મુક્તક -મને ગમતો કાવ્ય પ્રકાર

  

ઍકજ વિચાર ચાર લીંટી માં સમાય તેવા સાહિત્ય પ્રકારને મુક્તક કહેવાય. અહીં પહેલી બીજી કે ચોથી પંક્તિમાં પ્રાસ મળે છે.મુક્તકમાં એક વેદના,એક વિચાર કે એક મનોભાવ મુખ્ય હોય છે.અને તે સ્વયં સંપૂર્ણ છે.
 
પ્રેમ જુનો છે પરંતુ કોણ રજુઆત કરે?
પ્રેમની શબ્દ થકી કોણ કબુલાત કરે?
વાત કરવાને અમે બેઉ છીયે તત્પર પણ
વાત કરવાની ભલા કોણ શરુઆત કરે?

દિગંત

ભલાઇ ભાઇતુ પ્યાર કરી લે
પુરો તુ પ્રેમનો પ્યાલો ભરી લે
જુવાની તો જવાની છે ચાર દિનમાં
પ્રભુ પ્રાર્થનાથી તુ જરા ઠરી લે

-બાલાશંકર

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં કફન શું?
આંસુમાં ગરીબોનાં નમક શોધે છે.

-મરીઝ

પથ્થરો પોલા નીકળશે શી ખબર્?
ને મિત્રો સહુ ભૉળા નીકળશે શી ખબર્?
એમની આંખો ભીંજાઇ હતી ખરી
આંસુઓ કોરા નીકળશે શી ખબર્?

ડો.ચિનુ મોદી

જે મસ્તી હોય આંખોમાં, સુરાલયમાં હોતી નથી
અમીરી કંઇ અંતરની મહાલયમાં હોતી નથી
શીતળતા પામવાને માનવી તુ દોટ કાં મુકે?
જે માની ગોદમાં છે તે હીમાલયમાં નથી હોતી.
-મેહુલ

જીવવાનુ એક કારણ નીકળ્યુ
ધુળમાં ઢાંકેલુ બચપણ નીકળ્યુ
મેં કફન માની જેને હાથમાં લીધુ
એ સુખિ માણસનુ પહેરણ નીકળ્યુ
-કૈલાસ પંડીત.

નફરત પણ નશો છે પ્રેમ સમો તુ માન.
જલાવે બન્ને, તન અને મનને તુ જાણ
પ્રેમનો નશો જ્યારે ચઢે, ભુલાવે ભાન
નફરતનું ઝેર જ્યારે ચઢે,ભુલાવે જ્ઞાન
– વિજય શાહ

એવું તો શું હશે,મારી ભીતર,
આનંદનો મુકામ્ કાયમ રહે,
અજોડ કવચ છે,મારી ભીતર,
નિજાનંદની મસ્તી કાયમ રહે
સુરેશ બક્ષી.

This entry was posted in કવિતા, તમે અને મારું મન, વિજય શાહ. Bookmark the permalink.

0 Responses to મુક્તક -મને ગમતો કાવ્ય પ્રકાર

 1. જોને કેટલું ય કહે છે એક નાનું મુકતક!
  કેટલું ડહાપણ ડહોવે છે આ નાનું મુક્તક!
  લખાયા તો કેટલાંયે છે જ્ઞાનનાં ગ્રંથો,
  પણ એનો સઘળો સાર કહે છે આ મુકતક!

  તમારું સુંદર મુક્તક-સંકલન જોઇને અહોભાવથી મને પણ આ મુક્તક સ્ફૂરી ગયું!

  ઊર્મિસાગર

 2. vijayshah says:

  Abhar
  mane tamaru muktak gamyu

 3. એકેએક મુસ્તક બહુ સરસ. સરસ સંકલન.

 4. gopal h parekh says:

  maja aavi gai
  gopal