લઘુ ગઝલ સંગ્રહ

ગુજરાતી સાહિત્ય સરિતાનાં પાંચ વર્ષ સમાપન પ્રસંગે યોજાયેલ “લોકમેળા” દરમ્યાન આવનાર દરેક સભ્યોને સાહિત્યની લોક્ભોગ્ય ધારા “ગઝલ” સાથે પરિચય કરાવવા અને ભીંત પત્ર પર મુકવા સુમનભાઇ અજમેરીને વિનંતિ થઇ અને તેમના સંશોધનનાં પરિપાક રુપે આ લઘુ ગઝલ સંગ્રહ તૈયાર થયો.

અરે પ્રારબ્ધ તો ઘેલુ રહે છે દૂર માંગેતો
ન માંગે દોડતુ આવે, ન વિશ્વાસે કદી રહેજે -બાલાશંકર કંથારીયા

જ્યાંજ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની-સુરસિંહજી ગોહેલ ‘કલાપી’

હ્રદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે- શયદા

જિંદગીનાં રસને પીવામાં જલ્દી કરો “મરીઝ”
ઍકતો ઓછી મદિરા છે ને ગળતુ જામ છે.-મરીઝ

લાખ સૃષ્ટિની સુરાહી નિત્ય છલકાયા કરે
જિંદગી પીનારની તળિયા વિનાનું જામ છે.-શૂન્ય પાલનપુરી

છતી થઇ જિંદગી કેવી અગમ-નિગમ બની ગઇ
ભરેલી મૂઠી જેવી એ નરી ભ્રમણા બની ગઇ-અમૃત ‘ઘાયલ.’

‘બેફામ’ તો યે કેટલુ થાકી જવુ પડ્યુ
(નહીં તો)જીવનનો માર્ગ હતો ઘરથી કબર સુધી -બરકત વિરાણી ‘બેફામ’

હવે તો એવી કબરમાં હું પોઢું
,
ન પૃથ્વી બિછાનું, ન આકાશ ઓઢું- મકરંદ દવે

જો હ્રદયની આગ વધી ‘ગની’તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી
કોઇ શ્વાસ બંધ કરી ગયુ કે પવન ન જાય અગન સુધી – ગની દહીંવાલા.

તારી પાસે પહોંચવાની વાત કોરાણે રહી
હું જ મારાથી હજુ કેટલેય દૂર છું?- કિશ્મત કુરેશી

રમતા રમતા લઢી પડે ભૈ, માણસ છે
હસતા હસતા રડી પડે ભૈ, માણસ છે -ડો જયંત પાઠક

ભલે ભપકા ભરેલો છું,છતાં આંગાર વેચું છું
મને નીચો નમાવે એ બધો આભાર વેચુ છું- મનહર મોદી

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી
‘ઇર્શાદ’આપણે તો ઇશ્વરનાં નામે વાણી- ડો ચીનુ મોદી ‘ઇર્શાદ્’

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય્
નિજ ઘરથી નીકળી નદી પાછી નથી વળી-જલન માતરી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ
આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઇ ગઇ-ઓજસ પાલનપુરી

આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં- રમેશ પારેખ

ગયો હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા?
બધાંયે બંધનો ત્યાગી ‘અમર’ હમણાં જ સૂતો છે-અમર પાલનપુરી

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ્’
અરે એ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે-‘આદિલ’ મનસુરી

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઇ ગઇ- ડો. અદમ ટંકારવી

વમળમાં ધસુ છુ ને કેવો હસું છું?
મને મારી માસૂમ જવાની ગમે છે.-શેખાદમ આબુવાલા

This entry was posted in પ્રકીર્ણ, પ્રો. સુમન અજમેરી. Bookmark the permalink.

4 Responses to લઘુ ગઝલ સંગ્રહ

 1. સુંદર શેર-સંચય…

 2. ROHIT says:

  BAHU SARAS…….
  GUJARATI SAHITYA MA THE VINI VINI NE RAIKHE CHE GAZAL

 3. nilam doshi says:

  nice collection..

 4. usha says:

  “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત.”…. આ ઉક્તિ ખરેખર સાચી જ છે…. “માટીની મ્હેંક ના આનંદની કોઈ સીમા હોતી નથી.”. ….”.જેમ અષાઢી આકાશમાં વરસાદનો વૈભવ છવાયો.”……ઉષા.

Comments are closed.