પતિદેવ અને પેટીસ.-કીરીટ ગો. ભક્ત

પ્રવક્તા-આજે આપણા મહિલામંડળના વાર્ષિક મેળાવડામાં,અત્યાર સુધી હાસ્યથી ભરપુર

         કાર્યક્રમો માણ્યા.હવે થોડીક રોજીંદા જીવનની કામની વાતો જાણીએ.શીખીએ. અને,

         એ માટે આપણા સામાજિક કાર્યકર શ્રીમતી ઇલાબેન ઑફિસથી થાકીને ઘેર આવેલા,

         પતિદેવને કેમ સંભાળવા,અને એના થકી ઘરને કંકાસથી કેમ બચાવવું,એ વિષય પર

         એમના વિચારો રજૂ કરશે.તો,બહેનો થઇ જાઓ તૈયાર,અને આપ સૌના વતી હું આવ-

         કારું છું.શ્રીમતી ઇલાબેનને….

પ્રમુખ- અરે..ઉભા રહો, આ સમયે તો..તો શ્રીમતી શીલાબેનનો કાર્યક્રમ છે.અને એમનો વિષય

        છે…ક્યાં ગયું ?..વિષય,વિષય.. હા..આ રહ્યું.એમનો વિષય છે-સારી અને સ્વાદિષ્ટ પેટીસ

        કેમ બનાવવી તે..હા..આ જૂઓ(કાગળ બતાવતા)

પ્રવક્તા-(જોઇને..)હા, બરાબર.મારી પાસે ઇલાબેનનું નામ છે.અને તમારી પાસે શીલાબેનનું.

        લાગે છે કે કંઇક ભૂલ થઇ છે.મારે જોવું પડશે.

       (ઇલા અને શીલાનો  એકીસાથે  પ્રવેશ)

પ્રમુખ-(બન્ને) બોલો,હવે તમે બન્ને નક્કી કરો કે,પહેલા કોણ બોલશે?

ઇલા-(તાળી પાડતા) હુ જ સ્તો,નામ તો મારુ એનાઉંસ થયું છે ને.

શીલા-(ચાળા પાડતા) નામ તો મારુ એનાઉંસ થયુ છે.વાત કરો છો,એનાથી શુ થશે?કાર્યક્ર્મમા

       કોનુ નામ છે? મારુ ને! બસ પછી…

પ્રવક્તા-તમે બન્ને બહેનો સમજી જાવ તો,આપણો આ કાર્યક્રમ આગળ વધે.

ઇલા-પણ આમા સમજવાની વાત જ ક્યા છે?

શીલા-હા,મારુ નામ કાર્યક્રમમા છે,એટલે,મારે શરુઆત કરવાની…

ઇલા-કેમ ,કઇ ખુશીમા તારે શરુઆત કરવાની?

પ્રમુખ-જુઓ,આમ તો વાતનો અંત આવશે નહીં,નક્કી કરો,ચાલો જોઇએ.

ઇલા,શીલા-પહેલા હું જ..

પ્રમુખ-એક કામ કરીએ તો..

પ્રવક્તા-શું..?

પ્રમુખ-આ સમસ્યાનો મારી પાસે એક સરળ ઉકેલ છે,જો આ બન્ને બહેનો ને વાંધો ન હોય તો..

પ્રવક્તા-બોલો, શું છે એ ઉકેલ.

પ્રમુખ-જો આબન્ને બહેનો વારાફરતી એક એક વાક્ય બોલે,બોલો,છે કોઇને વાંધો?

ઇલા/શીલા-મને વાંધો નથી.

પ્રવક્તા-સુંદર,પ્રમુખસ્થાને ઘણો જ સરસ ઉકેલ મળ્યો.તો બહેનો ફરી એકવાર થઇ જાવ તૈયાર

         ઇલાબેન અને શીલાબેનની જુગલબંદીનો પતિદેવ અને પેટીસ નો લ્હાવો. લ્યો તો બેનો

         કરો..

શીલા-પ્રથમ બટાટાને-

ઇલા-ઑફિસથી ઘેર આવે એટલે-

શીલા-તપેલીમાં પાણી સાથે,ફુલ ગેસ પર બાફવા મુકો.અને-

ઇલા-બેગ હાથમાથી લઇને,સોફા પર બેસાડી-

શીલા-ઠંડા પાણીમાં ઠંડા કરો,પરંતુ ખાતરી કરો કે તે બરાબર બફાઇ ગયેલા હોય.

ઇલા- પ્રમુખ,શીલા એક ને બદલે બે વાક્યો બોલે છે.

