એવું કશું કશું !! – રસિક મેઘાણી

પગરવના તારી વાટમાં હર-એક મુજ વિપળ
યુગ યુગ સુધી પ્રલંબને એવું કશું કશું

તારા વિના આ જિંદગી આકશે ઉડ્ડયન
જાણે કટી પતંગને એવું કશું કશું

સુરજથી પ્રેમ એટલે ઝાકળની જિંદગી
એકાદ પળનો સંગને એવું કશું કશું

જે કાલ આપણી હતી, એવીજ આજે છે
એકજ એ રંગ-ઢંગને એવું કશું કશું

તારો ગમન જે માર્ગે થયો એ હજીય છે
ખુશ્બુથી તર નિશંકને એવું કશું કશું

ચલો મળી સ્મરીએ ‘રસિક’ યાદ આપણી
સુખ દુઃખ તણાં પ્રસંગને એવું કશું કશું

http://bgohil7.wordpress.com/

This entry was posted in અન્ય બ્લોગમાંથી ગમેàª, રસિક મેઘાણી, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.