પંખી અને ઝાડ – સુધીર પટેલ.

 

 

 

 

 

 

પંખી અને ઝાડ

પંખી સાથે ઝાડ રહ્યું કૈં ટહુકી,
ટહુકવાની આ ધન્ય ક્ષણોને બસ માણે એ મન મૂકી !

ટહુકે ટહુકે ફૂટે કુંપળ કૂણી કૂણી,
ફળ-ફૂલ દઇ સૌને કરતું રહેતુ ઋણી,
સમભાવે ઊજવી છે એણે હરેક મોસમ લીલી-સુકી!
પંખી સાથે ઝાડ રહ્યું કૈં ટહુકી,

બે હાથે ઝીલી ઊભું પંખીનો માળો,
વગર ભણ્યે કરતું સંબંધોનો સરવાળો,
જીવનભર સૌ ઉપર ઢોળે વાયુ અઢળક ઝુકી ઝુકી !
પંખી સાથે ઝાડ રહ્યું કૈં ટહુકી,

જુદાઇને…

નહીં જોતા તમે એંની બુરાઇને,
ફરે છે હર કોઇ આજે ઘવાઇને.

ઝુમી ઊઠે ના મન જો કોઇ ટહુકા પર,
ભલા કરવી શું એવી ઠાવકાઇને !

કરી દો સ્વીચ મોબાઇલની પણ ઑફ,
નિહાળો ઊગતો સૂરજ ધરાઇને.

તને જોઇ ખીલી ઊઠું છું ફૂલો જેમ,
છુપાવી ક્યાં શકું છું હું નવાઇને ?

થતો રોમાંચ બસ તારા જ અડક્યાનો,
પવન વહેતો મને જ્યારે ઘસાઇને !

ગણે એને ગઝલમાં લોક સૌ “સુધીર”,
અમે તો ગાઇ છે એની જુદાઇને.

સુધીર પટેલ…

This entry was posted in અન્ય બ્લોગમાંથી ગમેàª, પ્રકીર્ણ, સાહિત્ય સમાચાર. Bookmark the permalink.

2 Responses to પંખી અને ઝાડ – સુધીર પટેલ.

  1. સરસ રચના,,,
    અભિનંદન…

  2. Paresh Patel says:

    Very good..

Comments are closed.