજ પણ માનસિક શ્રમ આપ્ય વિના જે કહેવુ છે તે કહી જાય છે તેથી આ કૃતિ લોક્ભોગ્ય બનશે તેવી શ્રધ્ધા છે

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, ગમતાનો ગુલાલ, વિજય શાહ. Bookmark the permalink.