“કાલે નહી ઉગવાનો સુરજ”-અજ્ઞાત

તો ચાલો
બહાર ઉભેલી ભીડને કહીયે કે
ઇસુ હવે મરી ગયા છે,
ગાંધી હવે મરી ગયાછે
જેથી તેઓ એકબીજાની વેદના ચાહવા માંડે
અને એક બીજાનાં ઘા પંપાળવા માંડે
અને
કાલે નહી ઉગવાનાં સુરજની રાહ જોવામાં
આજની રાતના બગાડે

વાપીનાં ગોપાલ પરીખે મોકલેલ આ અજ્ઞાત કવિની વાતમાં વેદના સમજતા ખાસ્સો એવો સમય ગયો.પણ છેલ્લી બે લીટી બહુ જ ગમી

“કાલે નહી ઉગવાનો સુરજ”
શું આ મૃત્યુ પથારી પર પડેલ દરદીની વાત છે?જે હવે છેલ્લી ઘડીઓ ગણે છે? ના. વાત આપણા બધાની અને આજની રાતની વાત છે. ઇશુ ગયા ગાંધી ગયા પણ તેમણે કહેલી વાતો નથી ગઇ. અને તે વાત છે કરુણાની. બીજાનાં દુઃખો અને દર્દને પંપાળવાની અને વેદના સહેવાની.અને આજમાં રહી આજને આજની જેમ જીવવાની.આવતી કાલે કદાચ સુરજ તમારે માટે ઉગે કે ન પણ ઉગે. બંધુત્વ અને માણસ તરીકે માણસ જીવવાનૉ આથી સરસ વહેવારીક અભીગમ શું હોઇ શકે.આજમાં જીવો અને માણસની જેમ માણસાઇથી જીવો

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, પ્રકીર્ણ, વિજય શાહ. Bookmark the permalink.

One Response to “કાલે નહી ઉગવાનો સુરજ”-અજ્ઞાત

  1. pradipsinh says:

    સુંદર છે

Comments are closed.