કાશ! હું મોટો જ ન થઉ તો?- વિજય શાહ

એ નાનપણથી એકલો હતો.બા દાદાનાં ભરોંસે મને મુકીને પપ્પા અને મમ્મી નોકરી કરવા જાય. બા ડોશી પુરાણ કરે અને દાદા ફોન અને છાપામાંથી ઉંચા ન આવે. મારી વાતો- મારા લવારા સાંભળવા કોઇને સમય  જ નહીં. મને એમની વાતો ન સમજાય અને મારી વાતો એમને મન લવારા.મારે કરવુ તો શું?

મને ભુખ લાગે ત્યારે તે બધા જમી પરવારીને બેઠા હોય. મારે કેળુ ખાવુ હોય અને મને સુખડી ધરે. છાસ પીવી હોયને ચા ધરે..!એકલી મમ્મી સમજુ. એને મારા લવારા પણ સમજાય અને મને વહાલ પણ બહુ કરે.ઑફીસ જતા પહેલા થોડુ વહાલ કરે અને આંખોમાંથી પાણી પડુ પડુ થાય પણ પપ્પાના સ્કુટરનું હોર્ન વાગે અને બીચારીને દોડવુ પડે.

રવિવારે કેવી મઝા! મમ્મી અને પપ્પા ઘરે જ હોય. દાદા ટીવી જુએ અને બા સામાયીક કરે. સહેજ પણ નજીક જાઉં તો અડકીશ ના એવા ઘાંટા પાડે. અને મનમા થતુ કે આ રવિવાર છ દિવસ પછી કેમ આવે છે?રોજ કેમ નહીં? દીદીને  પુછ્યુ તો કહે મને પણ એવુ જ થાય છે આ મમ્મીને કામ કેમ કરવાનુ? બા અને દાદાજીની જેમ ઘરે કેમ નહીં રહેવાનુ?

તે દિવસે પપ્પા અને દાદાજીને કોઇક વાતે ઝઘડો થયો અને પપ્પાને કહી દીધુ આ ઘર મારુ છે અહી રહેવુ હશે તો અમારા કહ્યા પ્રમાણે રહેવુ પડશે.પપ્પા સ્તબ્ધ થઇ ગયા.જાણે આ ઘર એમની પાસેથી દાદાજી જાણે છીનવતા ન હોય્.. આ મોટાઓમાં આ મારુ આ તારુ ક્યાંથી આવે છે?

કાલે ઉઠીને હું મોટૉ થઇશ તો મને પણ પપ્પા કાઢી મુકશે?

કાશ! હું મોટો જ ન થઉ તો?

This entry was posted in ચિંતન લેખ, વિજય શાહ. Bookmark the permalink.

2 Responses to કાશ! હું મોટો જ ન થઉ તો?- વિજય શાહ

 1. Kiritkumar G. Bhakta says:

  વિજયભાઈ,
  ફરીથી ગદ્યજગતમાં આપનું સ્વાગત છે.
  આ ‘આગિયો’છે,નહીં.

 2. nilam doshi says:

  સરસ. કયારેય પૂરો ન થતો..ન થવાનો સનાતન પ્રશ્ન

  કયારેક પૂરો થઇ શકે એવી આશા જ રાખવી રહી.

Comments are closed.