કોયલ ઉદાસ છે- પ્રીતમ લખલાણી

વાયરો એક પાન ચૂંટે છે, કોયલ ઉદાસ છે.
કિરણ ઢળતી સાંજને લૂંટે છે, કોયલ ઉદાસ છે.

 આજ વૃક્ષમાં ક્યાંય પીળાશ નજરે ચઢતી નથી
કંઇ વાત ડાળ મૌનમાં ઘૂંટે છે, કોયલ ઉદાસ છે.
 

જોઇ ચ્હેરા ફૂલોના ખામોશ આજ વસંતમાં
લાગણીનાં દર્પણ ફૂટે છે, કોયલ ઉદાસ છે.

લય છંદ થી ફાંટ ફાંટ પ્રીતમ્ આ ગઝલ છે.
ને છતા શેર માં શું ખૂટે છે? કોયલ ઉદાસ છે.

પાંચ હાઈકુ– પ્રીતમ લખલાણી

વતન યાદે

આંસુ લુછવા,દોડે

વાયરો દેશ

***

ક્યાંથી ડોલે

ડાળ, કાંખ માં સુતુ

છે પતંગીયુ.

***

દિવો કંડારે

રાત આખી અંધારે

સુર્ય નુ શીલ્પ્

***

લઇ મહેંક

રાતરાણી ની,ચાલ્યો

ચંદ્ર પરોઢે

***

ફૂલ આંગણે

 પતંગીયા રમતા

સંતાકૂકડી

*** 

This entry was posted in ગમતાનો ગુલાલ, પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to કોયલ ઉદાસ છે- પ્રીતમ લખલાણી

 1. Urmi Saagar says:

  લય છંદ થી ફાંટ ફાંટ ‘પ્રીતમ્ આ ગઝલ છે.
  ને છતા શેર માં શું ખૂટે છે? કોયલ ઉદાસ છે.

  nice gazal….

  nice haaikuo…

 2. પ્રીતમભાઇની સુંદર ગઝલ અને હાઇકુ…
  આભાર…

Comments are closed.