હોય છે – મરીઝ

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ !
તારો જે દુરદુર થી આવકાર હોય છે
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે

www.gurjardesh.com 

મરીઝ જ્યારે પણ કંઇક લખે છે તે આટલુ ચોટદાર કેવી રીતે હોય છે તે વાત અહીં મર્મ સ્વરુપે છેલ્લા શેરમાં દેખાય છે.

 દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી,

એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે.

મહદ અંશે આ વાત એમ જ કહેવાય કે જ્યારે પ્રીત ચુપ હોય છે ત્યાં સુધી દર્દ સ્વરુપે ઘણુ સહન થઇ ચુકાયુ હોય છે. મનની વાત જે રીતે કહેવાઇ હોય તે રીતે ના લેવાઇ હોય. અર્થઘટન બદલાઇ ગયુ હોય,સમજના નામે ગેરસમજ થઇ હોય જેવી કેટલીય બાબતો મનને કોરતી હોય અને તેથીજ આખી દુનિયા-અરે એવુ તો હોય? ના તેં આ ભુલ કરી જેવી વાતો કરે છે અને શાયરનાં મુખેથી પહેલો વિશ્વવિખ્યાત શેર નીકળે છે

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે

જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે

જો કે મિલનની મઝા અંગે કોઇને કહેવાની જરુર નથી છતા મોઘમ રીતે કહી દે છે પ્રિય પાત્રનાં પહેલી નજર પર સ્ફુરેલ આવકાર સુચક સ્મિત સર્વ શ્રેષ્ઠ હોય છે.આ મઝા માટે તો સાત સમુદ્ર ઓળંગીને પણ પ્રિયાને મળવા જવુ હોયતો તે સાર્થક છે. પણ આ ચેષ્ટાને જમાનો તો દીવાનગી કહેશે, ટોળે વળી દીવાનગીને ચર્ચાનાં ચાકળે ચઢાવશે ત્યારે બદનામ થતી પ્રેમની રીતની ફરિયાદ પણ બન્ને પ્રેમી સમાજનાં બહેરા કાને લાવશે નહી. તે પ્રેમીઓની કથા છે જમાનાની ચર્ચાઓનો ચાકળો નહીં. 

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, ગમતાનો ગુલાલ, વિજય શાહ. Bookmark the permalink.

One Response to હોય છે – મરીઝ

  1. ગુજરાત સાહિત્ય સરીતા ના સૌ સભ્યો ને વિક્રમ સંવત 2063 ના નૂતન વર્ષાભિનંદન.
    સાલ મુબારક.

Comments are closed.