બાળક -ધીરુભાઇ શાહ

બાળક ઝંખતો હતો
વહાલ ભરી માતા માટે,
તેને સાંપડી દિવસે
નોકરી કરતી કે
બજારમાં ભમતી અને
સાંજે વીડિયો જોતી માતા

બાળક ઝંખતો હતો
વહાલ ભર્યા પિતા માટે
તેને સાંપડ્યા વેપાર ધંધો
કરતાં કરતાં લોથ પોથ થઇ
થાકી જતા પિતા

બાળક ઝંખતો હતો
દાદા-દાદીના પ્રેમ માટે
અને એમની વાતો માટે,
પણ તેને તે ના મળ્યા
કારણ કે તેનાં માબાપને
તે ભાર રુપ લાગ્યાં

પરિણામે બાળક ટીવી ને
ઇન્ટરનેટ તરફ વળ્યો
તે તેનાં માબાપ બન્યા
તે તેના દાદા-દાદી બન્યા
અને ટીવી તથા ઇન્ટરનેટમાં
આવતા દ્રશ્યોને જોઇને,
તે સુર મટીને અસુર બન્યો
ને માબાપને ભુલી ગયો

શ્રી ધીરુભાઇ શાહ ગુજરાતી સાહિત્ય સરિતાનાં આદરણીય કવિ છે. તેમની કવિતાઓમાં સારપ સહજતા થી સ્ફૂટે છે. અને તેમનું વિચાર મંથન ખાલી સુચન આપી અટક્તુ નથી પરિણામ પણ બુધ્ધીજીવી વર્ગને  ડંખ્યા વગર કહી દે છે. તેમના બે કાવ્ય સંગ્રહો,અને એક વાર્તા સંગ્રહ પણ પ્રસિધ્ધ થયેલ છે.

This entry was posted in ધીરુભાઇ શાહ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.