એ ઘર છે આપણું -‘રસિક’ મેઘાણી

ના  કોઈનો   નિવાસ   છે,  એ ઘર છે  આપણું
ના  કયાંય  પણ  ઉજાસ છે, એ ઘર છે  આપણું

દીવાલે  રંગ  ના  થયો  વષો્રથી  જ્યાંને  આજ
શેવાળનો   લિબાસ   છે,  એ  ઘર  છે  આપણું

ફળિયામાં કાંટા  ગોખરાં    વિખરેલ  છે   બદ્યે
ના  પુષ્પની  સુવાસ   છે, એ  ઘર  છે   આપણું

બારી,   વરંડો,   બારણા,  તૂટેલ   ભીંત   પણ
ખંડેર   આસપાસ    છે,   એ   ઘર  છે  આપણું

બાઝી   ગયેલ    જાળાં   બદ્યે   દ્યૂળદ્યૂળ    પણ
મન  જોઈ  જે  ઉદાસ  છે,  એ  ઘર  છે આપણું

મોસમ   હતા  જ્યાં  એકલા  પૂનમના  રાતદી’
ત્યાં આજ  બસ અમાસ  છે,  એ ઘર છે આપણું

દીવાલે   કયાં કયાં  રિકત  છબી  ટાંગતા  રહ્યા
એનો  હવે   કયાસ   છે,  એ  ઘર  છે   આપણું

છેલ્લું   મકાન   છેલ્લી  ગલીમાં   છે  ને  ‘રસિક’
રસ્તો  પછી  ખલાસ   છે,  એ  ઘર  છે  આપણું
 

This entry was posted in રસિક મેઘાણી, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

One Response to એ ઘર છે આપણું -‘રસિક’ મેઘાણી

Comments are closed.