હું એવો ગુજરાતી–ડો. વિનોદ જોશી

            

હું એવો ગુજરાતી
જેની હું ગુજરાતી એજ વાતથી ગજ ગજ ફુલે છાતી…

અંગે અંગે વહે નર્મદા,શ્વાસોમાં મહીસાગર્,
અરવલ્લીનો પિંડ,પ્રાણમાં ધબકે છે રત્નાકર;
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…

નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય-શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ;
હું ગિરનારી ગોખ,દ્વારિકા હું જ સુધારસ પાતી…

દુહા-છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન;
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…

હું ગાંધીનુ મૌન, હું જ સરદાર તણી હાક,
હું જ સત્યનુ આયુધ જેની દિગદિગંતમાં ધાક;
હું સંતોનુ સૌમ્ય સ્મિત, તલવાર શુરની તાતી…

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર;
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉ મહાજાતી

ડો. વિનોદ જોશીનાં સ્વકંઠે આ કવિતા સાંભળવા મળી ત્યારે ફરીથી ગુર્જર મહાજાતીનો વંશજ હોવાની વાત પર ગર્વ થયો. ગુજરાત અને ગુજરાતી હોવાની વાતો તેનો ગર્વ હોવાની નર્મદ થી માંડી આજ દિન સુધી લગભગ છએક ડઝન કવિતા પ્રો. સુમન અજમેરી સંશોધીત કરી પ્રસિધ્ધ કરી ચુક્યા છે પણ આ કવિતાએ મન હરી લીધુ છે.કારણ તે આજનાં કવિના અત્યંત સુંદર શબ્દોની ગુજરાત અને ગુજરાતીઓને ભેટ છે.

હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર;
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉ મહાજાતી

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, પ્રકીર્ણ. Bookmark the permalink.

6 Responses to હું એવો ગુજરાતી–ડો. વિનોદ જોશી

 1. Ami says:

  Thanks
  Mane Dr Vinod Joshi na kavyo khub j game chhe
  ema pan temne sambhalvano ek var pan prasang sampde to jyare jyare tame temni kavita vancho tamne thay ke Dr vinod joshi j sambhlkavi rahya che
  Aavij biji krutio ahi muksho to tamari abhari rahish

  Ami
  Mumbai

 2. હ્યુસ્ટન આવ્યો હતો તેની યાદો તાજી થઇ ગઇ.

 3. Jayshree says:

  Wow… Just Excellent.,..!!

  હું એવો ગુજરાતી
  જેની હું ગુજરાતી એજ વાતથી ગજ ગજ ફુલે છાતી…

  Dr. Joshi ne aavu kai kahevanu man thay…
  not only you… me too..!!

 4. Urmi Saagar says:

  ખૂબ જ સુંદર કવિતા… સાચી વાત છે , વારંવાર વાંચવાનું મન થાય અને મનને હરી લે એવી છે આ કવિતા!

 5. વાહ, વિનોદભાઈ ગુજરાત અને ગુજરાતીનુ મહિમા વર્ણવતુ
  કાવ્ય વાંચવાની મઝા આવી ગઈ.
  પ્રવિણા કડકિઆ

 6. ખુબ સરસ ગુજરાત વિશે નું કાવ્ય ઘણા સમય પછી આવ્યું છે.

Comments are closed.