પ્રેમ

 

પલક ખૂબ સુંદર હતી પણ અંધ હતી. તે નિર્માણને ચાહતી હતી. તે બધાને કહેતીઃ મારા જેટલો પ્રેમ દુનિયામાં કોઈ નહીં કરતું હોય.” નિર્માણ પણ પલકને ખૂબ ચાહતો હતો પણ તે ક્યારેય કશું બોલતો ન હતો. પલકે એક વખત કહ્યું;”જો મને કોઈ આંખો આપે, દ્રષ્ટિ આપે તો જ હું નિર્માણની સાથે લગ્ન કરું. અંધ રહીને હું તેનું જીવન નહીં બગાડું.”  બન્યું એવું કે કોઈએ પલકને દ્રષ્ટિદાન કર્યું. તે હવે બરાબર જોઈ શકવા લાગી. એક દિવસ નિર્માણે તેને મળવા બોલાવી. બંને મળ્યા. પલકે જોયું તો નિર્માણ અંધ હતો. નિર્માણે પલકને કહ્યું; “ચાલ, હવે તો તને દ્રષ્ટિ મળી ગઈ છે નેઆપણે લગ્ન કરી લઈએ.પલકે લગ્નની ચોખ્ખી ના પાડી દીધી.  નિર્માણ તો ઉદાસ થઈ ચાલતો થયો અને જતાં જતાં એ પત્ર પલકના હાથમાં મૂકતો ગયો.પત્રમાં લખ્યું હતું.  “હવેથી તારી આંખોની કાળજી રાખજે અને તું જ્યાં રહે, જેની સાથે રહે, ખૂબ ખુશ રહેજે.  હું તને દિલથી ચાહું છું.  

http://antarnivani.wordpress.com/2006/09/29/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%ae/

This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.