મને એક વર્ષ પુરું થયું -મેહુલ શાહ

 

તમે કોઇ દિવસ એમ નથી પૂછ્યું ,
કે તું ક્યાં કામ કરે છે? મજા આવે છે?
બસ મારા ખાવાનાની અને તબિયતની જ તમને ચિંતા રહે છે…
અને મારું ભણવાનું કેમ ચાલે છે?

આજે તમે મને ચાર-પાંચ લાઇનમાં
e mail કરતાં થયા છો,
મારી જોડે chat કરતાં થયા છો,
વેબ કેમેરામાં તમે મને અડક્યો છે !

બા પણ હવે ઘણું બધું જાણતી થઇ ગઇ છે, નહીં?
વેબ-કેમેરાની નહીં , પણ તમે મારી સામે બેઠાં છો.

દિવસો જતા રહ્યાં એક પછી એક,
તમારા હાથે લખેલા માંડ બે પત્રો..
હવે જૂના થતાં જાય છે..

મારા In Box માં ભેગા કરેલાં તમારાં mails ,
વારેઘડીએ વાંચીને ખુશ થાઉં છું,
તમારા English માં લખેલા ગુજરાતી e mail
મને ગમે છે, બહુ જ ગમે છે !

મમ્મીની લાગણીઓ , વેબ કેમેરાને એ અડે છે
ત્યારે અનુભવું છું,
પપ્પાની ચિંતાની રેખાઓ મારા computer screen
ઉપર વધારે સ્પષ્ટ દેખાઇ રહી છે,
બાનાં વધતાં નંબર, મને ધ્યાનથી જોવાનાં પ્રયત્નો….
બધું જ તો અનુભવું છું !

Internet Connection આજે વારેઘડીએ તુટી જાય છે,
પપ્પા તમે કાલે આવજો…. કહીને હું જતો રહું છું..
મને ખબર છે, તમે આખી રાત અને કાલનો
આખો દિવસ , મને મળવાના વિચારે બેચેન રહ્યા હશો.

સાંજે ઓફિસેથી વહેલા આવીને કર્યું ને..
ખબર પડી.. hotmail ની msn service બંધ છે.
એક કલાકે તમે Log-In થયા હશો,
એ મહેનત, એ ધીરજ , તમને આ ઉંમરે,
બહું આકરી લાગતી હશે…

મમ્મી, હું જોઇ શકું છું ..
મારા “Offline – Status” સામે કેટલીયવાર
તું તાકીને બેઠી હોઇશ, અમુકવાર…
મારી જોડે કરેલી વાતો, મારો ચહેરો..
બધું જ તો સ્પષ્ટ દેખાતું હશે..

તને થશે આ કાંઇ નવું નથી,
હું Tution થી કે College થી મોડો આવતો ‘તો
ત્યારે તું આજ રીતે Balcony માં ઊભી રાહ જોતી’તી ..
કશું જ તો નથી બદલાયું..!આજે પણ રાહ જોવડાવું છું ! હેં…ને?

તું ભલે મારા ફકરાના જવાબમાં,
ફક્ત બે શબ્દો Type કરે…
હું સમજી જાઉં છું… તે શું લખ્યું હશે?

હાસ્તો… એ જ કે …
‘ ખાવા-પીવામાં ધ્યાન રાખજે… ! ‘
હું હવે બધું જ તો સમજું છું ,
તેં જ , વગર બોલે , મને સમજવાની આદત પાડી દીધી છે !

હું Bore થાઉં છું, ગુસ્સે થાઉં છું , તમારા ધીમા Reply થી,
જુદા જુદા Icon ફેંકુ છું , પણ તમે હજી સુધી ..
એક જ Icon જવાબમાં આપ્યું છે , ‘ Love ‘ નું !

મારા માઇક પરનાં અવાજને સાંભળવા,
Speakersનાં Volume full કરી દો છો, હું’ય…
એક-એક વાક્યે, તમને અજીબ – અજીબ સંભળાતાં
અવાજોમાંથી અર્થ કાઢવાનાં કોયડાઓ આપે રાખું છું…..
પણ તો’ય તમારા બંને નો ,
સમજવાનો અર્થ એક જ હોય છે.. !

તમે ભગવાનની જેમ, Hotmail Account પાસે કદાચ પ્રાર્થના કરતા હશો…
કે તમે બે કલાકે માંડ કરેલા ચાર લાઇનનાં જવાબમાં ,
હું શું લખીશ ? આવું લખીશ? કેવું લખીશ?!
એની ચર્ચા થતી સાંભળી શકું છું !

અને હા, તમારાં બે વચ્ચે,
મૂઢ મારી ગયેલો બા નો ચહેરો..હું સ્પષ્ટ જોઇ શકું છું !

મારા Reply દિવસે – દિવસે નાના થતાં જાય છે,
કેમ છો? ..મઝામાં છું ! …હવે એનાથી આગળ નથી સૂઝતું…નથી લખાતું…

“Take Care”નો ધૂંધળો શબ્દ Type કરીને,
હું ‘Send’ ના button ઉપર,
એક નિરસ ‘Click’ પડતું મૂકું છું…

આજે મારા In- Boxમાં એક mail આવ્યો,
અચાનક મને ખબર પડી, આજે એક વર્ષ પુરું થયું મને India છોડે !
એ પણ તમારો જ’સ્તો હતો..

હા, મમ્મી-પપ્પા , ખરેખર લાગે છે,
મને એક વર્ષ પુરું થયું India છોડે.. !

http://anaradhar.blogspot.com/

This entry was posted in અન્ય બ્લોગમાંથી ગમેàª. Bookmark the permalink.