પાનખરનો-વિજય શાહ

શીતવન જ્યારે ઘેરે જન મન વન ને  ત્યારે
પર્ણ સૌ પહેલા ખરઁતા, ટહુકો તે પાનખરનો.

પીળુડા પાઁદડાને ઓઢી, લાજ રે કાઢી ઉભી
ધરતી જુઓને સ્વીકારે મલાજો પાનખરનો.

પીયુ હોયે પરદેશ ને ઉઁડો વિરહ હોયે જ્યારે
હૈયુ રડતુ અને ત્યારે વાઁક દેખાતો પાનખરનો.

ઋતુ સદા બદલતી રહે, ન કર દુ:ખ સખી!
ક્યાઁ રહે છે સમય એક સરખો, કો’  પાનખરનો.

This entry was posted in વિજય શાહ. Bookmark the permalink.

2 Responses to પાનખરનો-વિજય શાહ

  1. ઋતુ સદા બદલતી રહે, ન કર દુ:ખ સખી!
    ક્યાઁ રહે છે સમય એક સરખો, કો’ પાનખરનો.

    – સોળ આની સાચી વાત..

  2. Satish Parikh says:

    Pankhar ni vaat kari tyare jivan na sukh dukh pan thodi zaankhi karavo to saaru? Jivan maan sukh dukh pan kyan kayam take chhe? sukh pacchi dukh ane dukh pacchi sukh e nitya kram par kaink lakho to anand thase

Comments are closed.