શરત…નીલમ દોશી.

આજે ફરી ઇ મેઇલ આવ્યો હતો.ખુશ્બુ નો.અલબત્ત આ ખુશ્બુ કોણ હતી.એની તો અનુજ ને યે ખબર નહોતી.પણ છેલ્લા છ મહિનાથી આ સિલસિલો ચાલુ હતો.પ્રેમભરેલ ઇ મેઇલ જાણે જીવંત કવિતા હતી.નામ પ્રમાણે ખુશ્બુથી મહેકતી. શરૂઆતના બે ચાર મેઇલના તો અનુજે જવાબ ન આપ્યો.હશે કોઇ ફાલતુ.એમ માની ડીલીટ કરતો રહ્યો.પણ ધીમે ધીમે મેઇલની ભાષાથી તે આકર્ષાયો અને તેણે જવાબ દેવાનું ચાલુ કર્યું.શરૂઆતમાં તો બહુ ઔપચારિક રીતે ..પણ જવાબમાં આવી ભીની ભીની લાગણી.મૈત્રી ની માગણી.અને એક યુવતીની મૈત્રીની અમૂલ્ય માગણી તે કઇ રીતે ઠુકરાવી શકે? અને શરૂઆત થઇ મૈત્રીની….વણથંભી રફતાર મેઇલ ની જે અરસપરસ ચાલુ રહી.
અલબત્ત એમાં કયાંય કોઇ અજુગતી વાત નહોતી.કોઇ માગણી એકે પક્ષે નહોતી.દુનિયાભરની વાતો,દિલની વાતો થતી રહી.મૈત્રીનું આકાશ વિસ્તરતું રહ્યું.પણ બને માંથી કોઇએ એકબીજાની ઓળખ પૂછી નહીં.જે ઓળખ વાતો માં.શબ્દોમાં..પ્રગતી હતી..તે જ જાણે પૂરતી હતી.ભૌતિક ઓળખની દરકાર કોઇએ કરી નહીન કરી ક્યારેય મળવાની વાત.બસ મેઇલમાં સ્નેહ છલકતો રહ્યો.અનુજ અને આંચલના લગ્નને 10 વરસ વીતી ગયા હતા.ઘેર નાનકડી ઢીંગલી જેવી દીકરી હતી.સરસ નોકરી હતી.જાણે ઇશ્વરે કોઇ વાતની ખોટ નહોતી રાખી.બનેના પ્રેમના ઉદાહરણ મિત્રોમાં અપાતા.પ્રેમાળ દામ્પત્ય હતું જીવન સભર હતું.બને ખુશ હતા.શરૂઆતમાં ખુશ્બુના મેઇલને અનુજે બહું મહત્વ નહોતું આપ્યું.ને આવી નકામી વાત આંચલને શું કરવી?એવા તો કેટલાયે જંક મેઇલ આવતા રહેતા હોયએમ માની તેણે ઘરમાંઆંચલને કોઇ વાત ન કરી.પછી જયારે મૈત્રીનો સિલસિલો શરૂ થયો ત્યારે થયું કે કહી દઉ.પણ પછી થયું કે કદાચ આંચલને ન ગમે તો?એ કાંઇ ઉંધો અર્થ કરી બેસે તો?ને હું કયાં કંઇ ખોટુ કરુ છું?કે કોઇને મળુ છું?ફકત બે ચાર વાતો જ કરું છું અને તે પણ મેઇલમાં.આંચલ પ્રત્યેની મારી લાગણીમાં થોડો કોઇ ફરક પડયો છે?નકામા શાંત પાણીમાં પથ્થર ફેંકી વમળો શા માટે ઉભા કરવા?એમ વિચારી આંચલને તેણે આ વાત ન કરી.પણ ધીમે ધીમે એક ફરક જરૂર પડયો.મેઇલ વાંચવાની ને કરવાની એક ઉતાવળ અનાયાસે તેનામાં આવતી ગઇ.આજે ખુશ્બુએ શું લખ્યું હશે? એ વિચારે તે આનંદિત થઇ ઉઠતો.એક અદીરતા આવતી ને તે ઘેરથી થોડો વહેલો નીકળી જતો.આંચલના પૂછવા પર,”હમણાં ઓફિસે કામ વધારે રહે છેનો જવાબ આપી તે નીકળી જતો.અને આંચલ પણ આગળ કઇ ન પૂછતી. પણપણહવે..?હવે અનુજને પોતાને થોડો ડર લાગવા માંડયો હતો.ડર..