કોને જોઇએ છે?- વિશાલ મોણપરા.

છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે
?

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે
?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે
?

થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?

ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?


જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું

એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?

 

 

 

 

 

 

બાપુ’ના હુલામણા નામનો આ તોફાની શાયર હ્યુસ્ટનમાં આવ્યો છે ત્યારથી તેની ગઝલોએ અને તેના ગુજરાતી ટાઇપ પૅડૅ

( http://demo.vishalon.net/GujaratiTypePad.htm )ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઘણા સર્જકોને ( મારા જેવા) જે મહીને એક કવિતા લખતા

 હતા તેમને ધોરી રાજમાર્ગ પર લાવી સક્રિય કરી દીધા છે.  ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઑ તોફાની ઝરણ! તારા શબ્દ શોખને તારા સુધી સીમિત ન રાખતા એ ખુમારીને ચોતરફ વહેવા દે.. કોમ્પ્યુટરનો માણસ કવિતા લખે તો ફક્ત ૧ અને ૦ ની વાત લખે પણ અહીં એવુ નથી તેની વાતોનો વૈભવ એની વેબ પેજ ( http://www.vishalon.net/) પર મળે છે.

શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?

અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?

આ કવિ સહજ સાહિત્ય માવજત પામશે અને ગુજરાતી સાહિત્ય જગતમાં ઘણુ સર્જન કરી શકે તેવા આજે તો એંધાણ છે. તેમને શત શત શુભકામનાઓ

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, વિજય શાહ, વિશાલ મોણપરા. Bookmark the permalink.

2 Responses to કોને જોઇએ છે?- વિશાલ મોણપરા.

  1. Kiritkumar G. Bhakta says:

    વિશાલ બાપુ,
    મજા આવી ગઈ.એક વાત સમજાય નહીં,
    યાદોને ફેફસામાં કેવી રીતે ભરી?શીખવા જેવી વાત લાગે છે.

  2. એ ઘણી ઘણી ખમ્મા બાપુ ને !!!

Comments are closed.