લઘુ ગઝલ સંગ્રહ ભાગ-૨ સંકલન- સુમન અજમેરી

સામ સામે હતા એમ તો આપણે
ખીણ જેવી શરમ ઉભી આડી હતી
                         રતિલાલ ‘અનિલ’

મારી મરજી મુજબના શ્વાસ લઉં
એક પણ એવી ક્યાં જગા આપી?
                          મનોજ ખંડેરિયા

આ દર્દ મૌનમાં જ છવાતું ભલે અહીં
મેં તો કહ્યું હતું મને,ને સાંભળ્યું તમે
                         ડો. રઘુવીર ચૌધરી

આવ મારા રેશમી દિવસોના કારણ્
જિંદગી જેને કહે છે,તે અહીં ઠેબે ચઢી છે
                                        શ્યામ સાધુ

મીર તણખો મૂકી ગયું કોઇ
શ્વાસ છે ત્યાં લગી પ્રજળવાનું.
                        ડો. રશીદ મીર

સમયની પીઠ પર બેસીને હું આગળ વધું કિન્તુ
અહીં પથ્થર બની બેસી ગયેલા કાફલાનુ શું?
                                           ગાલિબ ગુજરાતી

આકાશી વાદળને નામે વાત તમોને કહી દઉં છું
કાં વરસી લો,કાં વિખરાઓ,આ અમથા ગરજો શા માટે?
                                                     મધુકર રાંદેરીયા

પાંડવો અને કૌરવો લડતા ભીતર
હુંજ જાણે યુધ્ધનુ મેદાન છું
                 અહમદ મકરાણી

પારકું થઇ ગયું એકાંત ગુલ
ભીડમાં ઍટલે તો હું ભળી ગયો
                        અહમદ ‘ગુલ’

બુંદની હસ્તીને અવલોકી જુઓ
સમટા સો સો પ્રલય વમળાય છે.
                     અંજુમ ઉજિયાનવી

કદી પર્વતો હશે મારા કદમો માં
શું થયું, આજ હું લથડી ગયો છું?
                   દીપક બારડોલીકર

આફતો ,આવો ડરો ના ભીડથી
સબ્રની શેરી નથી કંઇ સાંકડી
                   હૈદરઅલી જીવાણી

અનહદમાં રહીને પ્રેમનો ઉચ્ચાર તો કરો
દાવો કરો છો શેનો હદમાં સમાઇ ને.
                                       હરીન્દ્ર દવે

પેલા ખૂણે બેઠાછે તે સૈફ છે, મિત્રો જાણો છો?
કેવો ચંચળ જીવ હતો ને કેવા રમતારામ હતા?
                                           સૈફ પાલનપુરિ

મને ભીડમાંથી નીકળવા તો દો
અને જાત સાથે રઝળવા તો દો
                        ડો.ઍચ.એસ.રાહી

આ રુપ અને રંગનાં વહાલ મેલ મન
જોયું ઘણું,જોયા તણા ખયાલ મેલ મન
                                      ડો. હેમંત દેસાઇ

ફનાનાં પંથની પરવા કદી એણે કરી છે ક્યાં?
ભલે સહરા ખડું રૌ-રૌ, બિછાવા ગંગ માંગે છે
                                              સુમન અજમેરી

આ જે દેખાય ગગનચુંબી ઇમારત, એની
ઉંડે પાયાનો પથ્થર બની ધરબાયો છું
                                    રસિક મેઘાણી

કોઇ પણ તારીખ જેવો હું રમવાંતર્
યા સમયનું માનવી નામે રુપાંતર
                    ડો. જયેન્દ્ર શેખડીવાલા

છલોછલ ઓસનો આસવ પીધો છે રાતભર એણે
સવારે ઘાસની આંખે દિશાઓ ઝુમવા લાગી
                                           મનોહર ત્રિવેદી

This entry was posted in ગમતાનો ગુલાલ, પ્રો. સુમન અજમેરી, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

2 Responses to લઘુ ગઝલ સંગ્રહ ભાગ-૨ સંકલન- સુમન અજમેરી

 1. chiman patel says:

  This would be a good place to read just shers. It reuires determination and lots of time..

  Is this onle a favour ! More comming or not?

  Well done Sumanbhai.

  Good luck on some more.

 2. vijayshah says:

  Yes more is coming in the next few weeks!

Comments are closed.