વરસો ના વરસ લાગે -શ્રી મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસો ના વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસો ના વરસ લાગે

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભુંસી દઊં
અરીસો ફોડવા બેસું તો વરસો ના વરસ લાગે

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરી થી જોડવા બેસું તો વરસો ના વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસો ના વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસો ના વરસ લાગે..

અમદાવાદથી ભાવિન ગોહેલે આ ગઝલ ટાઇપ કરીને મોકલી તે બદલ તેમનો આભાર

મનોજ ખંડેરીયાનું જ્યાં નામ આવે અને ગઝલમાં તાજગી ન આવે તેવુ બને ખરું?ભાવિન ગોહેલે તેની પ્રિય ગઝલ જ્યારે મોકલી ત્યારે  તેને માણતા ઝુમી જવાયુ. મનમાંથી ભાવુક તરીકે શબ્દો સરી પડ્યા કેવા અદભુત કલ્પનો છે આ!

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરી થી જોડવા બેસું તો વરસો ના વરસ લાગે
 
આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસો ના વરસ લાગે

સપનુ છે તો ક્ષણભંગુર ! વળી તેમાંય ઑગળતા બરફનો સ્તંભ જે ખોડવા બેસુ તો વરસ ના વરસ લાગે. કલ્પનોનુ નાવિન્યકેવુ અદભુત છે!દરેક ગઝલ આવું ક્ષણીક કલ્પન લાવે છે અને તેને તોડતા, જોડતા, ખોડતા, દોડતા અને ભુંસતા વરસોના વરસો લાગે! મનોજભાઇ વરસો નહીં હવે તો જન્મો ના જન્મો પણ લગી શકે.

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, વિજય શાહ. Bookmark the permalink.

2 Responses to વરસો ના વરસ લાગે -શ્રી મનોજ ખંડેરિયા

  1. Bhavin says:

    Aa Gazal Post Karva badal Aabhar !!

  2. Kiritkumar G. Bhakta says:

    એમની જ આ કેમ છે?
    રીત અહીંની નોખી,રિવાજ અહીંના નોખા.
    અમારે તો શબ્દો એજ,કંકુ ને ચોખા.

Comments are closed.