કુંવરબાઇનું મામેરું

 દીકરી ના આવ્યા હોંશીલા તેડા..                               
   
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ.. 
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ
લઇ શું જાવું દીકરી માટે
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……

ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ . 
લિસ્ટ આવ્યું  લાંબુલચક…..!!.  
અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં
આંખ્યુ જાય અંજાય..    
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો
ને
 વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી.. 
હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બેચાર લાવજો.  
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,   
 
ને ઉષા ના પાલવમાંથી ઉગતા  
 
સૂરજ નો રાતોચોળ રંગ……..   
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,      
 
રજ વનરાવનની લાવજો…        
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,     
આયનો એવો એક લાવજો..       
ગુણાકારભાગાકાર કરી કરી,       
ગણિત થઇ ગયું હવે પાકું,      
ડોલરિયા દેશમાં…      
વહાલના સિક્કા બેચાર વીણી લાવજો.   
કેમ છો બેટા’?કોઇ પૂછતું ભીના કંઠે
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.   
સગવડિયા પ્રદેશ માં ..   
 
લાવજો હાશકારી નવરાશ,  
 
ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
 
મસમોટા મારા મકાન ને..        
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,    
ઉપરથી તો છઇએ લીલાછમ્મ..     
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….   
પરફયુમ ડીઓ નહીં.        
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો              
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,   
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો.. 
                  
                           
નીલમ દોશી.
  કેવી સુંદર એકવિસમી સદીની કલ્પનાઓ!
દિકરી મા પાસે માંગે છે તે વસ્તુ નઈ યાદી તો જુઓ
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને  વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..
 લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ગોકુળ ની ગલીઓનો ગુલાલ,
વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા,
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….

ભીની માટી ની ભીનાશ ભરી લાવજો ,
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,

વેલાવેલા આવી હેતના હલકારા આલજો.

બહુજ સુન્દર અને ઉત્તમ કૃતિ!
મને તો વાંચવાની અને દિકરીને યાદ કરી તે માણવાની મઝા આવી ગઇ
આવી દિકરીને માની કેવી કેળવણી હશે?
 ઉત્તમ!                                                     

This entry was posted in ગમતાનો ગુલાલ, વિજય શાહ. Bookmark the permalink.

2 Responses to કુંવરબાઇનું મામેરું

 1. Kiritkumar G. Bhakta says:

  કલ્પના સુધી ઘણું જ ઉત્તમ,
  બાકી તો કપડા જ બદલાયા છે.
  આશા છે આવો દિવસ દરેક ઘરે આવે.
  અસ્તુ.

 2. Dr. Tushar Desai says:

  Excellent
  The beauty of life does not depend on how happy you are
  But on how happy others can be because of u. This is Indian culture

Comments are closed.