પોતાની જાતનોમૈત્રી પ્રેમનું સ્વરૂપ લેતી હતી કે શું?ખુશ્બુના મેઇલમાંથી પણ હવે જાણે મૈત્રીને બદલે પ્રેમની મહેક આવતી હતી..આજે તેણે મનોમન નક્કી કર્યું કે તે ખુશ્બુ ને અંધારામાં નહીં રાખે.પોતે પરણેલ છે અને એક પુત્રીનો પિતા છે..એ કહી જ દેશે.ભલે આ મૈત્રી બંધ થઇ જાય.પણ હવે તે આગળ નહીં વધે.તેની પત્ની અને પુત્રી માટે તેને ખૂબ પ્રેમ છે. અને તે દિવસે ઇ મેઇલ ના જવાબ માં તેણે ખુશ્બુ ને પોતાના વિષે,પોતાની પત્ની વિષે,પુત્રી વિષે,બધું જ લખી નાખ્યું.તેને હતું કે હવે ખુશ્બુના મેઇલ આવતા બંધ થઇ જશે.પણતેના આશ્ર્વર્ય વચ્ચે..ખુશ્બુએ તેની જવાબમાં લખ્યું કે એ પરણેલ હોય કે નહીં એનાથી એને કોઇ ફરક પડતો નથી.બલ્કે એની સચ્ચાઇથી ખુશ થઇ એ એને પ્રેમ કરે છે.આજે પહેલીવાર એણે સ્પષ્ટ શબ્દોમાં પોતાના પ્રેમનો એકરાર પણ કર્યો.ધાર્યા કરતાં ઉલ્ટુ પરિણામ આવેલ જોઇ અનુજ વિચારી રહ્યો.હવે?હવે શું? જોકે ખુશ્બુએ બહુ સ્પષ્ટ લખેલ કે આપણા પ્રેમથી તેના લગ્નજીવનમાં કોઇ ફરક નહીં પડે.તે કોઇની જિંદગી બગાડવા નથી માગતી.તેને ફકત અનુજ નો પ્રેમ જોઇએ છીએ.તેને લાગણીની તરસ છે અને સાચી લાગણી આજ સુધી તેને કોઇની મળી નથી.તેની બીજી કોઇ અપેક્ષા નથી.અનુજ ન જાણે કેમ નકારી ન શકયો.આમેય કોઇ યુવતીના પ્રેમને નકારવો પુરૂષ માટે આસાન કામ તો નથી જ ને? અને તે ખેંચાતો ગયો..એ પ્રવાહમાંઅલબત્ત ઘેર તો એ પહેલાનો જ અનુજ રહ્યો.પણ હવે તેનું મન ઓફિસમાંઇ મેઇલની ને ખુશ્બુની કલ્પનામાં ખોવાયેલું રહેવા લાગ્યું.આંચલ વારે વારે પૂછતી,”અનુજ,તું કૈક બદલાઇ ગયો હોય એવું મને કેમ ફીલ થાય છે?anything wrong with u?’
ના રે,એ તો હમણાં કામનું થોડું ટેન્સન રહે છે એટલે બાકી કઇ નથી.પણ આંચલને સતત કંઇક ખૂટતું લાગતું.એના વારંવાર ના પ્રશ્નોથી..શંકાથી..અનુજ ગુસ્સે થવા માંડયો.અને ઘરનું વાતાવરણ અશાંત બની ગયું.અનુજ નેકયારેક થતું પોતે ખોટુ કરે છે.આંચલને બધું કહી દેવુ જોઇએ.પણપણહવે મૈત્રી પ્રેમ ની કક્ષાએ પહોંચી હતી.એ પ્રેમજે છૂપાવવો જરૂરી હતો.આંચલ એ કયારેય સહન ન કરી શકે કે સ્વીકારી ન શકે..અને એ સ્વાભાવિક પણ હતું.પણખુશ્બુ હવે જાણે તેના માટે અનિર્વાય બની ગઇ હતી.તે કયારેક અસમંજસમાં પડી જતો.પણ પુરૂષનું ભ્રમર જેવું મન..અને એની ઉડાઉડ રોકવી આસાન થોડી છે?એમાં યે ખીલતું પુષ્પ સામેથી આમંત્રણ આપતું હોય ત્યારે તો…??અને હવે તે ખુશ્બુ ને જોવા,મળવા બેચેન બની ગયો હતો. અને આજના ઇ-મેઇલમાં ખુશ્બુએ પણ જાણે તેના મનની વાતંનો પડઘો પાડયો.