વિશ્વશાંતિ-દેવિકા રાહુલ ધ્રુવ

આતમે ઓઢેલ કાયાનાં વાઘામાં
ઇશ્વરનો અંશ જરા સમજી તુ લે

મનને વરેલા વિચારોનાં પિંછામાં
ઉંચેરી આશા ઉમેરી તુ લે

દિલને વીંટેલા આ માયાનાં વીંટામાં
સાચુકડી પ્રીત જરા વણી તુ લે

સર્વત્ર સળગેલા દુન્યવી તણખામાં
સમજણની રોશની ફેલાવી તુ લે

જગતમાં જામેલા જુઠા સૌ વળગણમાં
સર્જક્નુ સત્ય હવે જાણી તુ લે

અંતરમાં જાગેલા વિશ્વનાં સપનામાં
શાંતિનિ દીપ હવે પ્રગટાવી તુ લે

કાળજડે કોરેલા થનગનતા કોડમાં
પ્રભુ સંદેશ પામી તું લે

વિશ્વ શાંતિ જે કળયુગમાં દોહ્યલી છે જે સમજતી કવિયત્રી માનવ જાતની સારી બાજુને નિહાળતા અને સમજાવતા કહે છે

જગતમાં જામેલા જુઠા સૌ વળગણમાં
સર્જક્નુ સત્ય હવે જાણી તુ લે

આ યુધ્ધો. આ અપમૃત્યુનો દોર, આ વિવાદો સૌ જુઠા વળગણો છે. આતમ તારો જે પ્રભુ પિતાનો અંશ છે તેણે તને આ કાર્ય માટે જન્મ નથી આપ્યો. તેણે તને સાચુકડી માનવ પ્રીત ,સમજણ અને ઉંચેરી આશાઓ આપી છે જેના દ્વારા જગતનાં જૂઠ્ઠા વળગણો જેવા માન અપમાન અને હુંસાતુંસીથી સળગેલા દરેક દુન્યવી તણખાઑને (યુધ્ધોને) ઠારવાનાં પ્રભુ સંદેશાઑ હવે પામ તુ તેમ કહી વિશ્વશાંતિનો પ્રથમ દીપ પ્રગટાવે છે.

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, દેવિકાબેન ધ્રુવ, વિજય શાહ, સભ્યોની રચનાઓ. Bookmark the permalink.

2 Responses to વિશ્વશાંતિ-દેવિકા રાહુલ ધ્રુવ

  1. Sangita says:

    Excellent Devikaben!

  2. vilas bhonde says:

    read the poem. very nice.given a Tatvdayan in very simple way. congrates

Comments are closed.