પૂરવનો જાદુગર – દેવિકા રાહુલ ધ્રુવ

પૂરવનો જાદુગર આવે
છાબ કિરણની વેરે,

હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.

અંગ મરોડે, કાલની વાતે
આશા નવી કોલાવે,

મંચ આકાશે નર્તન કરતે
રંગ અનોખા વેરે.

કોમળ સવારે, તપ્ત મધ્યાન્હે
શીળો બને સમી સાંજે,

સુદૂર સાગરે ડૂબી અન્તે
પુન: પ્રભાતે પધારે.

જાદુગરનો ખેલ અનેરો
છાબ કિરણની વેરે.

www.readgujarati.com

This entry was posted in દેવિકાબેન ધ્રુવ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

4 Responses to પૂરવનો જાદુગર – દેવિકા રાહુલ ધ્રુવ

 1. vijayshah says:

  ghanu j sundar varnan suryodaynu

 2. Sushma says:

  Devikaben,
  Your Beauty shows your love for “Purav No Jadugar.”Beautiful.
  sush

 3. Kulin Mehta says:

  Devikaben,
  Nice reading ! We hope to receive on a regular basis.
  Creative minds like yours provide a kind of enrichment in our life.
  Continue to create and we will collect. Thanks!

 4. nilam doshi says:

  અભિનન્દન દેવિકાબહેન…સરસ રચના

Comments are closed.