હિંસાની પરંપરા- મોહમ્મદઅલી પરમાર

  

અહિંસા ધર્મ નથી તો પ્રીત પ્રભુથી કરી નથી શકતા

જપી માળા પ્રભુની જીવ હત્યા  કરી  નથી શકતા

તબાહી થી બચાવે આ જગતને તે અહિંસા છે

છતાં નુસ્ખો મહાત્માઓનો જગને  દઇ નથી શકતા

મહાવીરને કે ગૌતમને, મહાત્મા બાપુજીને પણ

અહિંસાને તજી, અંજલી પવિત્ર દઇ નથી શકતા

હિંસા ધર્મોએ અપનાવી, ધરમના રંગ બદલાયા

વણી જે જાળ હિંસાની, હવે કતરી નથી શકતા

હજારો યુધ્ધ, સંઘર્ષો થયા, લાખો બીજા થાશે

અમે જંગલી જનાવર જેમ હત્યા તજી નથી શકતા

જગત ધૂણી રહ્યું છે અંધશ્રધ્ધાઓની મસ્તીમાં

જુઓ ભડકે બળે છે પણ બુઝાવી દઇ નથી શકતા

આમારા જ્ઞાન મર્યાદીત છે ધર્મના કેદખાનામાં

છતા ભ્રમ જ્ઞાની હોવાનો અજ્ઞાની તજી નથી શકતા

ઓ ઇશ્વર તું સમજ દે નાસમજ ધર્માંધ ભક્તોને

કે હત્યારા બની, ભક્ત કે પૂજારી થઇ નથી શકતા

This entry was posted in મોહમ્મદઅલી પરમાર, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

One Response to હિંસાની પરંપરા- મોહમ્મદઅલી પરમાર

  1. Sibte Abbas says:

    Amazing poem! All the people of the world can profit from these “golden words”. It seem to be a universal message and not for any one religion or community, that’s the beauty of it. God bless you for spreading peace in the time of chios in the world.

Comments are closed.