જવુ નથી-નિરંજન મઝુમદાર

જયાં જાય છે  આ કાફલો મારે જવું  નથી,

પાછી લઈ લે નાવ કિનારે જવું નથી.

 

આરામથી  થવા દે સફર જિંદગી મહીં,

આવેછે  મોત  તેડવા જ્યારે જવું નથી.

જીવન બચાવતાં હવે થાક્યો છું, નાખુદા!

મઝધાર ચલ! કિનારે કિનારે જવું નથી.

સામે તું થા હું જાણું છું જગના તુફાનને,

વહેતી જતી હવાને  સહારે જવું  નથી.

મહેફિલ તો પૂરી થઈ ગઈ પરવાના રહ  ગયા,

સૂતા શમાની  પાસ સવારે  જવું  નથી.

મંઝિલ મળે પછીય  નથી કરવું  કંઇ  મને,

તો હાલ તુજ ગલીથી વધારે જવું નથી

FROM ‘NIRMAL’ A COLLECTION OF POEMS BY NIRANJAN MAZUMADAR

email and typeset courtsey Gopal H Parikh from Vapi.

This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to જવુ નથી-નિરંજન મઝુમદાર

  1. Jayshree says:

    જયાં જાય છે આ કાફલો મારે જવું નથી,
    excellent….!!!

Comments are closed.