હું- રોહિત પંડ્યા

તમે કહો તો પથ્થર છું
ખરેખર તો ઇશ્વર છું
જો વાંચી શકો તો વાંચો
ભાષાનો આદિમ અક્ષર છું
હું જ સત્યને હું જ સુંદર
ચાર વેંત હું અધ્ધર છું
સહુ જંગોનો હું વિજેતા
અર્જુનનું હું લશ્કર છું
હું સુગંધ ને હું બાગેશ્રી
ફુલોમાં ડુબ્યું અત્તર છું
જન્મ મરણની કોશ હું હાંકુ
કાળનું ઍવુ ચક્કર છું
મારી જાણ બહાર કંઇ ના
ચિત્રગુપ્તનું દફ્તર છું
હું કુબેર ને હું ભંડારી
માનો સૌથી સધ્ધર છું
હું સિકંદર ને હું હિટલર
યુગયુગનો પયગંબર છું

***
વાત માંડીને બેઠો છું,રાત ઢાળીને બેઠો છું
ડર છે પ્રલયનો ઍટલે આંસુ ખાળીને બેઠો છું
ના બચી કંઇ શેષ સબંધો તણી
લાગણીઓને સાવ ચાળીને બેઠો છું
શોધી શકો તો શોધો ક્યાં છે ઇશ્વર
આકાશ આખુંયે હું ફાડીને બેઠો છું
પૂરી કરો સફર મારા વિના તમે
હું તો બસ પલાંઠી વાળીને બેઠો છું
શ્વાસોની હેરફેર હણતી રહી મને
મોત આવી જા મીટ માંડીને બેઠો છું
કોણ કેવી રીતે લખશે કવિતા હવે
હું સઘળા શબ્દો ઓગાળીને બેઠો છું

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, પ્રકીર્ણ. Bookmark the permalink.

4 Responses to હું- રોહિત પંડ્યા

 1. સરસ કવિતા….

 2. Urmi Saagar says:

  સુંદર કવિતાઓ છે…
  “તમે કહો તો પથ્થર છું” – એ કવિતા ખૂબ જ ગમી….

 3. nilam doshi says:

  જો વાંચી શકો તો વાંચો
  ભાષાનો આદિમ અક્ષર છું.

  ખૂબ ગમ્યુ

 4. Hemant Sheth says:

  exceptional! want more! more! more! Rohitbhai

Comments are closed.