પ્રમુખ-શીલાબેન એક જ વાક્ય બોલો.

શીલા-સૉરી.

ઇલા-એમને ઠંડુ પાણી આપી-

શીલા-છોલી નાખો,છુંદીને માવો બનાવો પછી-

ઇલા-સ્ટવ પર પાણી મુકી ને-

શીલા-તેમાં લીલું નાળિયેર છીણીને

ઇલા-તેમા ચા-ખાંડ નાખીને-

શીલા-વાટેલું આદુ,મરચા,તલ અને સ્વાદાનુસાર મીઠું નાખી પુરન બનાવો અને-

ઇલા-એમાં ચાનો મસાલો,ફુદીનો નાખી દૂધ રેડો.

શીલા-એમાં એક એક ચમચી મેંદો અને બેસન નાખી મિક્ષ કરો અને-

ઇલા- ઉકળે તેની રાહ જૂઓ.ઉકળી જાય એટલે-

શીલા-જરુર પ્રમાણે ગોળ વાળી લો-

ઇલા-કપમાં ગાળી લો-

શીલા-માવાના પડમાં પેટીસ વાળી લો અને,

ઇલા-એમને બિસ્કીટ સાથે પીરસો,ખાઇ રહે એટલે-

શીલા-ફ્રાઇંગપેનમાં તેલ ગરમ કરો,તેલ થઇ જાય એટ્લે-

ઇલા-ઠંડા પાણીથી નવડાવી,હલ્કા કપડા પહેરાવીને-

શીલા-એને તળવાની શરુઆત કરો,લાઇટ બ્રાઉન થાય એટ્લે –

ઇલા-બેડરુમમા એ.સી. ચાલુ કરી

શીલા-ટીસ્યુ પેપર પર કાઢી લો,અને-

ઇલા-ઉંધા સુવડાવીને,હલ્કે હાથે મસાજ કરો,જેથી

શીલા-એનુ તેલ ચુસાઇ જાય,અને

ઇલા-એનો થાક ઉતરી જાય અને-

શીલા-ગરમ ગરમ પેટીસ,ટામેટા કેચપ સાથે પીરસો એટ્લે

ઇલા-એને ઉઘ આવી જાય અને

શીલા-તમે પેટીસનો આનંદ લઇ શકો.

This entry was posted in ગમતાનો ગુલાલ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

9 Responses to પતિદેવ અને પેટીસ.-કીરીટ ગો. ભક્ત

 1. Satish Parikh says:

  very good one.

 2. haaaaa 🙂 સરસ.

 3. Jayshree says:

  maza aavi hon uncle..!!

 4. vijayshah says:

  Kiritbhai
  aa naatIka bhajavo ane video ke audio ahi mukiye

 5. Indravadan Mistry says:

  મહીલા મંડળ એટલે હાસ્યનો ફુવારો. તેમની વાતોજ હાસ્ય ઉત્પન્ન કરવા માટેનો ખજાનો છે. આ વિષય પર તો સારી એવી થીસીસ લખાય. ભાઇ કિરિટ તું આટલેજ કેમ અટક્યો ?

 6. gaurang k bhakta says:

  hi dad– ram kabir,…..
  its nice story and i love it to read…
  thanx bye….

 7. nilam doshi says:

  આ આખી કૃતિ અમે બે ને બદલે ત્રણ વ્યક્તિઓ લઇ ને સ્ટેજ પર રજૂ કરેલ છે.બધા હસી હસી ને ખુશ થઇ ગયેલ.

  તેમાં એક વ્યક્તિ પાતરા બનાવવાવી રેસીપી શીખડાવતી હતી.એક કસરત અને યોગા કરાવતી હતી …અને એક રાજકારણના ન્યુઝ સંભળાવતી હતી.અદભૂત ગોટાળા માણવાની ખૂબ મજા આવી હતી.

  કયારેક મારા બ્લોગ પર મૂકીશ.

 8. Pravina Avinash Kadakia says:

  ઇલા અને શીલા ને બદલે શાન્તિ અને કાંતિ
  ઉપર નાની નાટિકા લખવાનો પ્રયાસ કરીશ.
  અત્યારેતો હસી લઈશ.

 9. આવા હાસ્યરસ પ્રચુર લખાણોને રેડીયો નાટકનું સ્વરુપ આપીને જો બ્લોગ પર મુકવામાં આવે તો ખરેખર મઝા આવી જાય.

  ઇન્દ્રવદન મિસ્ત્રી

Comments are closed.