ડો પ્રતિભા શાહનાં વિણેલા મોતી

 •  
  •  
   • આંસુઓના પડે છે પ્રતિબીંબ એવા દર્પણ ક્યાં છે?
    કહ્યા વગર બધુંય સમજે તેવા સગપણ ક્યાં છે?-પ્રકિર્ણ
   • હોઈએ એથી જુદા દેખાઇએ!
    આપણુ હોવાપણું એવુ ન હો.-મનહર મોદી
   • શબ્દ શબ્દ તુ ક્યા કરે? શબ્દ કો હાથ ન પાંવ
    એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે ઘાવ-અજ્ઞાત.
   • હોડીમાં હું બેઠો છુ
    ને દરિયો હંકારુ હું .-મનહર મોદી
   • રસમ અહીંની નોખી, અમે માનવી જ નોખા
    અમારે તો શબ્દો જ કંકુ,ને શબ્દો જ ચોખા-પ્રકિર્ણ
   • ગુર્જરી ગઝલો વિનાની પાંગળી ફિક્કી હજો ના
    લો લખી લો માલ મિલ્કત આપણી અગિયાર દરિયા .-મનહર મોદી
   • તુ તારા મનને આગ દેશે તો
    અહીં દિવાસળી ચાંપનારા નો ક્યાં તોટો છે?-રમેશ પારેખ
   • કરવતથી વ્હેરેલા, કાનસથી ઝેરેલા
    તોય અમે માણસ લાગણી ભીના ભીના-પ્રકિર્ણ
   • ક્યારેક આવું કરેઃ ક્યારેક તેવું કરે
    નહીં જાણુઃ માણસ કેવું કરે
    પ્રેમની સાથે એ શંકા કરે
    ને અયોધ્યાની એ લંકા કરે
    તેડે તમાશોઃ જોવા જેવું કરે
    મૂકી પોતાને ગીરવે પછી દેવુ કરે-સુરેશ દલાલ
   • ઇસ પાર, પ્રિય , મધુ હૈ, તુમ હો
    ઉસ પાર ન જાને ક્યા હોગા-હરિવંશરાય બચ્ચન
  • ડો. પ્રતિભા શાહ ગુજરાતીમાં પ્રધ્યાપક પછી પણ ગુજરાતીનાં નવા સાહિત્યનાં દોર થી વાકેફ રાખતી અને મારામાં સારુ વાંચન લાવવા મથતી મારી મોટીગુરુણી ‘વડીલ’ બેન છે. તે કાયમ કહેતી હોય છે કે સારુ લખવુ એ મા સરસ્વતીનું વરદાન છે જે દરેક્ને નથી મળતુ હોતુ.પ્રસિધ્ધ થાય કે ન થાય સારુ લખાણ સ્ફુરે તેટલે લખી નાખવુ તે પૂજા છે. જો તે સમયે પ્રમાદ કર્યો તો તે ગીત કે કાવ્ય જતુ રહેતુ હોય છે. મારા કાચા કાવ્યો, લખાણોને સાહિત્યની એરણે ચઢાવનાર વિવેચક અને માર્ગદર્શક છે. અમેરીકા આવ્યા પછી તે દોર પત્રસ્વરુપે ચાલુ છે અને તે પત્રોમાંથી વિણેલા આ ઉજળા મોતી છે.

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, પ્રકીર્ણ, સાહિત્ય જગત. Bookmark the permalink.

0 Responses to ડો પ્રતિભા શાહનાં વિણેલા મોતી

 1. સુરેશ જાની says:

  બેનને મારા પ્રણામ

 2. Mukesh says:

  Pratibhaben,
  Good to meet you on the Web after many many years.
  Enjoyed reading your collection.

 3. Dr. Chandravadan Mistry says:

  BEN..THANKS FOR SHARING YOUR COLLECTION…