દુઃખી માનુ વસિયતનામુ- ગિરીશ દેસાઇ

હું મરી જઉ પછી મારા પાર્થિવ દેહને હાથ જોડ્શો નહીં ( કારણ એ જ હાથોથી તમે મને મારતા હતા )

મારી અર્થી પર દેખાવ ખાતર પણ ફુલો ન ચઢાવશો ( જીવતે જીવ તમારા વાણી વર્તનથી ઘણા કાંટા ભોંક્યા છે.)

મારી પાછળ કોઇ શાંતીપાઠ કરવા નહી ( તમારા થકી મેં ઘણી અશાન્તી સહી છે )

મારી પાછળ ભજન કિર્તન કરશો નહીં ( મારા ભાગનુ મેં ભજન કરી લીધુ છે.)મારી પાછળ બેસણુ કરવાની કોઇ જરુર નથી ( મેં સંપીને રહેવા કહ્યુ ત્યારે તમે જુદા રહ્યા હતા)

મારી પાછળ રડવાની જરુર નથી ( આપણે હસતા જ ક્યારે હતા?)

મારી પાછળ બાર દિવસ જમવાનુ મુકશો નહીં ( મને હવે ભુખ જ ક્યાં લાગે છે?)

મારી પાછળ હરીદ્વાર જઇ પૂણ્ય ના કરશો ( ઘરમાં બેસી પાપ ગણો )

મારી તમને ખોટ લાગવાની તો નથીજ (કેમકે તમે ક્યારેય મને તમારી સાથે ગણી જ નહોંતી.)

મારી રાખ ઉપર તમારા કરતા વધુ સરકારનો હક્ક છે( કારણ કે તેમણે મારો વધુ નભાવ કર્યો છે.)

મારી ચિતાને આગ આપવાનો હક્ક તમને નથી.(કારણ જીવતેજીવ તો તમે મને કેટ્લીયે વાર આગ ચાંપી છે)

મારી છબીની પણ તમારા ઘરમાં જરુર હું જોતી નથી  (કારણકે મારુ ઘર તો ઘરડાઘર હતુ )

મનુષ્ય જન્મ એક વાર મળ્યો મેં તમારી “મા” બની વેડફી નાખ્યો. (હવે જો તે ફરી મળે તો મારે માબનવુ જ નથી)

***

આ જ્ઞાત લેખક્નો  પત્ર મને જ્યારે મળ્યો ત્યારે મન ખીન્નતા થી ભરાઇ ગયુ. આવુ બને ખરુડોલરનાં આ દેશમાં આવુ બને તો નવાઇ ન લાગે પણ બનારસ થી આવેલો આ પત્ર, ગરીબાઇને કારણે હડધુત થયેલી માનો પુણ્ય પ્રકોપ હતો. તે સૌ કપાતરોને ભણાવવા અને તૈયાર કરવામાં પોતાની જાત ઝીંકી દીધા પછી ચાર પુત્રોની માતા માટે કોઇ દિકરા પાસે બનારસ જેવા તીર્થ ધામમાં ઘર નહોંતુ.

This entry was posted in ગિરીશ દેસાઇ, ચિંતન લેખ. Bookmark the permalink.

3 Responses to દુઃખી માનુ વસિયતનામુ- ગિરીશ દેસાઇ

 1. nilam doshi says:

  કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિ ની આંખમાં આંસુ લાવવા સક્ષમ

 2. KETAN says:

  કોઇ પણ સંવેદનશીલ વ્યક્તિ ની આંખમાં આંસુ લાવવા સક્ષમ

 3. સુંદર રચના માટે અભિનંદન. સમાજ માટે પથ દર્શક મર્મ માટે અબિનંદન.

  કવિ ચંપકલાલ પણ કહે છે કે ….

  પિતાજીની ઝૂંપડી મધ્યે
  પાંચ પુત્રો વસી શકે.
  પુત્રોના પાંચ મહેલોમાં
  પિતા કદી સમાય કે ?
  ………………..કવિ ચંપકલાલ વ્યાસ

  અમૃતગિરિ ગોસ્વામી

Comments are closed.