માધવ

કાળજુ કાઢી ભોંય ધરુ,લઇને કાગા ઉડી જા,

માધવ બેઠા મેડીએ,એ ભાળે એમ ખા.

 રાધાની વેદના તો દુનિયાએ જાણી,પણ માધવની વેદના અજાણી,

આ હૈયાના ગોખમાં સંગરીને રાખી,પણ હોઠ પર કદી નવ આણી,  

રાધાની વેદના તો દુનિયાએ જાણી,પણ માધવની વેદના અજાણી,

 

જોઉં જ્યાં ગોમતી,ત્યાં યાદ આવે મને આવે,જમનાનાં નખરાળા નીર,

અને,કાદિન્દી કણસે છે,ગોમતીના ઘાટમાં,મારા કાળજામાં વાગે છે તીર,

લોકોને મન રોજ ઉગે પ્રભાત,પણ મારે મન અંધારી રાત,

કોઇ કેજો મને મારી વેદનાની વાત.     

રાધાની વેદના તો દુનિયાએ જાણી,પણ માધવની વેદના અજાણી,

 

(આ રચના મારે સાંભળવામાં આવેલી,ખુબ જ ગમી એટલે લખી છે.)

This entry was posted in કીરીટ ગો. ભક્તા, પ્રકીર્ણ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

3 Responses to માધવ

 1. Urmi Saagar says:

  Really very nice….
  sambhadava made to to kharekhare maja aavi jai….

  aabhaar!

 2. ઓધાજી રે મારા વ્હાલા ને વઢીને કહેજો …..

  આ ગીતમાં ગોપીઓની વિરહની વેદના વર્ણવેલ છે.

  ગોપીઓ ઓધાજીને કહે છે કે …

  વ્હાલાની મરજીમાં રહીશું,
  જે કહેશે તે લાવી દઇશું,
  કુબજાને પટરાણી કહીશું રે..

  પછીથી રાધાની વ્યથાને કેમ કરી શબ્દોમાં સમાવવી?

  તો પછી કૃષ્ણની કદીય ના વર્ણવાયેલ વિરહની વેદના કેવી હશે ?
  જગતપિતા હોવાની મર્યાદા સાથે પોતાની વેદના કેમ કરીને દર્શાવે ?

  છતાં પણ કૃષ્ણની વેદનાને વાચા આપવાનો સુંદર પ્રયાસ છે.

 3. નિકુંજ says:

  શાહુબુદ્દીન રાઠોડ ને સાંભળતા સાંભળતા અહીં પહોચ્યો …. આભાર

  કાળજુ કાઢી ભોંય ધરુ,લઇને કાગા ઉડી જા,
  માધવ બેઠા મેડીએ,એ ભાળે એમ ખા.

Comments are closed.