ત્યાં કોઇ ગંદકી ન હતી.- કિરીટકુમાર ગો.ભકત.

રજાઓમાં અમે આબુ ફરવા ગયેલાં.ત્યાં એક અંગ્રેજ દંપતી મળી ગયેલું. ભાષાની સમસ્યાને હલ કરવા માટે એમણે અમારી સાથે રહેવા વિનંતી કરી,અને મેં હા પાડી દીધી.તેઓ અમારી સાથે જોડાયાં,અંગ્રેજ બાઇને ગંદકી ઘણી ચીડ હતી.તે વાત વાતમાં ‘ડર્ટી’ ‘ડર્ટી’ ની ટેપ વગાડયા કરતી હતી.એટલે,મારી મિત્ર મને ખિજાતી કે શું કરવા કામ આ ચતરીને સાથે લીધી.  ત્યારે મેં એમ કહીને વાતએ ટાળી દીધેલી કે એ આપણા મહેમાન છે અને,અત્યારે એમને આપણી જરુર છે. 

      એક દિવસે સવારે,અમે સૌ એક નાના બસ સ્ટેંડ આગળ,બસની રાહ જોતાં ઊભા હતાં. આજુબાજુમાં સાત-આઠ છાપરીઓ હતી.અને બરાબર બસ સ્ટેંડની પાછળની છાપરીમાંથી સમુહમાં રડવાનો અવાજ આવતો હતો. કૂતૂહલવશ મેં ત્યાં જઇને જોયું તો,ત્યાં એક નાના બાળકનું અવસાન થયું હતું.અને,ત્યાં બધા અંતિમવિધિ માટે ભેગા થયા હતાં. 

      પેલી અંગ્રેજ બાઇએ આ જાણ્યું અને એણે ત્યાં જવાની ઇચ્છા દર્શાવી.અને,હું અને મારી મિત્ર એને લઇને ત્યાં પહોચ્યાં

અંગ્રેજ બાઇ, સીધી પેલા મૃતશરીર પાસે બેસીને રડતી તેની મા તરફ ચાલી.બાકીની ત્યાં હાજર સ્ત્રીઓ પરંપરાગત રડતી,છાતી કૂટતી,વાતો કરતી હતી.પુરષો પણ એક તરફ બેઠા વાતો કરતા હતાં.વાતાવરણમાં ઘેરો અને ભારે વિષાદ લાગતો હતો.અંર્ગેજબાઇ પેલી પાસે જઇને તેની પાસે ધૂળમાં બેસી ગઇ.અને તેના ખભા પર હાથ મુકીને બસ એટલું જ બોલી…આઇ કેન અંડરસ્ટેંડ યૉર પેઇન.

બન્નેને એકબીજાની ભાષા આવડતી ન હતી.કદાચ આંખોએ આંખોની અને હ્રદયે હ્રદયની ભાષા સાંભળી.અને,બન્નેની આંખોમાં ઘોડાપુર આવ્યું. રડતાં રડતાં બન્ને એકબીજાને ભેટી.અંગ્રેજબાઇનો હાથ પેલીના સુતળી જેવા વાળમાં ફર્યો.પાંચેક મિનિટમાં હ્રદય શાંત થયું.રુદન શમ્યું.

પેલીએ તેના સ્કાર્ફથી દુ:ખી મા ની આંખો લુછી.  

 ત્યાં કોઇ ગંદકી ન હતી.

આંસુ ક્યારેક દુ:ખની ભાષા…

This entry was posted in કીરીટ ગો. ભક્તા, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

3 Responses to ત્યાં કોઇ ગંદકી ન હતી.- કિરીટકુમાર ગો.ભકત.

 1. vijayshah says:

  ત્યાં કોઇ ગંદકી ન હતી.

  આંસુ – ક્યારેક દુ:ખની ભાષા…

  vah kiritbhai!

 2. pravina kadakia says:

  Aansoo ‘J’ dukhni bhassha samaje che.
  shabd tyan vaamano laje che.

  pravina kadakia

 3. bansinaad says:

  સ્નેહ અને લાગણી ને ભાષા, દેશ કે ધર્મંના બંધન નડતાં નથી તે આનું નામ. માનવી સ્નેહ ની અમીવર્ષા કરતો રહે તો બસ આ વિશ્વ ક્દાચ પ્રેમનો મહાસાગર બની રહે. જય

Comments are closed.