નારી જીવનને વંદન-હેમંત ગજરાવાલા

તારા ઉદરનાં દરિયામાં સંભાળ્યો મને
તારા હ્રદય ના સિંહાસન પર વિરાજ્યો મને
તારા પુનિત અંગે અંગમાં સમાવ્યો મને
અને આ વિશ્વની મહેંક માણવા તજ્યો મને

નિર્દોષ મસ્તીવાળુ શૈષવ આપ્યું હતું મને
શીક્ષણ પામવા બે વેલણ પણ આપ્યાં મને
જાતનો ભોગ આપી ચોપડી-પેન્ આપ્યાં મને
રાત આખી જાગીને સવારે જગાડ્યો મને

તારા ઋણ નો સદા ઋણી કરી દીધો મને
તારા યુવાન સ્વરુપમાં પત્ની મળી મને
તેના ભોગ અને સહનતાએ પુત્રી સાંપડી મને
તારા ત્રણેય સ્વરુપમાં સૌ દેવીઓ દીઠી મને

હે મા, હે જીવનસાથી, હે દીકરી નવ જ્ઞાન આપ્યું મને
ત્રિમૂર્તિના દર્શન કરાવ્યા મને, અને નવજીવન આપ્યું મને

હેમંત ગજરાવાલા
૩૧ જાન્યુઆરી ૨૦૦૪.

This entry was posted in સભ્યોની રચનાઓ, હેમંત ગજરાવાલા. Bookmark the permalink.

One Response to નારી જીવનને વંદન-હેમંત ગજરાવાલા

Comments are closed.