અનુજ ના મળવાના જવાબમાં તેણે મળવાની હા પાડી.તથા કયાં મળવું એ પણ પૂછાવ્યું.અનુજ ખુશખુશાલ થઇ ગયો.પણ બને એક્બીજાને ઓળખશે કેવી રીતે?અને જવાબમાં નક્કી થયું અનુજ બ્લુ રંગનું શર્ટ પહેરી હાથમાં કાર્ડ અને લાલ ગુલાબ લઇ સાંજે ઓફિસેથી છૂટી નક્કી કરેલ જગ્યાએ પહોચી જશે.ખુશ્બુ પણ બ્લુ રંગની સાડી પહેરીને આવશે.અને જે પહેલા પહોચે તે રાહ જોશે.અનુજ ખુશખુશાલ થઇ ગયો.ખુશ્બુને મળવાની આતુરતાઅધીરતામાં સમય જાણે ખસતો નહોતો.સાંજે પાંચ વાગ્યે આંચલનો ફોન આવ્યોકે આજે પોતે પિક્ચરની ટિકિટ મંગાવી છે તો જલ્દી ઘેર આવી જાય.જવાબમાં અનુજે કહ્યું કે સોરી આંચલ,આજે મારે અગત્યની મીટીંગ છે એટલે આજે નહીં જઇ શકાય અને આમેય આજે ઘેર આવતાં પણ મોડુ થશે,તો રાહ ન જોતી.કહી એ ણે ફોન મૂકી દીધો.આજે તો ખુશ્બુ સાથે પહેલી.પ્રત્યક્ષ મુલાકાત હતી.તે કેમ જાય?છ વાગવાની રાહ તે જોતો રહ્યો.. અને ..અંતે પોણા છ વાગે તે નક્કી કરેલ જગ્યાએ..તેના મિલન સ્થળે પહોચી ગયો.હજુ 15 મિનિટ કાઢવાની હતી.હાથમાં લાલ ગુલાબ અધીરતાથી પ્રતીક્ષા કરી રહ્યુ હતું.પણપણછ ના સવા છસાડા છ અને સાત થઇ ગયા.પણ ખુશ્બુનો કયાંય પતો નહોતો.અંતે તે થાકયો..નિરાશ પગલે ઘેર ગયો. ઘેર પહોચ્યો તો આંચલ રડતી હતી.તેને થયું કે પોતે પિકચરની ના પાડી છે તેથી રડે છે,પણ તેને આજે મનાવવાનું કે કઇ બોલવાનું મન ન થયું.તે યે થાકી ગયો હતોનિરાશ થયો હતો.તે સીધો અંદર જઇ ને સુઇ ગયો. બીજા દિવસે ઇ મેઇલમાં જરૂર કોઇ કારણ આપશે ખુશ્બુ..એમ માની તેણે જલ્દી ઓફિસ જઇ ઇ મેઇલ ખોલ્યાપણ….અફસોસ આજે તેમાં ખુશ્બુનો મેઇલ પણ નહોતો.!!તેને ગુસ્સો ચડયો.કાલે મળવા ન આવી અને આજે કોઇ જવાબ પણ નહીં.તેણે ફરીથી મેઇલ કર્યો.પણ….પણ..પછી કયારેય ખુશ્બુનો મેઇલ ન જ આવ્યો.
અને તેને કયારેય ખબર ન પડી કે એ ખુશ્બુ તેના આંચલ જ હતી.ને આંચલે ઝેરના પારખા કરી લીધા હતા!!!અને બહેનપણી સાથે લગાડેલ શરત તે હારી ગઇ હતી.અને હારી ગયો હતો તેનો વિશ્વાસ.!!!!
  નીલમ દોશી.

This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

One Response to શરત…નીલમ દોશી.

  1. sanjay71 says:

    pahele thij khabar padi jai che ke anchal j khusbu bani ne mail moklavti hase. bhai thodu rahasya varu lakho ama to amaro time pan barbad thai che. tamari pase to time j time hase ne?

Comments are closed.